કોરોના વોરિયર્સ / ભરૂચના મુસ્લિમ યુવાનની અનોખી માનવતા, 217 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા....
કોરોનાના કેર વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મૃત્યુનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભરૂચમાં કોરોનાની મહામારીને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલ સ્મશાન ગૃહોમાં આજુ બાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવેલ ત્યાર બાદ તંત્ર દ્વારા એક અલગ સ્મશાન અંકલેશ્વર તરફ ના છેડે ગોલ્ડન બ્રિજની બાજુ આવેલ નવા બ્રીજ નીચે ઉભુ કરવામાં આવ્યું હતું....
જે તારીખ 20/07/2020 થી ભરૂચ નગર પાલિકા દ્વારા કોવિડથી મરણ પામતા મૃતદેહો માટે અગ્નિસંસ્કાર કરવા માટે પાંચ સ્વયંસેવસકોની ટીમ સાથે સામાજિક ક્ષેત્રે જોડાયેલ ધર્મેશ સોલંકી સાથે કોન્ટ્રાકટ કરી કરાર કરવામાં આવેલ આ પાંચ સ્વયંસેવકો ની ટીમમાં એક ડ્રાઈવર પણ સામેલ કરવાનો પ્રશ્ન આવ્યો ડ્રાઈવર કોણ તે સમયે એકાએક એક ઈરફાન નામનો યુવાન કે જે ડ્રાઇવિંગ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ધર્મેશ સોલંકી ઈરફાન પાસે જઈ તેને જણાવેલ કે આ રીતે કોરોનાના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે એક ડ્રાઈવર ની જરૂરત છે તમને ફાવશે ઇરફાને કોઈ પણ જાતના વિચાર કર્યા વિના હા પાડી દીધેલ અને જણાવેલ કે હું મુસ્લિમ હોઈ પણ હીન્દ જ્ઞાતિવાદમાં માનતો નથી હું ફક્ત ને ફક્ત માનવતામાં માનું છું માટે મને કોઈ જ વાંધો નથી ત્યાર બાદ તેને ટીમ લીધો હતો અને જ્યારે પોતાના સ્વજન પી.પી.ઈ. કિટ પહેરવા સુધ્ધા તૈયારન હોઈ તેવા સમયમાં ઈરફાન પી.પી.ઈ. કિટ પહેરી લેતો અને ત્યારથી આજદિન સુધી માં 217 જેટલા મૃતદેહોના કોવિડ સ્મશાન અગ્નિસંસ્કારમાં આ મુસ્લિમ યુવાન હિન્દુઓ સાથે ખભે થી ખભો મીલાવી એક માનવતા ને મહેક પસરાવી રહ્યો છે.
Comments
Post a Comment