ગુરુપૂર્ણિમાં પર્વ પર કોરોનાનું ગ્રહણ...ગુમાનદેવ હનુમાન મંદિરે મહંત ના આર્શીવચન મેળવ્યા...અનેક મંદિરે સમૂહ પૂજન બંધ...
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર ભરૂચ જિલ્લાના મંદિરો કોરોના મહામારી ના કારણે તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરેલ જાહેરનામાને ધ્યાનમાં રાખી આજે ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ બંધ રાખેલ તથા આજે આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમો પણ કરાયા ન હતા જોકે સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરના મહંત ના આર્શીવચન ગુરુ ભક્તોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે આશીર્વચન મેળવ્યા હતા ભક્તોએ સોશિયલ ડીસ્ટન અને મોઢા ઉપર માસ્ક પહેરી ભગવાનના પણ દર્શન કર્યા હતા ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી...
ભરૂચ સનાતન ધર્મ ના ગાદીપતિ સોમદાસ બાપુ દ્વારા તેઓના હજારો ભક્તો શિષ્યો ને આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે તેઓના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ બંધ રાખેલ તથા તેઓના રજનીગંધા સોસાયટીમાં આવેલ ગુરૂઆશ્રમ ખાતે તેમના પરિવારજનોએ સહિત સોમદાસ બાપુ એ તેઓના હજારો ભક્તો શિષ્યોને ઓનલાઇન દર્શન આપી તથા સમગ્ર વિશ્વ માં ચાલી રહેલી મહામારીએ હાહાકાર મચાવ્યો છે હાલ ભરૂચ જિલ્લામાં પણ કોરોના ની સંખ્યાનો આંકડો વધતો જઈ રહીયો છે હાલ આંકડો ૩૦૯ થી ઉપર કોરોના પોઝિટિવ પહોંચી ગયા હોય ત્યારે આજે આવા પાવન દિવસે સોમદાસ બાપુ દ્વારા ભગવાન અને ગુરુ ને પ્રાર્થના કરવામાં આવેલ કે આવા પાવન દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે આ કોરોના મહામારી કોરોના જલ્દી ને જલ્દી સમાપ્ત થાય તેવી તેઓ દ્વારા પ્રાર્થના કરેલ અને તેઓના ભક્તોને ઓનલાઇન દર્શન કરાવી ભક્તોને પણ તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી ભગવાનને સોમદાસ બાપુ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી...
તો ભરૂચના દાંડિયા બજાર ના શક્તિપીઠ અંબાજી મંદિરે પણ મંદિરના મહંત મનોહરગીરી મહારાજ ના આર્શીવચન અર્થે ગુરુભક્તો ઉમટ્યા હતા...
તો બીજી તરફ જંબુસરના કાવી કંબોઈ ના મહંત ના આર્શીવચન મેળવવા આવેલા ગુરુ ભક્તોએ સોશીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડ્યા હતા જોકે કેટલાક ગુરુભક્તો ના મોઢા ઉપર માસ્ક પણ જોવા મળ્યા ન હતા અને ખુદ મહંતે પણ મોઢા ઉપર માસ્ક લગાવ્યું નહોતું જેવા ફોટા અને વિડીયો પણ વાયરલ થયા છે...
તો ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય સંસ્કારધામ સ્થિત ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાર્મિક પૂજા કરવામાં આવી હતી તો મંદિરને શણગાર પણ કરવામાં આવ્યો હતો અને હરી ભક્તોએ આર્શીવચન મેળવ્યા હતા...
Comments
Post a Comment