ભરૂચ જિલ્લામાં કોરોનાના મૃતદેહની અંતિમ ક્રિયા કરતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી.... નવા ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા આંકડો ૪૨૩ ને પાર....



ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર બાદ મોતને ભેટી રહ્યા છે ત્યારે અંતિમક્રિયાના વાદ વિવાદ વચ્ચે પણ ભરૂચના સ્મશાન ઘાટના સંચાલક ધર્મેશ સોલંકી આવા સમયે પણ સતત કોરોના મૃતદેહના અંતિમ ક્રિયામાં જોતરાયા છે જ્યારે આવા સમયે તંત્ર કોરોના પોઝિટિવના મૃતદેહોથી દૂર રહેતા હોય છે ભરૂચ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓના કોરોના થી મોત થવા સાથે નવા ૨૩ પોઝિટિવ નોંધાયા છે...

ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો થયો છે સાથે કોરોના વાયરસ ની સારવાર લઈ રહેલા દર્દીઓ પણ પોતાનો દમ તોડી રહ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ ના સારવાર દરમિયાન મોત નિપજયા હતા જેમાં ભારતી રો હાઉસ સોસાયટી ના વસંતભાઈ વિઠ્ઠલભાઈ રાણા, મૂળજીભાઈ દુધાભાઈ મારુ આતિથ્ય બંગ્લોઝ નંદેલાવ ભરૂચ તથા હિમાંશુભાઈ ચંપકલાલ મોદી રહેવાસી અમીધરા સોસાયટી ભરૂચ ના ઓનું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા જેઓ ના અંતિમ સંસ્કાર ભરૂચના સ્મશાનગૃહ ના ધર્મેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં બે વ્યક્તિઓના અંકલેશ્વર ખાતે અને એક વ્યક્તિનો ભરૂચના સ્મશાન ઘાટ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી એક તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે તો બીજી તરફ કોરોના પોઝિટિવ ના દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કોરોનાવાયરસ ડામવા સતત નિષ્ફળ નિવડી રહ્યું છે ભરૂચ જિલ્લામાં આજે નવા ૨૩ કોરોના પોઝિટિવ નોંધાયા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પૂનઃ એકવાર લોક ડાઉનની જરૂર જણાઈ રહી છે....

ભરૂચમાં કોરોના પોઝિટિવ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે પરંતુ આ મહામારી ના સમયે મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ તેની અસ્થિ પણ મૃતકના પરિવાર લઈ જવા તૈયાર નથી જેના કારણે મૃતદેહની રાખ અને કોલસા પણ ત્યાં ને ત્યાં જ પડયા રહે છે ત્યારે કોરોનાનો ભય મૃતકના પરિવારોને પણ સતાવી રહ્યો છે તેમ મૃતદેહ અંતિમ ક્રિયા કરનાર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું...

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ મૃતદેહના અંતિમ સંસ્કાર ના વાદ વિવાદ વચ્ચે પણ મોડે મોડે તંત્ર જાગ્યું ખરું પરંતુ એક જ મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે તેવો શેડ બનાવી સંતોષ માણી લીધો છે ત્યારે હાલમાં કોરોના પોઝિટિવના મોતની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે કોરોના પોઝિટિવ મૃતદેહોને ખુલ્લી જગ્યામાં અંતિમ ક્રિયા કરાઈ અને વરસાદ પડે અને ચિંતા ઓલવાઈ જાય તેવી દહેશત ઊભી થવા પામી છે ત્યારે તંત્રએ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....