Posts

Showing posts from July, 2020

ભરૂચ વસંત મીલની ચાલ વિસ્તારમાં દેશીદારૂના ધૂમ વેચાણથી મેળાવડો જામતા સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યા....

Image
ભરૂચ ના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ વસંત મિલની ચાલ વિસ્તારમાં કંકુ બેન વસાવા નામની મહિલા પોતાના ઘરમાંથી વિદેશી દારૂનું વેચાણ કરી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી અને સ્થાનિકોએ વારંવાર પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી ન કરતાં સ્થાનિકોએ પણ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી ના પગલે મહિલા બુટલેગરના ઘરે દારૂ ખરીદવા આવતા લોકોના મેળાવડા થી લોકોને પણ કોરોના નો ભય સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ ઘરમાંથી દારૂનું વેચાણ કરી રહેલ મહિલાના અને દારૂ ખરીદનાર અને સ્થળ ઉપર મેળાવડો જમાવી દારૂનું વ્યસન કરતા લોકો નો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યો છે ત્યારે આ વીડિયોમાં એક કાગળ પણ વાયરલ કરાયું છે અને તેમાં આક્ષેપ કર્યા છે કે દારૂના વેચાણથી આ વિસ્તારમાં દારૂડિયાઓ અભદ્ર ગાળો ભાંડવા સાથે રોડ ઉપરથી પસાર મહિલાઓ અને છોકરીઓની છેડતી પણ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કાયમી ધોરણે દારૂનું દુષણ દુર થાય તે માટે સ્થાનિકોએ દારૂના વેચાણ અંગેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા છે...

એક સાથે 5 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા... કોવિડ સ્મશાન પણ નાનું પડ્યું....

Image
ભરૂચમાં કોરોના મૃત્યુ ની સંખ્યા વધી રહી છે ત્યારે આજે 7 થી વધુ લોકોના કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજતાં તંત્ર દ્વારા કરાવેલું કોવિંદ -19 સ્મશાનમાં માત્ર 2 જ મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે તેમ છે પરંતુ આજે કોવિંદ-19 સ્મશાનમાં 3 મૃતકોના જ્યારે બે મૃતકોના ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા એક સાથે પાંચ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા  જેથી તંત્ર એ ઊભું કરેલું  કોવિંદ -19  સ્મસાન નાનું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેથી કરી તંત્ર દ્વારા કરાયેલ  કોવિંદ -19  સ્મશાન પણ મોટું કરવામાં આવે તે જરૂરી છે....

શું અખબારી યાદીનું પાલન ભક્તો કરશે ખરા..? ભરૂચ જિલ્લામાં કોરોના અને શંકાસ્પદ 5 ના મોત નવા 33 કોરોના પોઝિટિવ નોંધાયા...

Image
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે છતા લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે કેટલાય કોરોના પોઝિટિવ દર્દીઓને ભરૂચની સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર ન મળવાના કારણે વડોદરા અને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે ત્યારે તેવા જ બે દર્દીઓ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં થી વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવ્યા છે ત્યારે ભરૂચમાં કોરોના ની સારવાર માટે દર્દીઓની હાલત કફોડી બની રહી છે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ તથા વડોદરા ની હોસ્પિટલમાં ભરૂચ જિલ્લાના પાંચ જેટલા દર્દીઓના કોરોના અને શંકાસ્પદ રીતે મોત નિપજ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અંકલેશ્વર ૧૬, ભરૂચ ૧૩, જંબુસર ૧, નેત્રંગ ૧, હાસોટ ૨ મળી ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે હજુ પણ કોરોના વકરી રહ્યો છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ નક્કર નિર્ણય લઇ શકતું નથી આવતીકાલે વહેલી સવારે દશામાં વિસર્જન અર્થે પણ કોઈપણ જાતનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં પ્રેસનોટ જાહેર કરાઈ છે જેમાં દશા માતાજીનું વિસર્જન ભ

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ નર્સની તોછડાઈથી દર્દી ત્રાહિમામ... ભરૂચ સિવિલમાંથી અન્ય હોસ્પિટલમાં પહોંચી સારવાર લે તે પહેલા દર્દીએ રસ્તામાં દમ તોડયો...

