પાલેજ પોલીસ પુનઃ એકવાર ઉંઘતી ઝડપાય... LCB પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂ...
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર નજર રાખી કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ હતી.જે પૈકી પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ચૌહાણ અને તેઓ ની ટીમ ભરૂચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.આ દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલર ની બંધ બોડી ની ટાટા એસ ઝીપ માં વિદેશી દારૂ ભરેલ છે અને તેના પાયલોટીંગ માં એક કાળા કલર ની ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી છે જે બંને ગાડીઓ વરેડીયા પાટીયા થી પાલેજ તરફ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ તુલસી હોટેલ ના કંપાઉન્ડ માં ઉભી છે.જેના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે પંચો સાથે બાતમી વાળી જગ્યા એ ખાનગી વાહનો માં રેડ કરતા પોલીસને જોઈ ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી વડોદરા તરફ રવાના થઈ જતા પોલીસ ના હાથે લાગી ન હતી.પરંતુ હોટલ ના કંપાઉન્ડ માં રહેલી ટાટા એસ ઝીપ ગાડી ઝડપાઈ જતા તેને કોર્ડન કરી તેમાં ડ્રાઈવર સીટ ઉપર બેસેલ નિલેષભાઈ ભીખાભાઈ ધામેલીયા રહે.કતારગામ તાપી એવન્યુ ફ્લેટ નં.બી/૧૦૧ સુરત અને કંડકટર સીટ ઉપર બેસેલ સાગરભાઈ ગરુણજી જયસ્વાલ રહે.હોળી બંગલા વેડ રોડની બાજુમાં ઝુપડપટ્ટીમાં સુરત નાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે ઝીપ ગાડી ની તલાશી લેતા તેમાંથી 8 PM પાઉચના ૨૭ નંગ બોક્ષ મળી આવ્યા હતા.જેમાં કુલ ૧૨૯૬ નંગ પાઉચ ની કિંમત રૂપિયા ૧,૨૯,૬૦૦ (૨) ૩ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૬,૦૦૦ (૩) ટાટા એસ ઝીપ ગાડી નંબર જીજે ૧૫ એટી ૨૨૮૬ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ ૩,૩૫,૬૦૦ ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ સામે પાલેજ પોલીસ મથક માં ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી....
Comments
Post a Comment