ઈન્ડસ્ટ્રીઝ એકમો માં બહાર થી આવતા કામદારો ઉપર રોક લગાવતો પરિપત્ર જાહેર કરતુ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર....
ભરૂચ જીલ્લા માં સતત કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને મોડે મોડે પણ જાગેલા તંત્ર એ ભરૂચ જીલ્લા માં સવારના 7 થી સાંજ ના 4 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકશે અને ત્યાર બાદ સદંતર બજારો બંધ રાખવાનું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ તાત્કાલીક પ્રસિદ્ધ કર્યું છે... ત્યારે ભરૂચ જીલ્લા માં લોક ડાઉન ના સમય ગાળા દરમ્યાન બેરોજગાર બનેલા પરપ્રાંતીયો પોતાના વતન પહોંચી જતા ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા... ત્યારે કેટલાક ઉદ્યોગો માં કામદારો ને અન્ય રાજ્ય અને જીલ્લાઓ માંથી લાવવામાં આવી રહ્યા છે... જેના કારણે બહાર થી આવતા લોકો કોરોનાને સાથે લઈ ને આવતા હોય અને તેવા કામદારો અન્ય લોકો ના સંર્પક માં આવતા કોરોના વાયરસ નું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું હોવાના અનુમાન ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સર્વે માં ઓદ્યોગિક વસાહતો માંથી કોરોના નું સંમક્ર્ણ વકરી રહ્યું હોવાની વાત ને લઈ આખરે ભરૂચ જીલ્લા ના પ્રભારી શાહમીના હુસેને વિવિધ વિસ્તારોની અને કન્ટેનમેન્ટ એરિયાઓ ની મુલાકાત લઈ કોરોના સંક્રમણ ને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છે...પંરતુ કોરોના નું સંક્રમણ જીલ્લા માં સતત વધી રહ્યું છે અને ભરૂચ જીલ્લા ની સાત ઓદ્યોગિક વસાહતો માં ધમધમી રહેલા ઉદ્યોગો માં કામદારો ને રાજ્ય અને અન્ય જીલ્લાઓ માંથી લાવતા હોવાના ના પગલે કોરોના નું સંક્રમણ વધુ રહ્યું હોવાના પગલે ભરૂચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભરૂચ જીલ્લા ઈન્ડસ્ટ્રીયલ એઓસિએશન તથા તમામ એકમો ને સંબોધતું પ્રતિબંધિત પત્ર ઈશ્યુ કરવામાં આવ્યું છે...
Comments
Post a Comment