ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ નર્સની તોછડાઈથી દર્દી ત્રાહિમામ... ભરૂચ સિવિલમાંથી અન્ય હોસ્પિટલમાં પહોંચી સારવાર લે તે પહેલા દર્દીએ રસ્તામાં દમ તોડયો...
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કીડનીની બિમારીથી પીડીત એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીને સ્થિતિ થોડી ગંભીર થતા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતી હતી. ૪ થી ૫ દિવસથી દાખલ થયેલા દર્દીની સાથે સ્ટાફ નર્સે તોછડાઈભર્યં વર્તન કરતા હોવાની ફરિયાદ દર્દીની પત્નીએ ઉઠાવી હતી... જેના પગલે તેમના પરિચિત યુવાનોએ હોસ્પિટલમાં પહોંચી સ્ટાફનર્સની તોછડાઈનો વિડિયો ઉતારી વાઈરલ કર્યો હતો... જેને લઈ સ્ટાફનર્સે વધુ આપખુદ બની દર્દીની સાથે અન્યાયી વલણ અપનાવ્યં હતું. દર્દીની પત્નીના કહેવા મુજબ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તેના પતિને શ્વાસ લેવામાં વધુ તકલીફ ઉભી થતાં અને બરાબર ઓકિસજન ન લેવાતા તેમણે સ્ટાફનર્સને જાણ કરી હતી. જોકે સ્ટાફનર્સે તત્કાલ દોડી જઈ ચેક કરવાના સ્થાને અમે ભાગી જવાના નથી, જોઇએ છીએ, કરીએ છીએ, તેવા જવાબો આપ્યા હતા. વિડિયો વાઇરલ થતા ગરમાયેલી સ્ટાફનર્સે દર્દીનું ઓક્સિજન પણ બંધ કરી દીધું હતું. જેના પગલે દર્દીના સગા ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ સિવિલ ખાતે દોડી ગઈ હતી. જ્યાં તેમણે સ્ટાફનર્સ સાથે ફરિયાદ કરતા ચકમક ઝરી હતી. આખરે સિવિલ હોસ્પિટલના સ્ટાફનર્સના તોછડાઈ ભર્યા વર્તનને કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલ સોની પરીવારે તાત્કાલિક રજા લઈ તેને પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર સાથે અન્ય ખાનગી હોસ્પિટલ મા સારવાર મળે તે પહેલાં રસ્તામાંં દર્દીનુંં મોત થયું જેના પગલે પરિવારમાંં શોકનું મોજું ફરી વળ્યું હતું....
Comments
Post a Comment