ભરૂચ અધિક કલેકટરના જાહેરનામાનો અમલ ન થતો હોય તો APMC ખુલ્લી કરવી જોઈએ...?? ભરૂચની મહંમદપુરા APMC બંધ થતાં વેપારીઓનો જાહેર માર્ગ ઉપર અડિંગો....
ભરૂચ જીલ્લા માં કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે અને દિવસે વધુ રહ્યું છે અને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ના કન્ટેનમેઈન્ટ એરિયા ના જાહેરનામા માત્ર કાગળ ઉપર જ રહ્યા છે.ભરૂચ ના મહંમદપુરા એપીએમસી નું જાહેરાનમું કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરા માં કેદ થયા છે....
ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ નો આંકડો લોકડાઉન ના સમયગાળા માં 32 ઉપર હતો.મહંમદપુરા એપીએમસી ખાતે સોશ્યલ ડીસન્ટન્સ ન જળવાતું હોવાના બહાના હેઠળ એપીએમસી ના ચેરમેન અરુણસિંહ રણા એ વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરનામું પ્રસિદ્ધ કરાવ્યું અને મહંમદપુરા એપીએમએસી નું સ્થળાંતર વડદલા ખાતે કરાવ્યું હતું.પરંતુ શું વડદલા એપીએમસી માં સોશ્યલ ડીસન્ટન્સ જળવાઈ છે ખરું? આજે મોટા ભાગ ના વડદલા એપીએમસી માં વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના અને સોશ્યલ ડીસન્ટન્સ વિના વેપાર કરી રહ્યા હોવાના દ્રશ્યો ડ્રોન કેમેરા માં કેદ થયા છે.ત્યારે સોશ્યલ ડીસન્ટસ અને બહાનું હોય પંરતુ વર્ષો થી બંધ પડેલી એપીએમસી ચાલુ કરવા માટે ચેરમેને મહંમદપુરા એપીએમસી ને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો રંગ આપી તેને વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરાઈ હતી.પરંતુ આ વડદલા એપીએમસી માં વેપારીઓ સ્થળાંતર થવા તૈયાર નથી.જેના કારણે વડદલા એપીએમસી માં નાના વેપારીઓ જ પોતાનો વેપાર કરી રહ્યા છે..
તો બીજી તરફ મહંમદપુરા એપીએમસી કોરોના વાયરસ ની મહામારી માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે જીલ્લા વહીવટી તંત્ર એ પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરી મહંમદપુરા એપીએમસી બંધ કર્યું હતું.પરંતુ મહંમદપુરા એપીએમસી ના વેપારીઓ મોહંમદપુરા એપીએમસી ની બહાર જ જાહેરમાર્ગ ઉપર જ પોતાનો વેપાર કરવા અડીંગો જમાવ્યો છે અને જાહેરમાર્ગો ઉપર જ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે.ત્યારે મહંમદપુરા એપીએમસીનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ રહી ગયું છે..
Comments
Post a Comment