Posts

Showing posts from September, 2020

ભરૂચનું વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું "ઓસારા મંદિર" કોરોનાની મહામારીના કારણે હજુ પણ બંધ : ગેટની બહાર ભક્તો કરી રહ્યા છે દર્શન....

Image
  ભરૂચ જીલ્લામાં કોરોનાની મહામારી છેલ્લા ૭ મહિનાથી ચાલી રહી છે અને આ મહામારી ભયંકર હોવાના કારણે તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવાયા હતા.પરંતુ કોરોના થી ક્યાં સુધી ડરી ને રહીશું તેવા નિર્ણયને લઈ સરકારે પણ ધાર્મિક સ્થળો ખોલવા માટેની પરવાનગી સાથે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે.છતાં પણ ભરૂચના ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે તેમજ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ દર્શન અર્થે ખુલતા મંદિરોમાં ભક્તોનો ધસારો થતો હોવાના કારણે સરકાર ના નીતિ નિયમોનું પાલન ન થાય તેવી દહેશત ના પગલે મંદિરો હજુ પણ બંધ રાખ્યા છે.જેના કારણે ભક્તો મંદિરના ગેટની બહાર દર્શન કરી વિલા મોઢે ફરી રહ્યા છે.  પરંતુ ભરૂચ જીલ્લામાં વિશ્વ શાંતિ ઓસારા મહાકાળી માતાજીનું મંદિર જે માત્ર દર મંગળવારે જ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવતા મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ ઉમતા હોવાના પગલે મંદિર સંકુલ ભક્તો થી ઉભરાઈ ઉઠતું હોય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ તેવી દહેશતના પગલે હજુ પણ માતાજીનું મંદિર બંધ રાખવામાં આવતા દર મંગળવારે ઓસારા મંદિરે દર્શન અર્થે ગુજરાતભર માંથી દર્શનાર્થીઓ આવતા હોવાના કારણે મંદિર પણ બં

કોરોના વોરિયર્સ / ભરૂચના મુસ્લિમ યુવાનની અનોખી માનવતા, 217 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા....

Image
કોરોનાના કેર વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મૃત્યુનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભરૂચમાં કોરોનાની મહામારીને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલ સ્મશાન ગૃહોમાં આજુ બાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવેલ ત્યાર બાદ તંત્ર દ્વારા એક અલગ સ્મશાન અંકલેશ્વર તરફ ના છેડે ગોલ્ડન બ્રિજની બાજુ આવેલ નવા બ્રીજ નીચે ઉભુ કરવામાં આવ્યું હતું.... જે તારીખ 20/07/2020 થી ભરૂચ નગર  પાલિકા દ્વારા કોવિડથી મરણ પામતા મૃતદેહો માટે અગ્નિસંસ્કાર કરવા માટે પાંચ સ્વયંસેવસકોની ટીમ સાથે સામાજિક ક્ષેત્રે જોડાયેલ ધર્મેશ સોલંકી સાથે કોન્ટ્રાકટ કરી કરાર કરવામાં આવેલ આ પાંચ સ્વયંસેવકો ની ટીમમાં એક ડ્રાઈવર પણ સામેલ કરવાનો પ્રશ્ન આવ્યો ડ્રાઈવર કોણ તે સમયે એકાએક એક ઈરફાન નામનો યુવાન કે જે ડ્રાઇવિંગ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ધર્મેશ સોલંકી ઈરફાન પાસે જઈ તેને જણાવેલ કે આ રીતે કોરોનાના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે એક ડ્રાઈવર ની જરૂરત છે તમને ફાવશે ઇરફાને કોઈ પણ જાતના વિચાર કર્યા વિના હા પાડી દીધેલ અને જણાવેલ કે હું મુસ્લિમ હોઈ પણ હીન્દ જ્ઞાતિવાદમાં માનતો નથી હું ફક્ત ને ફક્ત માનવતામાં

સરદાર સરોવર ડેમ ઓવરફ્લો કરી પ્રધાનમંત્રીને તેમના જન્મદિન નિમિત્તે ભેટ અર્પણ કરી...