Image
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કીડનીની બિમારીથી પીડીત એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીને સ્થિતિ થોડી ગંભીર થતા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતી હતી. ૪ થી ૫ દિવસથી દાખલ થયેલા દર્દીની સાથે સ્ટાફ નર્સે તોછડાઈભર્યં વર્તન કરતા હોવાની ફરિયાદ દર્દીની પત્નીએ ઉઠાવી હતી... જેના પગલે તેમના પરિચિત યુવાનોએ હોસ્પિટલમાં પહોંચી સ્ટાફનર્સની તોછડાઈનો વિડિયો ઉતારી વાઈરલ કર્યો હતો... જેને લઈ સ્ટાફનર્સે વધુ આપખુદ બની દર્દીની સાથે અન્યાયી વલણ અપનાવ્યં હતું. દર્દીની પત્નીના કહેવા મુજબ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તેના પતિને શ્વાસ લેવામાં વધુ તકલીફ ઉભી થતાં અને બરાબર ઓકિસજન ન લેવાતા તેમણે સ્ટાફનર્સને જાણ કરી હતી. જોકે સ્ટાફનર્સે તત્કાલ દોડી જઈ ચેક કરવાના સ્થાને અમે ભાગી જવાના નથી, જોઇએ છીએ, કરીએ છીએ, તેવા જવાબો આપ્યા હતા. વિડિયો વાઇરલ થતા ગરમાયેલી સ્ટાફનર્સે દર્દીનું ઓક્સિજન પણ બંધ કરી દીધું હતું. જેના પગલે દર્દીના સગા ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ સિવિલ ખાતે દોડી ગઈ હતી. જ્યાં તેમણે સ્ટાફનર્સ સાથે ફરિયાદ કરતા ચકમક ઝરી હતી. આખરે સિવિલ હોસ્પિટલના

Online શિક્ષણ બંધ થતા બેરોજગાર બનેલા ભરૂચના શિક્ષકો લાલધૂમ....

Image
સમગ્ર વિશ્વ માં કોરોનાની મહામારી માર્ચ મહિના થી ભરૂચ જીલ્લા માં પ્રવેશી હતી અને ત્યાર થી શાળા અને કોલેજો બંધ કરી દેવા અંગેનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો હતો.જેના પગલે પાંચ મહિના થી શાળાઓ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ ને કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા અને કેટલાયે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિદ્યાર્થીઓ મેળવી પણ રહ્યા હતા.પરંતુ ઓનલાઈન શિક્ષણ અમાનનીય હોવાનું જણાવી સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાના નો પરિપત્ર જાહેર કરતા ગુજરાત ના આઠ લાખ શિક્ષકો બેરોજગાર થતા હવે શિક્ષકો એ પણ મેદાન માં ઉતારવાની ફરજ પડી રહી છે.જેના ભાગરૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત ભરૂચ દ્વારા ભરૂચ ની ફેઈથકેલવરી સ્કૂલ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં શિક્ષકો એ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણય થી શિક્ષકો ની કમર તોડી રહી હોવાના આક્ષેપો કરવા સાથે બેરોજગાર બનેલા શિક્ષકો ને વેતન અંગે નું પણ સરકારે વિચારવું જોઈએ.સરકારે જે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા અંગે નો પરિપત્ર બહાર પડ્યોછે તેને રદ્દ કરવાની માંગણી સાથે સરકાર ના આ નિર્ણય સામે શિક્ષક મંડળો એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મા

ભરૂચના અયોધ્યાનગર સોસાયટી પાસે તાલીમ ખેડૂત કેન્દ્રમાં શરૂ કરવામાં આવનાર કોવિંદ-19 ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ....

Image
ભરૂચમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દર્દીઓની સારવાર માટે વિવિધ હોસ્પિટલનું નક્કી કરવામાં આવી રહી છે જેમાં ભરૂચના લિંકરોડ ઉપર આવેલી અયોધ્યાનગર પાસેના કણબી વગા ભરૂચ શહેર ખાતે આવેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે શરૂ કરવામાં આવનાર કોવિડ ૧૯ કોરોના ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ રહેણાક વિસ્તારમાં આવતી હોવાના કારણે સ્થાનિકોને કોરોના નું સંક્રમણ સતાવી રહ્યું હોય જેના પગલે સ્થાનિકોએ હોસ્પિટલ ચાલુ ન કરવાની માંગણી સાથે વિરોધ વ્યક્ત કરી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.. કેટલાક લોકો કોરોના ની સારવાર પણ લઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોરોના ની સારવાર માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ વધી શકે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહયા છે....

ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર ઓક્સિજન વિના કોરોના પોઝિટિવ દર્દી રઝળતો, ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ જવાયો વડોદરા...

