ભરૂચના સ્ટેશન રોડ ઉપર એક બાઈક ઉપર ૬ યુવાનો ગાડી ઉપર કરી રહ્યા છે સ્ટંટ... શું આ બાઈક પોલીસે લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ....? શું ઇ-ચલણ અપાયું ખરું...?
ભરૂચ શહેરનો સ્ટેશન રોડ શહેરનો મુખ્ય રસ્તો હોવાને કારણે સામાન્યત: દિવસભર વાહનોથી ધમધમતો માર્ગ છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે વહિવટીતંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેેમજ વાહનોમાં બાઇક પર માત્ર બે જ વ્યક્તિઓ અને તે પણ માસ્ક પહેરીને મુસાફરી કરવા માટેનો હૂકમ કર્યો છે. ત્યારે આજે શનિવારે સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં જીજે-16-સીડી-7018 નંબરની એક બાઇકના ચાલકે છ જેટલાં બાળકોને એક સાથે બાઇક પર બેસાડ્યાં હતાં. જે પૈકી ત્રણ બાળકો ફુટરેટ પર ઉભા હતાં. જ્યારે એક બાળક સીટ પર બેસેલાં અન્ય એેક બાળકના ખભા પર બેસેેલો જણાઇ રહ્યો હતો. બાઇક ચાલક સંતુલન ગુમાવે કે પછી કોઇ રાહદારી કે અન્ય વાહન સાથે ટક્કર થાય તો મોટી જાનહાની થાય તેવી શક્યતાઓ વચ્ચે બાઇક ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
Comments
Post a Comment