ભરૂચના અયોધ્યાનગર સોસાયટી પાસે તાલીમ ખેડૂત કેન્દ્રમાં શરૂ કરવામાં આવનાર કોવિંદ-19 ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ....
ભરૂચમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દર્દીઓની સારવાર માટે વિવિધ હોસ્પિટલનું નક્કી કરવામાં આવી રહી છે જેમાં ભરૂચના લિંકરોડ ઉપર આવેલી અયોધ્યાનગર પાસેના કણબી વગા ભરૂચ શહેર ખાતે આવેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે શરૂ કરવામાં આવનાર કોવિડ ૧૯ કોરોના ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ રહેણાક વિસ્તારમાં આવતી હોવાના કારણે સ્થાનિકોને કોરોના નું સંક્રમણ સતાવી રહ્યું હોય જેના પગલે સ્થાનિકોએ હોસ્પિટલ ચાલુ ન કરવાની માંગણી સાથે વિરોધ વ્યક્ત કરી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.. કેટલાક લોકો કોરોના ની સારવાર પણ લઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોરોના ની સારવાર માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ વધી શકે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહયા છે....
Comments
Post a Comment