Image
ભરૂચમાં કોરોનાએ ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે. પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. બેડ ઓછા પડી રહ્યા છે. ના છૂટકે દર્દીઓને રીફર કરાય છે. જેઓ વડોદરા અથવા સુરત સારવાર માટે દોડે છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી જેને લઈ ભરૂચથી રીફર કરાયેલ દર્દીઓને ફરજિયાત વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. ભરૂચ સિવિલ હૉસ્પીટલમાં બેડ ઓછા હોવાથી આજે બે દર્દીઓએ રીફર કરાયા હતા. જેમને 108માં વડોદરા લઈ જવાતા હતા. જોકે 108માં એક જ ઓક્સિઇજન સિલિન્ડર હોઈ દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એમ્બ્યુલન્સ નબીપુર સુધી પહોંચતા જ એક દર્દીની ઓક્સિજન વિના હાલત કફોડી બની હતી. દર્દીના પુત્રે અકબરે 108ના ચાલક પાસે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પરત લેવડાવી હતી. જ્યાં હોસ્પિટલના પગથિયાં પાસેજ ખુલ્લામાં દર્દી કણસતો રહ્યો હતો. આખરે કોરોના પોઝિટિવ દર્દીના પુત્ર ઓક્સિજન સહિતની ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને વડોદરા લઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ દર્દીને ખૂબ જ સાવચેતી થી લાવવા લઈ જવાનો હોય છે. જે તંત્રની જવાબદારી છે. પરંતુ ભરૂચનું તંત્ર લાપરવાહ હોવાથી લોકો તેના ભોગ બની રહ્યા છે. થોડા દ

કોરોના પુનઃ ઝાડેશ્વર તરફ વળ્યો... ભરૂચ જિલ્લા આરોગ્યના ચોપડે નવા કોરોના વાયરસના 16 પોઝીટીવ કેસ..

Image
ભરૂચ જિલ્લામાં ગત શનિવારના રોજ ૪૭ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સતત કોરોના ની સંખ્યા માં ઘટાડો થયો હોય તેમ લોકો માની રહ્યા છે પરંતુ કોરોના ની સંખ્યા ઘટી રહી છે કે પછી તંત્રના ચોપડે આંકડામાં ગોબાચારી થઈ રહી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ભરૂચના કેટલાય લોકો ભરૂચની તથા ભરૂચ જિલ્લાની બહારની ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે અને ઘણી ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને કોરોના પોઝિટિવ દર્દીઓની માહિતી પુરી પાડવામાં આવતી નથી જેના કારણે લોકો માની રહ્યા છે કે ભરૂચ જિલ્લામાં કોરોના ની સંખ્યા ઘટી રહી છે પરંતુ ભરૂચ જિલ્લામાં કોરોનાનો આંકડો મોટો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં ભરૂચ ૨,અંકલેશ્વર ૮,જંબુસર ૧,વાલિયા ૩,,ઝઘડિયા ૧,વાગરા ૧ મળી કુલ ૧૬ કોરોના પોઝિટિવ મળી આવતા ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૬૮૧ પોઝીટીવ કેસ ઉપર આંકડો પહોંચી ગયો છે ત્યારેે હજુ પણ ભરૂચ જિલ્લા સહિત વડોદરા સુરત અમદાવાદ સહિતની વિવિધ ખાનગી હોસ્પિટલોમાંકોરોના ની સારવાર હેઠળ હોવાની માહિતી

ભરૂચ જીલ્લામાં માછીમારોએ તંત્ર ને સાથે રાખી નર્મદા નદી માં મારેલા હજારો ખૂંટા ઉખેડી ફેંક્યા...

Image
ભરૂચ જીલ્લા ના  ઝનોર થી ભાડભૂત સુધી ની નર્મદા નદી માં કેટલાય લોકો માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે નર્મદા નદી માં હદ બાબતે ખૂંટા મારી માછીમારી કરી રહ્યા હતા.જેના પગલે માછીમારો ની રોજગારી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદી માં રહેલા ગેરકાયદેસર ખૂંટા દૂર કરવાની માંગણી સાથે કલેકટર ને રજૂઆત કર્યાબાદ માછીમારો એ તંત્ર ને સાથે રાખી હજારો ખૂંટાઓ નર્મદા નદી માંથી ઉખાડી ફેંકતા માછીમાર સમાજ માં પણ રોજગારી ની આશાઓ પુનઃ જીવંત થવા પામી છે. ત્યારે હવે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પણ નર્મદા નદી માં ગેરકાયદેસર ખૂંટા મારનારા તત્વો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી માછીમારીઓ માંગ ઉઠાવી રહ્યા છે...

પાલેજ નજીક 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલા 6 જેટલા લોકોને ઇજા....

Image
ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાલેજ નજીક ત્રણ ટ્રકો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં છ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતાં રસ્તો બ્લોક થતાં હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો છે. જોકે હાઇવે ઉપર કન્ટેનર, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા છે...

વાગરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં ફફડાટ......

