કચરો દૂર કરવાના બદલે બેનર દૂર કર્યું.... ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતને સ્વચ્છતાનો શ્રેષ્ઠ એવોર્ડ અપાય...??



ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયત ની હદમાં કચરા ઓના ખડકલા જોવા મળ્યા છે ત્યારે ભરૂચના જ્યોતિનગર નજીકના ટોનિંગ નજીક કચરાના ખડકલા અંગેના મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા ગ્રામ પંચાયતે કચરાના ખડકલાઓ દૂર કરવાના બદલે પોતે લગાવેલા દંડનીય અંગેનું બેનરો દૂર કરતાં ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે નવો અભિગમ અપનાવાય રહ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે...

ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં જાહેર માર્ગો ઉપર કચરાઓના ખડકલાઓથી વાહનચાલકો દુર્ગંધથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ભરૂચના જ્યોતિનગર નજીકના પાસેના જ જાહેર માર્ગ ઉપર છેલ્લા ચાર-પાંચ દિવસથી કચરાઓના ખડકલા જોવા મળી રહ્યા હતા અને કચરાના કારણે આખલાઓ ના તોફાનથી વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે કચરાના ઢગલા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવાના બદલે કચરાના ખડકલા સ્થળે લગાવવામાં આવેલ દંડનીય કાર્યવાહી નું બેનર ભોલાવ ગ્રામ પંચાયતની દૂર કરી સફાઈ અભિયાન અંગે નવો અભિગમ અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ભોલાવ ગ્રામ પંચાયત જાહેર માર્ગો ઉપર રહેલા કચરાના નિકાલ કરવાના બદલે કચરો નાખનારાં ઓ માટે દંડનીય કાર્યવાહી અંગે નું બેનર લગાવ્યું હતું તે બેનર દૂર કરી કચરાના ખડકલા યથાવત રાખતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે...

જોકે જાહેર માર્ગો ઉપર રહેલા કચરાના ખડકલા સળગાવી દેવાના કારણે ધુમાડાથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે જાહેર માર્ગો ઉપરથી વાહન લઇને પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ભરૂચ GPCB દ્વારા ભોલાવ ગ્રામ પંચાયત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....