ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની ટ્રિપલ સેન્ચુરી... 1 નું મોત... નવા 17 પોઝીટીવ કેસ સાથે કોરોના વાયરસ નો આંકડો 311 ને પાર...
ભરૂચ-8 અંકલેશ્વર-2 જંબુસર-6 વાલીયા-1 મળી 17 કોરોના પોઝિટિવ...જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 311 પર પહોંચી...
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત વધી રહી છે પરંતુ હજુ પણ લોકોમાં સાવચેતી જોવા મળતી નથી ભરૂચ જિલ્લામાં રોજના 15 થી 18 કોરોના પોઝિટિવ ની સંખ્યા નોંધાઇ રહી છે છતાં લોકોમાં પણ સાવચેતી જોવા મળતી નથી જેના કારણે કોરોના નું સંક્રમણ ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે વધી રહ્યું છે આજે રવિવારના દિવસે પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સેલ્ફ લોકડાઉન ની અપીલ કરી હતી છતાં પણ ઝરમરિયા વરસાદ વચ્ચે પણ ભરૂચ જિલ્લો ધમધમતો જોવા મળ્યો હતો ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં વાહનો અને રાહદારીઓ થી ધમધમતા જોવા મળ્યા હતા તદુપરાંત તમામ વેપાર ધંધા પણ યથાવત રહ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લામાં આજે નવા કોરોના પોઝિટિવ નવા 17 દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ-૮ અંકલેશ્વર-૨ જંબુસર -૬ વાલીયા -૧ મળી 17 કોરોના પોઝિટિવ નોંધાયા હતા અને ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 311 પર પહોંચી હતી ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ ની સંખ્યાઓના પગલે તંત્ર પણ મૂંઝવણ અનુભવી રહ્યું છે....
Comments
Post a Comment