Image
આજથી બે દિવસ પહેલા અરગામાં ગામે પરણિત મહિલાના આપઘાત પ્રકરણમાં વાગરા પોલીસ મથકે  આપઘાત કરનાર યુવતીના માતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓની અટક કરી હતી.જેઓનો કોવિડ19 નો રિપોર્ટ કઢાવતા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓનો કોરોના રિપોર્ટ આજ રોજ પેઝેટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જે અંગેની જાણ વાગરા ગ્રામપંચાયને થતા ગ્રામ પંચાતના વહીવટ કર્તાઓએ પોલીસ લોકઅપ તેમજ આખા પોલીસ સ્ટેશનને સેનેતાઈઝ કરાવી હતી.હાલ બંને કોરોના પોઝીટીવ આરોપીઓને 108 મારફતે ભરૂચ ખાતે શરૂ થયેલ કોવિડ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે...

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

Image
મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ બપોરના સુમારે ભરૂચ-જંબુસર રોડ ઉપર આવેલ થામ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં ૨ વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના સી.એચ.સી સેન્ટર ના સંદીપભાઈ વસાવા અને નિલેષભાઈ પટેલ બંને જણા જંબુસરના સી.એચ.સી સેન્ટર ખાતે તપાસ અર્થે ગયા હતા જે બાદ ભરૂચ પરત ફરતી વખતે જંબુસરના થામ ગામ નજીક ટેન્કર ચાલકે જિલ્લા પંચાયતના કર્મચારીઓની મોટરસાઈકલને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  મોટરસાયકલ ચાલકે  સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી  રોડ ઉપર  ફંગોળાઇ જતાં  બંને ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલું ટેન્કર બન્ને યુવાનો ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે બંનેના ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા...

ભરૂચના ભીડભંજનની મહિલાનું શંકાસ્પદ મોત થતાં પરિવારનો સિવિલમાં હોબાળો....

Image
તાવ ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સિવિલ હોસ્પિટલમાં લાવતા નર્સો ઇન્જેક્શન માર્યા બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોમાં હોબાળો.. મારી મમ્મીને સારવાર માટે સુરક્ષિત રીતે રિક્ષામાં લાવાયો હતો...સારવારના અભાવે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ... બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા ગંગાબેન દાનજી ભાઈ પરમારને અચાનક ચક્કર અને તાવ જેવું લાગતા તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય જેથી તેઓને રીક્ષા મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબ હાજર ન હોવાના કારણે નર્સોએ તબીબને ફોન ઉપર જાણ કરી દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ ૧૫ મિનિટમાં જ ગંગાબેનનું મોત નિપજતા તેઓના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો જો કે પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે મોત નિપજયું હોવાના આક્ષેપ કર્યા હતા....

ભરૂચ જિલ્લામાં કોરોનાના મૃતદેહની અંતિમ ક્રિયા કરતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી.... નવા ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા આંકડો ૪૨૩ ને પાર....

Image
ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર બાદ મોતને ભેટી રહ્યા છે ત્યારે અંતિમક્રિયાના વાદ વિવાદ વચ્ચે પણ ભરૂચના સ્મશાન ઘાટના સંચાલક ધર્મેશ સોલંકી આવા સમયે પણ સતત કોરોના મૃતદેહના અંતિમ ક્રિયામાં જોતરાયા છે જ્યારે આવા સમયે તંત્ર કોરોના પોઝિટિવના મૃતદેહોથી દૂર રહેતા હોય છે ભરૂચ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓના કોરોના થી મોત થવા સાથે નવા ૨૩ પોઝિટિવ નોંધાયા છે... ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો થયો છે સાથે કોરોના વાયરસ ની સારવાર લઈ રહેલા દર્દીઓ પણ પોતાનો દમ તોડી રહ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ ના સારવાર દરમિયાન મોત નિપજયા હતા જેમાં ભારતી રો હાઉસ સોસાયટી ના વસંતભાઈ વિઠ્ઠલભાઈ રાણા, મૂળજીભાઈ દુધાભાઈ મારુ આતિથ્ય બંગ્લોઝ નંદેલાવ ભરૂચ તથા હિમાંશુભાઈ ચંપકલાલ મોદી રહેવાસી અમીધરા સોસાયટી ભરૂચ ના ઓનું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા જેઓ ના અંતિમ સંસ્કાર ભરૂચના સ્મશાનગૃહ ના ધર્મેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં બે વ્યક્તિઓના અંકલેશ્વર ખાતે અને એક વ્યક્તિનો ભરૂચના સ્મશાન ઘાટ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી એક તરફ

આપણું ભરૂચ ડીજીટલ ભરૂચ... ભરૂચ જીલ્લાના 9 તાલુકાના 100 થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્ક વિના વિદ્યાર્થીઓ Online શિક્ષણથી વંચિત....

