શુકલતીર્થ નર્મદા નદીના પટમાં લીઝ ધારકો એ કરેલ માટી ખનન ખાડાઓમાં પાણી ભરાતા વધુ 1 નું મોત....
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના પીપળા ફળિયામાં રહેતા દિનેશભાઈ વસાવા નામના વ્યક્તિનો મૃતદેહ નર્મદા નદીના લીઝ ધારકોએ ખોદેલા ખાડામાં પડ્યો હોવાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા જોકે ગ્રામજનોએ દિનેશ વસાવા નું લીઝ ધારકોએ ખોદેલા ખાડામાં વરસાદી પાણી અને નર્મદા નદીમાં દરિયાઇ ભરતીનાં પાણી ખાડાઓમાં ફરી વારતા પશુપાલન અર્થે ઢોર ચરાવવા ગયેલા દિનેશભાઈ વસાવાનું પગ લપસી જવાના કારણે ખાડામાં ડૂબી જવાથી મોત નીપજયું હોવાના આક્ષેપો શુકલતીર્થના ગ્રામજનો કરી રહ્યા છે...
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૫ દિવસ અગાઉ પણ શુકલતીર્થ ગામના એક યુવકનું આવી રીતે ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું અને ગેરકાયદેસર માટી ખનન ચાલી રહયું હોવાના આક્ષેપ માં ગાંધીનગરની ટીમ સ્થળ પર દોડી આવી સ્થળ નિરીક્ષણ કરતા લીઝ ધારકોએ હજારો ટન માટી ગેરકાયદેસર ખનન કરવાના પ્રકરણમાં ૪૮ લાખ રૂપિયાનો દંડ ફટકારી નોટીસ લીઝ ધારકોને આપવામાં આવી હતી ત્યારે વધુ એક ગામના યુવાનનો મૃતદેહ ખાડામાં ભરાયેલા પાણીમાંથી મળી આવતાં શુકલતીર્થ રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે...
જોકે ગેરકાયદેસર લીઝ માફિયાઓએ આડેધડ માટી ખનન કરતા ખાડાઓમાં વરસાદી પાણી અને નર્મદા નદીના દરિયાઇ ભરતીનાં પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓમાં ભરાયેલા પાણીમાં લોકો ડૂબીને મોતને ભેટી રહ્યા છે ત્યારે ભરૂચ નું ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેમ લાગી રહ્યું છે...
Comments
Post a Comment