Image
  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૭ મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય.  નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્

ભરૂચનું કોંવિંડ-19 સ્મશાન પણ નાનું પડ્યું : 3 દિવસમાં 17 દર્દીના મોત જ્યારે 67 પોઝિટિવ નોંધાયા....

Image
  ભરૂચ જિલ્લામાં કોરોના હાહાકાર મચાવ્યો છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓ દિવસેને દિવસે દમ તોડી રહ્યા છે જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર કોરોનાવાયરસ ને નાથવા સદંતર નિષ્ફળ નિવડયું છે અને જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવે છે તે વિસ્તારને પણ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાં બાદ પણ સીલ કરવામાં આવતા નથી જેના કારણે પણ કોરોના સતત વધી રહ્યો છે તો ભરૂચ જિલ્લામાં માત્ર ત્રણ દિવસમાં ૬૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે... ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં ૧૭ દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં (૧) પટેલ હોસ્પિટલ માં મંગલતીર્થ સોસાયટીના ૬૬ વર્ષીય મહિલા દર્દીનું શંકાસ્પદ મોત નિપજયુ હતુ (૨) આજ પટેલ હોસ્પિટલમાં સમીર ઇલેક્ટ્રોનિક નવા બજાર કોસંબા ના ૮૧ વર્ષીય દર્દીની પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું (૩) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંગા જમના સોસાયટી આદર્શ સ્કૂલ પાછળ અંકલેશ્વરના પણ કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું (૪) ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા શુભમ સોસાયટી ના ૮૯ વર્ષીય પણ મોત નીપજ્યું હતું (૫) પટેલ વેલફેર હોસ્પિટલમાં લખી ગામ વાગરા માતા ફડ્યાના ૫૯ વર્ષ

પાલેજની કાર્બન કંપનીની ચમચાગીરી કરનારો ભાજપનો તાલુકા ઉપપ્રમુખ ભૂગર્ભમાં ઉતર્યો, મોબાઈલ સ્વીચ ઓફ....

Image
ભરૂચના ભાજપ તાલુકા ઉપપ્રમુખ મીડિયાને ખરીદવા નીકળ્યા હતા મીડિયાએ પણ પોતાનો પાવર બતાવી તાલુકા ઉપપ્રમુખ ને તેની ઓકાત  બતાવી જેના પગલે ઉપપ્રમુખે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેવાની ફરજ પડી અને ભાજપ ઉપ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા પરંતુ કંપની સત્તાધીશો રઘવાયા બન્યા કંપની બંધ થવાની બીકે મજૂરોને આગળ કરી સાંસદ પાસે રજૂઆત કરવા મોકલ્યા હતા... પાલેજ ની કાર્બન કંપની માંથી  ઉડી રહેલા  પાવડરથી ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થયું હતું ગ્રામજનો મીડિયાના શરણે આવ્યા હતા મીડિયાએ પણ સમગ્ર ઘટનાને લોકો સુધી મુકતાની સાથે જ ભાજપના તાલુકા ઉપપ્રમુખ ચમચાગીરી કરવા ઉતરી આવ્યા અને મીડિયા વિશે અપશબ્દ બોલતો ઓડિયો વાયરલ થતાં મીડિયાએ પણ ભાજપના તાલુકા ઉપપ્રમુખ ને તેની ઓકાત બતાવી દેતા કંપની સત્તાધીશોને પોતાની કંપની બંધ થવાની બીકે કંપનીમાં કામ  કરી રહેલા મજુર વર્ગને આગળ કર્યો છે જોકે તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તો ભૂગર્ભમાં ઉતરી ગયા પરંતુ કંપની સત્તાધીશો ની ઊંઘ હરામ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે...  ગત માર્ચ મહિનાથી કોવિડ-19 કોરોના વાયરસ ની મહામારી ના કારણે પાલેજથી પાનોલી સુધીમાં અનેક કંપનીઓ બંધ થઇ જવા પામી છે. જેના લીધે સ્થાનિક લ

ભરૂચમાં ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી Online પૈસા ઉપાડી ફ્રોડનુ નેટવર્ક ચલાવતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા.....