Image
2014 ની સાલમાં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝધડીયા તાલુકા માંથી 76 ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો અને નવો તાલુકો બન્યા બાદ રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,તા.પંચાયત,મહિલા આઇટીઆઇ, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત પો.સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આમ છતાં નેટવર્કના અભાવે લોકોને સુવિધા મળવાને બદલે દુવિધાઓ વધી રહી છે... નેત્રંગ તાલુકાના 21 ગામોમાં 100% આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ ગામોમાં મોબાઇલના ટાવર નહિ હોવાથી નેટવર્ક આવતું નથી. વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે.ઇમરજન્સીમાં પણ આ ગામના લોકોને ઝડપથી મદદ મળી શકતી નથી. આ ગામના લોકો વહેલી તકે મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે.તો ભરૂચ જીલ્લાના 9 તાલુકા ના 100 થી વધુ ગામો માં ઈન્ટરનેટના નેટવર્ક ના અભાવે તાજેતર માં ચાલી રહેલી મહામારી ના સમયે આજે પણ ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો શિક્ષણ થી વંચિત થઈ રહ્યા છે. ત્યારે ડિજિટલ ગુજરાતની વાત કરતી સરકાર આદિવાસી વિસ્તાર અને સ્લ્મ વિસ્તારો માં નિરીક્ષણ કરે તો ખબર પડે ગુજરાત કેટલું ડિજિટલ છે...?? ભરૂચ જીલ્લા માં કેટલાયે ગામો માં નેટવર્ક નો અ

ઈન્ડસ્ટ્રીઝ એકમો માં બહાર થી આવતા કામદારો ઉપર રોક લગાવતો પરિપત્ર જાહેર કરતુ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર....

Image
ભરૂચ જીલ્લા માં સતત કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને મોડે મોડે પણ જાગેલા તંત્ર એ ભરૂચ જીલ્લા માં સવારના 7 થી સાંજ ના 4 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકશે અને ત્યાર બાદ સદંતર બજારો બંધ રાખવાનું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ તાત્કાલીક પ્રસિદ્ધ કર્યું છે... ત્યારે ભરૂચ જીલ્લા માં લોક ડાઉન ના સમય ગાળા દરમ્યાન બેરોજગાર બનેલા પરપ્રાંતીયો પોતાના વતન પહોંચી જતા ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા... ત્યારે કેટલાક ઉદ્યોગો માં કામદારો ને અન્ય રાજ્ય અને જીલ્લાઓ માંથી લાવવામાં આવી રહ્યા છે... જેના કારણે બહાર થી આવતા લોકો કોરોનાને સાથે લઈ ને આવતા હોય અને તેવા કામદારો અન્ય લોકો ના સંર્પક માં આવતા કોરોના વાયરસ નું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું હોવાના અનુમાન ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સર્વે માં ઓદ્યોગિક વસાહતો માંથી કોરોના નું સંમક્ર્ણ વકરી રહ્યું હોવાની વાત ને લઈ આખરે ભરૂચ જીલ્લા ના પ્રભારી શાહમીના હુસેને વિવિધ વિસ્તારોની અને કન્ટેનમેન્ટ એરિયાઓ ની મુલાકાત લઈ કોરોના સંક્રમણ ને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છે...પંરતુ કોરોના નું સંક્રમણ જીલ્લા માં સતત વધી રહ્યું છે

દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કોરોના નું ગ્રહણ....

Image
હાલ ગુજરાત મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન ઉદ્યોગ ખુબ મોટાપાયે વિકસ્યો છે ત્યારે લાંબા સમયથી સતત દેશવિદેશના પ્રવાસીઓથી ધમધમતા કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના  વિસ્તારને જાણે કોરોના ની નજર લાગી હોઈ તેમ લાગી રહ્યું છે અને તેમાં ધન્ધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુક્સાનીનો સામનો કરવો પડી રહ્યો છે... હાલ કેટલાક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તો આવે તો છે પરંતુ હાલ સેહલાની ઓ  માટે સરદાર સરોવર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ બંધ હોવાથી કેટલાક પ્રવાસી ઓ  અનલોક -2 મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલી ગયું હશે તેવા વહેમ સાથે   આવી પોહચે છે પરંતુ  વેરા મોઢે પાછા ફરવાનો વારો આવતા લોકો નિરાશ થઈ પાછા ફરે છે.. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની હજારો સહેલાણીઓ રોજ  મુલાકાત લેતા હોય છે.. પરંતુ હાલ કોરોના મહામારી ને લઈ  તમામ પ્રવાસન સ્થળ હાલ બંધ છે જેમાં ગુજરાત  પ્રવાશન  વિભાગ ને પણ કરોડો  રૂપિયા નુ નુક્શાન થઈ  રહેલ છે...

ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો....ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ... ભરૂચ નગર-પાલિકાની પ્રિમોન્સુન કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાના આક્ષેપ....

