ભરૂચ સિવિલ હોસ્પીટલમાં જાહેરમાં કરાય છે PPE કીટ નો નિકાલ, મેડકિલ વેસ્ટના પોટલાથી ઉભરાવવા સાથે પોટલા જાહેરમાં રઝળતા...
ભરૂચ સિવિલ હોસ્પીટલ હરહંમેશા વાદવિવાદ માં રહેતી હોય છે અને કોરોના પોઝીટીવ દર્દીઓના મોત બાદ પણ સિવિલ સત્તાધીશો ઉપર દર્દીઓ ના સગાસબંધીઓ એ વારંવાર આક્ષેપો પણ કર્યા છે. તેમ છતાં સિવિલ સત્તાધીશો માં કોઈ સુધારો જોવા મળતો નથી. કોરોના પોઝીટીવ સહીત ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવાયેલી પીપીઈ કીટ નો જાહેરમાં નિકાલ કરાતો હોવાનો વિડીયો થોડા દિવસ અગાઉ વાયરલ થયો હતો. ત્યારે આજે સવારે સિવિલ હોસ્પીટલ ના ટ્રોમા સેન્ટર ના પ્રવેશદ્વાર નજીક કચરાના ડસ્ટબીનમાં દર્દી માટે વપરાયેલી પીપીઈ કીટ તથા માસ્ક નો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ ડસ્ટબીનમાં રહેલી પીપીઈ કીટ સિવિલ માં આવતા લોકો માંથી કોઈ સંક્રમિત થાય તો જવાબદાર કોણ..? અને સંક્રમિત થયેલો વ્યક્તિ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરે તેવા પ્રશ્નો ઉભા થયા છે.
તો ભરૂચ સિવિલ હોસ્પીટલ માંથી નીકળો મેડીકલ વેસ્ટ નો નિકાલ પણ સિવિલ હોસ્પીટલ ની પાછળના ભાગે રહેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક ની કચરાપેટી માં પ્લાસ્ટિક ના કોથળોઓમાં ભરી નિકાલ કરવામાં આવે છે.પરંતુ કચરા પેટી પણ પ્લાસ્ટિક ના કોથળાઓ થી ઉભરાઈ રહી છે અને કેટલાય મેડીકલ વેસ્ટ ના પ્લાસ્ટિકના પોટલા જાહેરમાર્ગ ઉપર રઝળતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આ પ્લાસ્ટિક ના પોતાલાઓ પશુઓ ફફોડી રહ્યા છે. તદ્દઉપરાંત આ કચરા માંથી ગરીબ શ્રમજીવી કચરો વણી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.ત્યારે ગંભીર રોગચાળા માં સપડાય તો જવાબદાર કોણ.. ? ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ ના સત્તાધીશો ની ઘોરબેદરકારી સામે જીલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એ લાલ આંખ કરવાની જરૂર જણાઈ રહી છે.
Comments
Post a Comment