સુરતની તક્ષશિલા ની ઘટના નું ભરૂચમાં પુનરાવર્તન થાય તો નવાઇ નહીં... બિલ્ડરની લાપરવાહીના કારણે મકતમપુરના એપાર્ટમેન્ટના રહીશોના વિજ-ઉપકરણો ફૂંકાયા...




સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગની ભયંકર ઘટનામાં ૨૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો ના અભાવના કારણે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ નવનિર્માણ પામી રહેલા એપાર્ટમેન્ટો અને સોસાયટીઓમાં ફાયરસેફ્ટી ફરજીયાત હોવું જરૂરી છે પરંતુ ભરૂચના મકતમપુર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક નવનિર્માણ  પામેલા સહજાનંદ એન્કલેવ એપાર્ટમેન્ટ મા ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે તદુપરાંત બિલ્ડરે મકાનોમાં વિજ અથિંગ ન આપ્યું હોવાના કારણે પણ વારંવાર એપાર્ટમેન્ટના વીજવાયરો માં શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે અને રહીશોના વીજ ઉપકરણો વારંવાર ફૂંકાયા રહ્યા છે જોકે વારંવારની રહીશોની બિલ્ડરને રજૂઆત બાદ પણ બિલ્ડરના પેટનું પાણી ન હાલતા આખરે એપાર્ટમેન્ટના રહીશોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી છે આજે સવારે એપાર્ટમેન્ટના ૮ મકાનોમાં વીજવાયરો માં શોર્ટ સર્કિટથી તણખા થતા સ્વીચબોર્ડ સહિત પંખા ટીવી એલઇડી લાઇટ ફ્રીજ સહિતના વીજ ઉપકરણો ફુકાઈ જતા એપાર્ટમેન્ટના રહીશો શોર્ટ સર્કિટના કારણે એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો...

જોકે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં વીજ અર્થીંગ આપ્યું નથી જેના કારણે રહીશોના વીજવાયરો માં શોર્ટ સર્કિટ થી કડાકા-ભડાકા સાથે વીજ ઉપકરણો ફુંકાઈ રહ્યા છે અને આ એપાર્ટમેન્ટ માં આગ લાગે તો પણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવવામાં આવ્યા નથી જેથી આ એપાર્ટમેન્ટમાં મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ.. આજરોજ સવારે અચાનક મકાનોમાં વીજ વાયરો માં તણાખાના કડાકા-ભડાકા થી એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવી  એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા પરંતુ મકાનના રહીશોના વીજ ઉપકરણો ફુકાઈ ગયા છે વારંવારની આવી ઘટનાની જાણ બિલ્ડરને કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરતો હોવાના આક્ષેપ રહીશોએ કર્યા હતા....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....