Image
ભરૂચ જીલ્લા માં ગત મોડી રાત્રી થી અચાનક વાતાવરણ માં પલટો આવતા ઝરમરીયા વરસાદ બાદ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ માં ઠંડક પ્રસરી જવા સાથે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ જવાથી કેટલાક લોકો એ જાગરણ ની રાત વીતાવાનો વાળો આવ્યો હતો.સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ ના કારણે ભરૂચ ના સતત વાહનો થી ધમધમતા પાંચબત્તી સર્કલ નજીક ગાર્ડન મસ્જીદ નજીક ની ખુલ્લી ગટર જામ થઈ જવાના કારણે સતત પાણી નો ભરાવો થયો હતો.જોકે આ સમસ્યા પણ ભરૂચ નગર પાલિકા હલ કરી શકી નથી.ચોમાસા ના ચાર મહિના ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકો ને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે અને જાહેરમાર્ગ ઉપર ખુલ્લી કાંસ ની કુંડી વાહન ચાલકો માટે પણ અકસ્માત ને આમંત્રણ આપતી સાબિત થઈ રહી છે.. તો બીજી તરફ ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના ફાટા તળાવ અને ચાર રસ્તા માં ઘૂંટણ અને કમરસમા પાણી જાહેરમાર્ગો ઉપર થી પસાર થતા ભરૂચ ના આ વિસ્તાર ના લોકો ની હાલત પણ કફોડી બની છે.ત્યારે જાહેરમાર્ગો ઉપર થી વરસાદી પાણી વરસાદ ના વિરામ બાદ પણ વહેતું રહેતા ખુલ્લી ગટરો પણ વાહનચાલકો અને રાહદારીઓ ને પાણી ના વહેણ માં ન દેખાતી હેવાના કારણે ખુલ્લી કાંસો પણ લ

શુકલતીર્થ નર્મદા નદીના પટમાં લીઝ ધારકો એ કરેલ માટી ખનન ખાડાઓમાં પાણી ભરાતા વધુ 1 નું મોત....

Image
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના પીપળા ફળિયામાં રહેતા દિનેશભાઈ વસાવા નામના વ્યક્તિનો મૃતદેહ નર્મદા નદીના લીઝ ધારકોએ ખોદેલા ખાડામાં પડ્યો હોવાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા જોકે ગ્રામજનોએ દિનેશ વસાવા નું લીઝ ધારકોએ ખોદેલા ખાડામાં વરસાદી પાણી અને નર્મદા નદીમાં દરિયાઇ ભરતીનાં પાણી ખાડાઓમાં ફરી વારતા પશુપાલન અર્થે ઢોર ચરાવવા ગયેલા દિનેશભાઈ વસાવાનું પગ લપસી જવાના કારણે ખાડામાં ડૂબી જવાથી મોત નીપજયું હોવાના આક્ષેપો શુકલતીર્થના ગ્રામજનો કરી રહ્યા છે... અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૫ દિવસ અગાઉ પણ શુકલતીર્થ ગામના એક યુવકનું આવી રીતે ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું અને ગેરકાયદેસર માટી ખનન ચાલી રહયું હોવાના આક્ષેપ માં ગાંધીનગરની ટીમ સ્થળ પર દોડી આવી સ્થળ નિરીક્ષણ કરતા લીઝ ધારકોએ હજારો ટન માટી ગેરકાયદેસર ખનન કરવાના પ્રકરણમાં ૪૮ લાખ રૂપિયાનો દંડ ફટકારી નોટીસ લીઝ ધારકોને આપવામાં આવી હતી ત્યારે વધુ એક ગામના યુવાનનો મૃતદેહ ખાડામાં ભરાયેલા પાણીમાંથી મળી આવતાં શુકલતીર્થ રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે... જોકે ગેરકાયદેસર લીઝ માફિયાઓએ આડેધડ માટી ખનન ક

ભરૂચ જિલ્લામાં કોરોના વકર્યો... 1 ના મોત સાથે નવા 22 કેસ નોંધાયા, ભરૂચ જિલ્લાનો આંકડો 333 ને પાર....

