ભરૂચ જીલ્લામાં માછીમારોએ તંત્ર ને સાથે રાખી નર્મદા નદી માં મારેલા હજારો ખૂંટા ઉખેડી ફેંક્યા...
ભરૂચ જીલ્લાના ઝનોર થી ભાડભૂત સુધી ની નર્મદા નદી માં કેટલાય લોકો માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે નર્મદા નદી માં હદ બાબતે ખૂંટા મારી માછીમારી કરી રહ્યા હતા.જેના પગલે માછીમારો ની રોજગારી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદી માં રહેલા ગેરકાયદેસર ખૂંટા દૂર કરવાની માંગણી સાથે કલેકટર ને રજૂઆત કર્યાબાદ માછીમારો એ તંત્ર ને સાથે રાખી હજારો ખૂંટાઓ નર્મદા નદી માંથી ઉખાડી ફેંકતા માછીમાર સમાજ માં પણ રોજગારી ની આશાઓ પુનઃ જીવંત થવા પામી છે.
ત્યારે હવે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પણ નર્મદા નદી માં ગેરકાયદેસર ખૂંટા મારનારા તત્વો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી માછીમારીઓ માંગ ઉઠાવી રહ્યા છે...
Comments
Post a Comment