ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર ઓક્સિજન વિના કોરોના પોઝિટિવ દર્દી રઝળતો, ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ જવાયો વડોદરા...
ભરૂચમાં કોરોનાએ ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે. પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. બેડ ઓછા પડી રહ્યા છે. ના છૂટકે દર્દીઓને રીફર કરાય છે. જેઓ વડોદરા અથવા સુરત સારવાર માટે દોડે છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી જેને લઈ ભરૂચથી રીફર કરાયેલ દર્દીઓને ફરજિયાત વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. ભરૂચ સિવિલ હૉસ્પીટલમાં બેડ ઓછા હોવાથી આજે બે દર્દીઓએ રીફર કરાયા હતા. જેમને 108માં વડોદરા લઈ જવાતા હતા. જોકે 108માં એક જ ઓક્સિઇજન સિલિન્ડર હોઈ દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એમ્બ્યુલન્સ નબીપુર સુધી પહોંચતા જ એક દર્દીની ઓક્સિજન વિના હાલત કફોડી બની હતી. દર્દીના પુત્રે અકબરે 108ના ચાલક પાસે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પરત લેવડાવી હતી. જ્યાં હોસ્પિટલના પગથિયાં પાસેજ ખુલ્લામાં દર્દી કણસતો રહ્યો હતો. આખરે કોરોના પોઝિટિવ દર્દીના પુત્ર ઓક્સિજન સહિતની ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને વડોદરા લઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ દર્દીને ખૂબ જ સાવચેતી થી લાવવા લઈ જવાનો હોય છે. જે તંત્રની જવાબદારી છે. પરંતુ ભરૂચનું તંત્ર લાપરવાહ હોવાથી લોકો તેના ભોગ બની રહ્યા છે. થોડા દિવસ પહેલાજ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગની લાપરવાહીના કારણે એક કોરોના પોઝિટિવ દર્દી મોત ને ભેટ્યો હોવાનો વિવાદ ઉભો થયો હતો.....
Comments
Post a Comment