ભરૂચ જિલ્લામાં નવા 10 કોરોના પોઝિટિવ, 2 ના મોત... કોરોના પોઝિટિવનો આંકડો ૧૭૨ પાર...
ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ નો આંકડો 10 ઉપર નોંધાયો હતો જે ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો થયો છે ત્યારે લોકોમાં પણ સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આજે નવા 10 કોરોના પોઝિટિવ સામે આવતા આંકડો 172 ને પાર થવા પામ્યો છે જયારે મૃત્યુ આંક 2 નોધાયો છે....
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસનું સંક્રમણ જંબુસર બાદ ભરૂચ શહેરમાં પણ ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં નવ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ સતત બીજા દિવસે પણ ભરૂચ શહેરમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અંકલેશ્વર નવી માં 1 આમોદમાં 1 જંબુસરમાં 3 મળી ભરૂચ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ ના 10 કેસ નોંધાયા હતા ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ના દિન-પ્રતિદિન કેસોમાં વધારો થયો છે ત્યારે કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર હજુ પણ ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે...
ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કડકાઈ ભર્યું વલણ નહીં અપનાવે તો આવનારા દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી જાય તો નવાઈ નહીં કારણ કે ભરૂચ જિલ્લામાં અનલોક-1 ના 23 દિવસના સમયગાળામાં 140 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે લોકડાઉન ના ના આ સમયગાળામાં માત્ર 32 પોઝિટિવ હતા અને લોકડાઉનમાં 32 અને અનલોક-1માં 140 મળી 172 ઉપર કોરોના પોઝિટિવ નો આંકડો પહોંચી ગયો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ હવે કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે....
Comments
Post a Comment