Online શિક્ષણ બંધ થતા બેરોજગાર બનેલા ભરૂચના શિક્ષકો લાલધૂમ....
સમગ્ર વિશ્વ માં કોરોનાની મહામારી માર્ચ મહિના થી ભરૂચ જીલ્લા માં પ્રવેશી હતી અને ત્યાર થી શાળા અને કોલેજો બંધ કરી દેવા અંગેનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો હતો.જેના પગલે પાંચ મહિના થી શાળાઓ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ ને કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા અને કેટલાયે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિદ્યાર્થીઓ મેળવી પણ રહ્યા હતા.પરંતુ ઓનલાઈન શિક્ષણ અમાનનીય હોવાનું જણાવી સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાના નો પરિપત્ર જાહેર કરતા ગુજરાત ના આઠ લાખ શિક્ષકો બેરોજગાર થતા હવે શિક્ષકો એ પણ મેદાન માં ઉતારવાની ફરજ પડી રહી છે.જેના ભાગરૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત ભરૂચ દ્વારા ભરૂચ ની ફેઈથકેલવરી સ્કૂલ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં શિક્ષકો એ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણય થી શિક્ષકો ની કમર તોડી રહી હોવાના આક્ષેપો કરવા સાથે બેરોજગાર બનેલા શિક્ષકો ને વેતન અંગે નું પણ સરકારે વિચારવું જોઈએ.સરકારે જે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા અંગે નો પરિપત્ર બહાર પડ્યોછે તેને રદ્દ કરવાની માંગણી સાથે સરકાર ના આ નિર્ણય સામે શિક્ષક મંડળો એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં જાહેર હિત ની ફરીયાદ પણ કરી છે.સરકાર કોઈ ને રોજગારી ન આપી શકતી હોય તો રોજગારી છીનવવાનો પણ અધિકાર નથી...
થોડા સમય પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યા હતા કે વાલીઓએ ફી તો ભરવી જ પડશે. હવે સરકાર ફેરવી તોળી કહેછે કે ફી નહીં ઉઘરાવવાની.સરકારના આવા બેવડા ધોરણ સામે પણ શાળા સંચાલકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજકીય મંશા ધરાવતા કેટલાક વાલી મંડળોએ સરકાર સામે ખાનગી શાળા સંચાલકો ચોર અને માફિયા હોય તેવી છાપ ઉભી કરી હોવાનો આક્ષેપ કરી તેમના બહેકવાથી સરકાર નિર્ણય લેતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો...
Comments
Post a Comment