Image
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત દિવસે દિવસે વધી રહી છે ત્યારે તંત્ર પણ નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે, સતત કોરોના પોઝેટીવ ની સંખ્યા સામે આવતા અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલ ના બેડ ફુલ થયા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના ના દર્દીઓ થી સિવિલ હોસ્પિટલ વપરાય છે ત્યારે નવા કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે ત્યારે તેઓને સારવાર અર્થે ક્યાં ખસેડવા તેવા પ્રશ્નો ઉભા થયા છે ભરૂચમાં કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે તેને નાથવા માટે હવે કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ ની સંખ્યા 15 થી 18 નોંધાઈ રહી હતી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કોરોના ના નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર કોરોના સંક્રમણ ની સંખ્યા વધતા મૂંઝવણ અનુભવી રહ્યું છે ત્યારે દિવસેને દિવસે કોરોના ની સંખ્યામાં વધારો થતાં સારવાર નો પ્રશ્ન ઉભો થયો છે....?? અંકલેશ્વર 9, ભરૂચ 7,આમોદ 3,જંબુસર 1,વાલિયા 1,હાંસોટ 1 કુલ નવા 22 કોરોના પોઝિટિવ સાથે ભ

સુરતની તક્ષશિલા ની ઘટના નું ભરૂચમાં પુનરાવર્તન થાય તો નવાઇ નહીં... બિલ્ડરની લાપરવાહીના કારણે મકતમપુરના એપાર્ટમેન્ટના રહીશોના વિજ-ઉપકરણો ફૂંકાયા...

Image
સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગની ભયંકર ઘટનામાં ૨૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો ના અભાવના કારણે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ નવનિર્માણ પામી રહેલા એપાર્ટમેન્ટો અને સોસાયટીઓમાં ફાયરસેફ્ટી ફરજીયાત હોવું જરૂરી છે પરંતુ ભરૂચના મકતમપુર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક નવનિર્માણ  પામેલા સહજાનંદ એન્કલેવ એપાર્ટમેન્ટ મા ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે તદુપરાંત બિલ્ડરે મકાનોમાં વિજ અથિંગ ન આપ્યું હોવાના કારણે પણ વારંવાર એપાર્ટમેન્ટના વીજવાયરો માં શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે અને રહીશોના વીજ ઉપકરણો વારંવાર ફૂંકાયા રહ્યા છે જોકે વારંવારની રહીશોની બિલ્ડરને રજૂઆત બાદ પણ બિલ્ડરના પેટનું પાણી ન હાલતા આખરે એપાર્ટમેન્ટના રહીશોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી છે આજે સવારે એપાર્ટમેન્ટના ૮ મકાનોમાં વીજવાયરો માં શોર્ટ સર્કિટથી તણખા થતા સ્વીચબોર્ડ સહિત પંખા ટીવી એલઇડી લાઇટ ફ્રીજ સહિતના વીજ ઉપકરણો ફુકાઈ જતા એપાર્ટમેન્ટના રહીશો શોર્ટ સર્કિટના કારણે એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો... જોકે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં વીજ અ

ભરૂચના સ્ટેશન રોડ ઉપર એક બાઈક ઉપર ૬ યુવાનો ગાડી ઉપર કરી રહ્યા છે સ્ટંટ... શું આ બાઈક પોલીસે લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ....? શું ઇ-ચલણ અપાયું ખરું...?

Image
ભરૂચ શહેરનો સ્ટેશન રોડ શહેરનો મુખ્ય રસ્તો હોવાને કારણે સામાન્યત: દિવસભર વાહનોથી ધમધમતો માર્ગ છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે વહિવટીતંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેેમજ વાહનોમાં બાઇક પર માત્ર બે જ વ્યક્તિઓ અને તે પણ માસ્ક પહેરીને મુસાફરી કરવા માટેનો હૂકમ કર્યો છે. ત્યારે આજે શનિવારે સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં જીજે-16-સીડી-7018 નંબરની એક બાઇકના ચાલકે છ જેટલાં બાળકોને એક સાથે બાઇક પર બેસાડ્યાં હતાં. જે પૈકી ત્રણ બાળકો ફુટરેટ પર ઉભા હતાં. જ્યારે એક બાળક સીટ પર બેસેલાં અન્ય એેક બાળકના ખભા પર બેસેેલો જણાઇ રહ્યો હતો. બાઇક ચાલક સંતુલન ગુમાવે કે પછી કોઇ રાહદારી કે અન્ય વાહન સાથે ટક્કર થાય તો મોટી જાનહાની થાય તેવી શક્યતાઓ વચ્ચે બાઇક ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.

ગુરુપૂર્ણિમાં પર્વ પર કોરોનાનું ગ્રહણ...ગુમાનદેવ હનુમાન મંદિરે મહંત ના આર્શીવચન મેળવ્યા...અનેક મંદિરે સમૂહ પૂજન બંધ...

