શું અખબારી યાદીનું પાલન ભક્તો કરશે ખરા..? ભરૂચ જિલ્લામાં કોરોના અને શંકાસ્પદ 5 ના મોત નવા 33 કોરોના પોઝિટિવ નોંધાયા...






ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે છતા લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે કેટલાય કોરોના પોઝિટિવ દર્દીઓને ભરૂચની સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર ન મળવાના કારણે વડોદરા અને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે ત્યારે તેવા જ બે દર્દીઓ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં થી વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવ્યા છે ત્યારે ભરૂચમાં કોરોના ની સારવાર માટે દર્દીઓની હાલત કફોડી બની રહી છે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ તથા વડોદરા ની હોસ્પિટલમાં ભરૂચ જિલ્લાના પાંચ જેટલા દર્દીઓના કોરોના અને શંકાસ્પદ રીતે મોત નિપજ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અંકલેશ્વર ૧૬, ભરૂચ ૧૩, જંબુસર ૧, નેત્રંગ ૧, હાસોટ ૨ મળી ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે હજુ પણ કોરોના વકરી રહ્યો છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ નક્કર નિર્ણય લઇ શકતું નથી આવતીકાલે વહેલી સવારે દશામાં વિસર્જન અર્થે પણ કોઈપણ જાતનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં પ્રેસનોટ જાહેર કરાઈ છે જેમાં દશા માતાજીનું વિસર્જન ભક્તોએ પોતાના ઘરે જ કરવાનું રહેશે ત્યારે આ અખબારી યાદીનું પાલન ભક્તો કરશે ખરા..? અને નહીં કરે તો નર્મદા નદીના ઘાટ ઉપર લોકોનું માનવ મહેરામણ ઉમટી પડશે અને કોરોના વકરે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે દશા માતાજીના વિસર્જન અંગે કોઈ જ વ્યવસ્થા ઊભી ન કરી હોવાના કારણે ભક્તોમાં પણ નારાજગી સાથે ભક્તો હવે દશામાતાજી સાથે આત્મનિર્ભર બની રહ્યા છે ભક્તોએ હવે આત્મનિર્ભર બની દશા માતાજી ને ક્યાં વિસર્જન કરવા તે પ્રશ્ન મૂંજવાઈ રહ્યો છે જોવું રહ્યું કે હજુ પણ ભરૂચ જિલ્લામાં કોરોના કેટલો વકરતો રહેશે...

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....