ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો....ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ... ભરૂચ નગર-પાલિકાની પ્રિમોન્સુન કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાના આક્ષેપ....
ભરૂચ જીલ્લા માં ગત મોડી રાત્રી થી અચાનક વાતાવરણ માં પલટો આવતા ઝરમરીયા વરસાદ બાદ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ માં ઠંડક પ્રસરી જવા સાથે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ જવાથી કેટલાક લોકો એ જાગરણ ની રાત વીતાવાનો વાળો આવ્યો હતો.સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ ના કારણે ભરૂચ ના સતત વાહનો થી ધમધમતા પાંચબત્તી સર્કલ નજીક ગાર્ડન મસ્જીદ નજીક ની ખુલ્લી ગટર જામ થઈ જવાના કારણે સતત પાણી નો ભરાવો થયો હતો.જોકે આ સમસ્યા પણ ભરૂચ નગર પાલિકા હલ કરી શકી નથી.ચોમાસા ના ચાર મહિના ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકો ને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે અને જાહેરમાર્ગ ઉપર ખુલ્લી કાંસ ની કુંડી વાહન ચાલકો માટે પણ અકસ્માત ને આમંત્રણ આપતી સાબિત થઈ રહી છે..
તો બીજી તરફ ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના ફાટા તળાવ અને ચાર રસ્તા માં ઘૂંટણ અને કમરસમા પાણી જાહેરમાર્ગો ઉપર થી પસાર થતા ભરૂચ ના આ વિસ્તાર ના લોકો ની હાલત પણ કફોડી બની છે.ત્યારે જાહેરમાર્ગો ઉપર થી વરસાદી પાણી વરસાદ ના વિરામ બાદ પણ વહેતું રહેતા ખુલ્લી ગટરો પણ વાહનચાલકો અને રાહદારીઓ ને પાણી ના વહેણ માં ન દેખાતી હેવાના કારણે ખુલ્લી કાંસો પણ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.ત્યારે ચાર રસ્તા અને ગાંધી બજાર ના જાહેરમાર્ગો ઉપર થી પસાર થતું વરસાદી પાણી માં ખુલ્લી કાંસો પણ દુકાનદારો અને ખરીદી અર્થે આવતા ગ્રાહકો ને જીવલેણ બની રહી છે....
ભરૂચ માં વરસાદી ઋતુ નો પ્રારંભ થતા જ ફાટાતળાવ, ડભોઈયાવાડ, ગાંધી બજાર, ચાર રસ્તા,પાંચબત્તી, સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર સહિત ભરૂચ ના અનેક વિસ્તારો માં વરસાદ ના વિરામ બાદ પણ સતત પાણી ભરાઈ રહેતા લોકો એ પણ કોરોના મહામારી ના સમયે વધુ એક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરવા સાથે ભરૂચ નગર પાલિકા ની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર દેખાડવામાં આવે છે,પરંતુ ભરૂચ માં વરસાદી પાણી ની સમસ્યા યથાવત રહી છે અને કાંસ સફાઈ ના નામે લાખો રૂપિયા નું આંધણ કરાતું હોય તેવા પણ આક્ષેપો વિપક્ષીઓ કરી રહ્યા છે.
Comments
Post a Comment