Image
 ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર ભરૂચ જિલ્લાના મંદિરો કોરોના મહામારી ના કારણે તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરેલ જાહેરનામાને ધ્યાનમાં રાખી આજે ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ  બંધ રાખેલ તથા આજે આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમો પણ કરાયા ન હતા જોકે સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરના મહંત ના આર્શીવચન ગુરુ ભક્તોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે આશીર્વચન મેળવ્યા હતા ભક્તોએ સોશિયલ ડીસ્ટન અને મોઢા ઉપર માસ્ક પહેરી ભગવાનના પણ દર્શન કર્યા હતા ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી... ભરૂચ સનાતન ધર્મ ના ગાદીપતિ સોમદાસ બાપુ દ્વારા તેઓના હજારો ભક્તો શિષ્યો ને આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે તેઓના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ  બંધ રાખેલ તથા તેઓના રજનીગંધા સોસાયટીમાં આવેલ ગુરૂઆશ્રમ ખાતે તેમના પરિવારજનોએ સહિત સોમદાસ બાપુ એ તેઓના હજારો ભક્તો શિષ્યોને ઓનલાઇન દર્શન આપી તથા સમગ્ર વિશ્વ માં ચાલી રહેલી મહામારીએ હાહાકાર મચાવ્યો છે હાલ ભરૂચ જિલ્લામાં પણ કોરોના ની સંખ્યાનો આંકડો વધતો જઈ રહીયો છે હાલ આંકડો ૩૦૯ થી ઉપર કોરોના પોઝિટિવ પહોંચી ગયા હોય ત્યારે આજે આવા પાવન દિવસે સોમદાસ બા

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની ટ્રિપલ સેન્ચુરી... 1 નું મોત... નવા 17 પોઝીટીવ કેસ સાથે કોરોના વાયરસ નો આંકડો 311 ને પાર...

Image
ભરૂચ-8 અંકલેશ્વર-2 જંબુસર-6 વાલીયા-1 મળી 17 કોરોના પોઝિટિવ...જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા  311 પર પહોંચી... ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત વધી રહી છે પરંતુ હજુ પણ લોકોમાં સાવચેતી જોવા મળતી નથી ભરૂચ જિલ્લામાં રોજના 15 થી 18 કોરોના પોઝિટિવ ની સંખ્યા નોંધાઇ રહી છે છતાં લોકોમાં પણ સાવચેતી જોવા મળતી નથી જેના કારણે કોરોના નું સંક્રમણ ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે વધી રહ્યું છે આજે રવિવારના દિવસે પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સેલ્ફ લોકડાઉન ની અપીલ કરી હતી છતાં પણ ઝરમરિયા વરસાદ વચ્ચે પણ ભરૂચ જિલ્લો ધમધમતો જોવા મળ્યો હતો ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં વાહનો અને રાહદારીઓ થી ધમધમતા જોવા મળ્યા હતા તદુપરાંત તમામ વેપાર ધંધા પણ યથાવત રહ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લામાં આજે નવા કોરોના પોઝિટિવ નવા 17 દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ-૮ અંકલેશ્વર-૨ જંબુસર -૬ વાલીયા -૧ મળી 17 કોરોના પોઝિટિવ નોંધાયા હતા  અને ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા  311 પર પહોંચી હતી ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ ની

ભરૂચમાં ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ : મંદિરો કુમારીકાઓથી ઉભરાયા તો કેટલાક વિસ્તારો માં ખુલ્લી જગ્યામાં તગારામાં શિવલિંગની સ્થાપના કરી પૂજા કરાઈ.....

Image
ભરૂચ શહેરમાં વાંસની ટોપલીમાં વિવિધ ધાન્ય નું વાવેતર કરી જવારાની સ્થાપના કરી કુમારિકાઓ ગૌરીવ્રતનો શુભારંભ કર્યો. હર હર મહાદેવના નાદ થી શુક્રવારની સવારથી શિવ મંદિરોમાં ભક્તો પૂજા અર્ચના માટે ઉમટ્યા. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે.અષાઢ સુદ એકાદશી થી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે.પકાવેલા રામપાત્ર ની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય,ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે.‘જવારા’એ માતા પાર્વતીનું પ્રતીક છે.રૂ ની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલા’ બનાવવામાં આવે છે.‘નાગલા’ શિવનું પ્રતિક છે.શિવજી

નિહાળો વિશેષ અહેવાલ.... ભરૂચમાં ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રત માટે કુમારિકાઓ ઉત્સુક....

Image
ભરૂચ જિલ્લામાં એકાદશી બાદ કુમારિકાઓ ના મનગમતા ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભરૂચના બજારોમાં વાંસની ટોપલીમાં વિવિધ ધાન્ય નું વાવેતર કરી જવારા નું વેચાણ થઈ રહ્યું છે તો આ વખતે કુમારિકાઓ કોરોનાવાયરસ ને લઇ બાગ બગીચાઓમાં નહીં જઈ શકે જેથી તેઓએ દિવસો પોતાના ઘરમાં જ વિતાવવા પડશે જેને લઇને કેટલાક લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે.. અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે. પકાવેલા રામપાત્ર ની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય; ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યથી ખેતર