Image
ટેકનીકલ એવીડન્સ મેળવી તપાસ કરતા જાણવા મળેલ કે, આરોપી મિલન સુરાણી પોતાના લેપટોપ માં સ્ક્રેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લીંક બનાવી તેને મોબાઇલ ધારકના મોબાઇલ માં નોટીફીકેશન મોકલી મેસેજ કરી તેઓની સાથે ઓનલાઇન ફ્રોડ કરી પોતાના ડમી ફોન પે એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરી પોતાના મિત્રોના પે.ટી.એમ તથા બેંક એકાઉન્ટ માં પૈસા જમા કરાવી આ પૈસા કેશ વિડ્ડો કરાવતો હોવાની હકીકતના આધારે પ્રથમ આરોપી નં (૧) પ્રતિકભાઇ જયસુખભાઇ ધડુક ઉ.વ ર૩ રહે, એમ - ૪૦૩ વિક્ટોરીયા ટાઉનશીપ પાસોદરા પાટીયા કામરેજ સુરત, મુળ રહે, ગામ દાતરડી તા રાજુલા જી અમરેલી (૨) પીયુશ અશોકભાઇ ગજેરા ઉ.વ ૨૧ રહે, ૧૩૮ શ્યામ રો હાઉસ વેલણજા સુરત, મુળ રહે, રૂપાવટી તા મહુવા જી ભાવનગર (૩) રવિ વલ્લભભાઇ પટોડીયા ઉ.વ ૨૩ રહે, મ.નં ૮૪ એચ.આર.પી બંગ્લોઝ કેનાલ રોડ કામરેજ સુરત. મુળ રહે, ચાંન્દ્રાવાણી તા મેંદરડા જી જુનાગઢ નાઓને અટક કરવામાં આવેલ હતા જેઓની પુછપરછ દરમ્યાન આરોપી તરીકે (૧) મિલન સંજયભાઇ સુરાણી રહે, શેરી નં ૧ શક્તી સોસાયટી પ્રેડક રોડ રાજકોટ જી રાજકોટ (૨) વિવેક મનસુખભાઇ વરસાણી રહે, શેરી નં ૩3 ગાયત્રી સોસાયટી ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ રાજકોટ ના

કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફના અભાવે દર્દીઓ સારવાર માટે જમીન પર....

Image
  ભરૂચ સિવિલ હોસ્પીટલ વીજ પુરવઠો,જનરેટર સહીતના અનેક મુદ્દે વિવાદ માં રહી છે અને દર્દીઓ ને પીવાના પાણી સુધ્ધા ન મળતું હોય તેવી ફરિયાદો પણ વારંવાર ઉઠવા પામી હતી.ત્યારે કોરોના ની મહામારી ના સમયે ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સ સ્ટાફના અભાવે પુનઃ વિવાદ માં આવી છે.સિવિલ હોસ્પીટલ માં માત્ર 3 નર્સ હોવાના કારણે તમામ વોર્ડ માં નર્સો પહોંચી શકતી નથી જેના કારણે કેટલાક દર્દીઓ ને એક જ વોર્ડ માં રાખવામાં આવી રહ્યા છે.જેના પગલે એક જ વોર્ડ વધુ પ્રમાણ માં દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે.જેના કારણે એકબીજા ના સંર્પક માં આવવાના કારણે દર્દીઓ ને પણ કોરોના નો ભય સતાવી રહ્યો છે.તો કેટલાક દર્દીઓને બેડના અભાવે જમીન ઉપર સારવાર લેવાની ફરજ પડી રહી છે.જેમાં ફરી એકવાર સિવિલ હોસ્પીટલ ની ઘોરબેદરકારી સામે આવી છે. ભરૂચ જીલ્લા ની એકમાત્ર સિવિલ હોસ્પીટલ ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો માટે આશીર્વાદરૂપ ગણવામાં આવે છે.પરંતુ સિવિલ સત્તાધીશો ની ઘોરબેદરકારી અને નર્સ સ્ટાફના અભાવે દર્દીઓ ની નિયમિત પ્રમાણે સારવાર થતી નથી જેના કારણે પણ દર્દીઓ જીવ ગુમાવતા હોય છે.ભરૂચ સિવિલ હોસ્પીટલ કરોડો ના ખર્ચે નિર્માણ પાણી છે.પરંતુ નર્સ સ્ટાફના અભાવે અ

