ભરૂચનું કોંવિંડ-19 સ્મશાન પણ નાનું પડ્યું : 3 દિવસમાં 17 દર્દીના મોત જ્યારે 67 પોઝિટિવ નોંધાયા....

 


ભરૂચ જિલ્લામાં કોરોના હાહાકાર મચાવ્યો છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓ દિવસેને દિવસે દમ તોડી રહ્યા છે જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર કોરોનાવાયરસ ને નાથવા સદંતર નિષ્ફળ નિવડયું છે અને જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવે છે તે વિસ્તારને પણ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાં બાદ પણ સીલ કરવામાં આવતા નથી જેના કારણે પણ કોરોના સતત વધી રહ્યો છે તો ભરૂચ જિલ્લામાં માત્ર ત્રણ દિવસમાં ૬૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે...

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં ૧૭ દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં (૧) પટેલ હોસ્પિટલ માં મંગલતીર્થ સોસાયટીના ૬૬ વર્ષીય મહિલા દર્દીનું શંકાસ્પદ મોત નિપજયુ હતુ (૨) આજ પટેલ હોસ્પિટલમાં સમીર ઇલેક્ટ્રોનિક નવા બજાર કોસંબા ના ૮૧ વર્ષીય દર્દીની પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું (૩) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંગા જમના સોસાયટી આદર્શ સ્કૂલ પાછળ અંકલેશ્વરના પણ કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું (૪) ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા શુભમ સોસાયટી ના ૮૯ વર્ષીય પણ મોત નીપજ્યું હતું (૫) પટેલ વેલફેર હોસ્પિટલમાં લખી ગામ વાગરા માતા ફડ્યાના ૫૯ વર્ષીય દર્દીની પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું (૬) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જયેશ નગર અદાંડા અંકલેશ્વરના ૫૬ વર્ષીય દર્દીનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયુ હતું (૭) ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ માં ચોરંડા કરજણ જિલ્લાના ૬૪ વર્ષીય દર્દીની સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું(૮) ભરૂચની ગ્લોબલ હોસ્પિટલમાં ચાવજ કરમાડીયા ખડકી ભરૂચના ૬૯ વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું (૯) ભરૂચની ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલમાં નવી વસાહત ના ૭૭ વર્ષે દર્દીનું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું (૧૦) ભરૂચની આર.કે હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા મીરા નગર સોસાયટી લિંક રોડ ભરુચ ના ૬૦ વર્ષીય દર્દીનું મોત નિપજયુ હતું (૧૧) ભરૂચના પટેલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા  થાણા ફળિયા જગડીયા ભરૂચના ૫૫ વર્ષીય પણ મોત નીપજ્યું હતું (૧૨) ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પલ સી.ટી પંડવાઈ રોડ અંકલેશ્વરના ૬૮ વર્ષીય દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજયુ હતું (૧૩) ભરૂચની પટેલ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા પાંચ કંડા જંબુસર ભરૂચ ના ૬૦ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું (૧૪) પટેલ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા બિરલા સેલ્યુલોજીક બિરલાધામ ભરુચના ૯૨ વર્ષે દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું (૧૫) પારિજાતક સોસાયટીના ૬૧ વર્ષીય દર્દીને ઘરે થી વડોદરા સારવાર અર્થે લઈ જાય તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું (૧૬) ફલશ્રુતિ નગરની દિવ્ય જીવન સંઘ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ધારીયા શેરી લલ્લુભાઈ ચકલા ભરૂચના ૬૮ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું (૧૭) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શ્રીજી મંદિર ની ખડકી લલ્લુભાઈ ચકલા ના રહીશ ૭૨ વર્ષીય દર્દીનો પણ કોરોના ની સારવાર દરમિયાન મોત જેના પગલે ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં જ કોરોના અને શંકાસ્પદ ૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે...

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં ૬૭ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જેમાં ૭ સપ્ટેમ્બર ના રોજ ૨૦, ૮ સપ્ટેમ્બરના રોજ ૨૩, ૯ સપ્ટેમ્બરના રોજ ૨૪ મળી ૬૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા જેના પગલે ભરૂચ જિલ્લામા કોરોના પોઝિટિવ ની સંખ્યા વધી રહી છે અને સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રએ પણ હવે કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર છે...


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....