ભરૂચનું વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું "ઓસારા મંદિર" કોરોનાની મહામારીના કારણે હજુ પણ બંધ : ગેટની બહાર ભક્તો કરી રહ્યા છે દર્શન....

 


ભરૂચ જીલ્લામાં કોરોનાની મહામારી છેલ્લા ૭ મહિનાથી ચાલી રહી છે અને આ મહામારી ભયંકર હોવાના કારણે તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવાયા હતા.પરંતુ કોરોના થી ક્યાં સુધી ડરી ને રહીશું તેવા નિર્ણયને લઈ સરકારે પણ ધાર્મિક સ્થળો ખોલવા માટેની પરવાનગી સાથે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે.છતાં પણ ભરૂચના ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે તેમજ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ દર્શન અર્થે ખુલતા મંદિરોમાં ભક્તોનો ધસારો થતો હોવાના કારણે સરકાર ના નીતિ નિયમોનું પાલન ન થાય તેવી દહેશત ના પગલે મંદિરો હજુ પણ બંધ રાખ્યા છે.જેના કારણે ભક્તો મંદિરના ગેટની બહાર દર્શન કરી વિલા મોઢે ફરી રહ્યા છે. 

પરંતુ ભરૂચ જીલ્લામાં વિશ્વ શાંતિ ઓસારા મહાકાળી માતાજીનું મંદિર જે માત્ર દર મંગળવારે જ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવતા મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ ઉમતા હોવાના પગલે મંદિર સંકુલ ભક્તો થી ઉભરાઈ ઉઠતું હોય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ તેવી દહેશતના પગલે હજુ પણ માતાજીનું મંદિર બંધ રાખવામાં આવતા દર મંગળવારે ઓસારા મંદિરે દર્શન અર્થે ગુજરાતભર માંથી દર્શનાર્થીઓ આવતા હોવાના કારણે મંદિર પણ બંધ રહેતા ભક્તો મંદિર ના ગેટ ની બહાર માતાજીના દર્શન કરી ગેટ નજીક જ પ્રસાદ ધરાવી દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે વિલા મોઢે નારાજ થઈ પરત ફરી રહ્યા છે.

તો મંદિર ના સંચાલકો એ જણાવ્યું હતું કે આ મંદિરે સમગ્ર ગુજરાતભર માંથી હજારો ની સંખ્યા માં દર્શનાર્થીઓ ઉમટતા હોય અને કોરોના ની મહામારી માં સરકાર ના નીતિ નિયમો નું પાલન થઈ શકે તેમ ન હોઈ અને કોઈ એક ભક્ત સંક્રમિત હોય તે અન્ય ભક્તો ને સંક્રમિત કરી શકે તો કોરોના ની મહામારી વધુ ફેલાઈ શકે તેવી દહેશત હોવાના કારણે જ્યાં સુધી કોરોના મહામારી અંકુશ માં નહિ આવે ત્યાં સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં નહિ આવે.દર્શનાર્થીઓ નારાજ થઈ પરત ફરી રહ્યા છે જેનું અમોને દુખ છે પરંતુ આ મહામારી જીવલેણ હોવાના કારણે ભક્તો ની સુરક્ષા પણ જરૂરી હોવાના કારણે મંદિર બંધ રાખવાની ફરજ પડી રહી છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....