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં જાહેરમાં કરાય છે PPE કીટ નો નિકાલ, મેડકિલ વેસ્ટના પોટલાથી ઉભરાવવા સાથે પોટલા જાહેરમાં રઝળતા...

Image
ભરૂચ સિવિલ હોસ્પીટલ હરહંમેશા વાદવિવાદ માં રહેતી હોય છે અને કોરોના પોઝીટીવ દર્દીઓના મોત બાદ પણ સિવિલ સત્તાધીશો ઉપર દર્દીઓ ના સગાસબંધીઓ એ વારંવાર આક્ષેપો પણ કર્યા છે. તેમ છતાં સિવિલ સત્તાધીશો માં કોઈ સુધારો જોવા મળતો નથી. કોરોના પોઝીટીવ સહીત ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવાયેલી પીપીઈ કીટ નો જાહેરમાં નિકાલ કરાતો હોવાનો વિડીયો થોડા દિવસ અગાઉ વાયરલ થયો હતો. ત્યારે આજે સવારે સિવિલ હોસ્પીટલ ના ટ્રોમા સેન્ટર ના પ્રવેશદ્વાર નજીક કચરાના ડસ્ટબીનમાં દર્દી માટે વપરાયેલી પીપીઈ કીટ તથા માસ્ક નો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ ડસ્ટબીનમાં રહેલી પીપીઈ કીટ સિવિલ માં આવતા લોકો માંથી કોઈ સંક્રમિત થાય તો જવાબદાર કોણ..? અને સંક્રમિત થયેલો વ્યક્તિ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરે તેવા પ્રશ્નો ઉભા થયા છે. તો ભરૂચ સિવિલ હોસ્પીટલ માંથી નીકળો મેડીકલ વેસ્ટ નો નિકાલ પણ  સિવિલ હોસ્પીટલ ની પાછળના ભાગે રહેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક ની કચરાપેટી માં પ્લાસ્ટિક ના કોથળોઓમાં ભરી નિકાલ કરવામાં આવે છે.પરંતુ કચરા પેટી પણ પ્લાસ્ટિક ના કોથળાઓ થી ઉભરાઈ રહી છે અને કેટલાય મેડીકલ વેસ્ટ ના પ્લાસ્ટિકના  પોટલા જાહેરમાર્ગ ઉપર ર

ભરૂચના covid - 19 સ્મશાનમાં 45 દિવસમાં કોરોના અને શંકાસ્પદ 170 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા...

Image
ભરૂચ માં નર્મદા નદીમાં પૂર વચ્ચે પણ કોરોના વાયરસ નું સંક્રમણ પણ વકરી રહ્યું છે અને સારવાર લઈ રહેલા દર્દીઓ હોસ્પીટલ માં દમ પણ તોડી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર ખુલ્લા માં કરવાની ફરજ પડી રહી છે.. ભરૂચ જીલ્લામાં કોરોના ની સંખ્યા માં વધારો થવા સાથે મૃતકો ની સંખ્યા માં પણ વધારો થઈ રહ્યો છે.ત્યારે કોવિદ-19 સ્મશાન ખાતે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરાવનાર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ રોજના 5 થી 8 મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરાઈ છે અને 45 દિવસ માં કોવિદ-19 સ્મશાન માં 170 જેટલા કોરોના અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે લોકો માં સાવચેતી આવે તે જરૂરી છે.....  

