દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કોરોના નું ગ્રહણ....
હાલ ગુજરાત મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન ઉદ્યોગ ખુબ મોટાપાયે વિકસ્યો છે ત્યારે લાંબા સમયથી સતત દેશવિદેશના પ્રવાસીઓથી ધમધમતા કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારને જાણે કોરોના ની નજર લાગી હોઈ તેમ લાગી રહ્યું છે અને તેમાં ધન્ધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુક્સાનીનો સામનો કરવો પડી રહ્યો છે...
હાલ કેટલાક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તો આવે તો છે પરંતુ હાલ સેહલાની ઓ માટે સરદાર સરોવર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ બંધ હોવાથી કેટલાક પ્રવાસી ઓ અનલોક -2 મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલી ગયું હશે તેવા વહેમ સાથે આવી પોહચે છે પરંતુ વેરા મોઢે પાછા ફરવાનો વારો આવતા લોકો નિરાશ થઈ પાછા ફરે છે..
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની હજારો સહેલાણીઓ રોજ મુલાકાત લેતા હોય છે.. પરંતુ હાલ કોરોના મહામારી ને લઈ તમામ પ્રવાસન સ્થળ હાલ બંધ છે જેમાં ગુજરાત પ્રવાશન વિભાગ ને પણ કરોડો રૂપિયા નુ નુક્શાન થઈ રહેલ છે...
Comments
Post a Comment