ભરૂચની સાયબર સેલે ઝડપી પાડેલ છેતરપિંડીનો આરોપી કોરોના પોઝિટિવ.... પોલીસ કર્મીઓમાં ફફડાટ...
વાલિયાના રામેશ્વર પાર્ક ના રહીશ જયરાજ આડમાર એ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ ભરૂચ સાઇબર સેલે સોંપવામાં આવી હતી જેમાં છેતરપિંડી કરનાર કોસંબા ૨૦૧ બ્લોક સી સૂર્યવંશી એપાર્ટમેન્ટ નો રહી કલ્પેશભાઈ ઈશ્વરભાઈ સુરતી હોવાનું સામે આવતા સાઇબર સેલ ના પોલીસ કર્મીઓ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કોરોના પોઝિટિવ આવતા આરોપીની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ ફફડાટ મચી જવા પામ્યો છે...
જો કે છેતરપિંડી કરનાર આરોપી કલ્પેશ સુરતી કોરોના પોઝિટિવ આવતા તેની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે જોકે હાલ તો મળતો સાયબર સેલ ઓફિસને સેનેટ રાઈઝર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આરોપીની ધરપકડ કરનાર અને તેની પૂછપરછ કરનાર પોલીસ કર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે તપાસ થાય તે પણ જરૂરી છે...
જોકે અત્યાર સુધીમાં પોલીસે પકડેલા મારામારી પ્રોહીબીશન અને છેતરપિંડીના ગુનાના ત્રણ આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મીઓ પણ હવે ચિંતાતુર બન્યા છે ત્યારે આરોપીઓમાં કોરોના પોઝિટિવ આવતા પોલીસ પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે..
Comments
Post a Comment