અંતિમ સંસ્કાર માટે માત્ર 1 જ શાંતિવન સ્મશાન : અંતિમ સંસ્કાર માટે સ્વજનો મૃતદેહ સાથે વેટીંગમાં, ઘાટ નજીકના સ્મશાનો પાણીમાં ગરકાવ....

Image
ઉપરવાસમાં ભારે વરસાદ ના પગલે સરદાર સરોવર ડેમમાં સતત પાણી ની આવક થતા સરદાર સરોવર ડેમ માંથી સતત પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જેના પગલે નર્મદા નદી માં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા પૂર ના પાણી ખેતરો તથા નિચાણવાળા વિસ્તારો માં ફરી વળ્યાં છે. તો ભરૂચ ના પૂર્વ પટ્ટી ના ગ્રામ્ય વિસ્તારો ના નર્મદા નદી ના ઘાટો ઉપર આવેલા સ્મશાનો તથા અંકલેશ્વર,ઝઘડિયા,બોરભાઠા સહીત ભરૂચ ના ઝાડેશ્વર તેમજ પશ્ચિમ વિસ્તાર ના બહુચરાજી ઓવારા,કુકરવાડા સહીત ના નર્મદા નદી ના ઘાટો ઉપર આવેલા સ્મશાનો નર્મદા નદીમાં પૂર ના પાણી માં ગરકાવ થઈ ગયા છે. જેના પગલે ભરૂચ માં કુદરતી કે આકસ્મિક મૃત્યુ પામતા મૃતદેહો ને અંતિમ સંસ્કાર માટે પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.ત્યારે ભરૂચ ની એક માત્ર શાંતિવન સ્મશાન નર્મદા નદી ના ઘાટ થી 500 મીટર દૂર અને અંદાજીત 40 ફૂટ ઊંચાઈએ આવેલું હોવાના કારણે પૂરના પાણી સ્મશાન માં પ્રવેશતા નથી જેના કારણે એક માત્ર શાંતિવન સ્મશાન ખાતે મૃતદેહો ની અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમ પણ અંતિમ સંસ્કાર કરવા માટે સ્વજનો એ મૃતદેહ સાથે વેટીંગ માં બેસવાનો વાળો આવ્યો છે. ત

ભરૂચના ડુંગળી શેરપુરા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને વલખા, 5000 પરિવારોની હાલત કફોડી.....

Image
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બે દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાની 5000 પરિવારોને પીવાના પાણીનો પુરવઠો પૂરૂ પાડતી જર્જરિત પાણીની ટાંકી ડુંગળી શેરપુરા ની ધસી પડી હતી જેમાં પશુઓના મોત થયા હતા પરંતુ મોટી હોનારત મળી હતી કાટમાળ દૂર કર્યા બાદ 5000 પરિવારોને પીવાના પાણીનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકાને નગરસેવકોએ ઉગ્ર રજૂઆત કરતાં નગરપાલિકા દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કર સુવિધા શરૂ કરી છે રાતદિવસ નગરપાલિકાનું પાણી ભરેલું ટેન્કર આવતાની સાથે જ લોકો પાણી ભરવા માટે લાંબી કતારો જમાવી પડાપડી કરી રહ્યા છે છતાં પણ કેટલાય લોકોના હાથે પીવાનું પાણી ન આવતા વિલા મોઢે પરત ફરવાનો વારો પણ આવી રહ્યો છે... અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજેતરમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી ના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ફરજિયાત થઇ ગયું છે પરંતુ ભરૂચ નગરપાલિકા નું ટેન્કર આવતાની સાથે જ લોકો પીવાના પાણી માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલીને પણ પાણી ભરવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે આવા સમયે કોરોના વકરશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે.... ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પ