આપણું ભરૂચ ડીજીટલ ભરૂચ... ભરૂચ જીલ્લાના 9 તાલુકાના 100 થી વધુ ગામોમાં મોબાઈલ નેટવર્ક વિના વિદ્યાર્થીઓ Online શિક્ષણથી વંચિત....
2014 ની સાલમાં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝધડીયા તાલુકા માંથી 76 ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો અને નવો તાલુકો બન્યા બાદ રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,તા.પંચાયત,મહિલા આઇટીઆઇ, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત પો.સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આમ છતાં નેટવર્કના અભાવે લોકોને સુવિધા મળવાને બદલે દુવિધાઓ વધી રહી છે...
નેત્રંગ તાલુકાના 21 ગામોમાં 100% આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ ગામોમાં મોબાઇલના ટાવર નહિ હોવાથી નેટવર્ક આવતું નથી. વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે.ઇમરજન્સીમાં પણ આ ગામના લોકોને ઝડપથી મદદ મળી શકતી નથી. આ ગામના લોકો વહેલી તકે મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે.તો ભરૂચ જીલ્લાના 9 તાલુકા ના 100 થી વધુ ગામો માં ઈન્ટરનેટના નેટવર્ક ના અભાવે તાજેતર માં ચાલી રહેલી મહામારી ના સમયે આજે પણ ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો શિક્ષણ થી વંચિત થઈ રહ્યા છે. ત્યારે ડિજિટલ ગુજરાતની વાત કરતી સરકાર આદિવાસી વિસ્તાર અને સ્લ્મ વિસ્તારો માં નિરીક્ષણ કરે તો ખબર પડે ગુજરાત કેટલું ડિજિટલ છે...??
ભરૂચ જીલ્લા માં કેટલાયે ગામો માં નેટવર્ક નો અભાવ હોવાના કારણે મહામારી ના સમયે ગામ માં પોતાનો સમય વિતાવવા માટે નેટવર્ક ના આવતું હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારો માં મોબાઈલ માં નેટવર્ક આવે તે માટે પાણી ની ટાંકી સહિત ઊંચાઈ વાળી જગ્યા ઉપર જવા માટે મજબુર બન્યા છે.ત્યારે મોબાઈલ માં મશગુલ યુવાનો ઊંચાઈ એ થી નીચે પટકાય તો જવાબદાર કોણ?ત્યારે ડીજીટલ ગુજરાત ની વાત કરતી સરકાર ગ્રામ્ય વિસ્તારો માં પણ નેટવર્ક મળી રહે તેવા પ્રયાસો કરે તેવી માંગ ઉઠી રહી છે....
Comments
Post a Comment