ભરૂચના ડુંગળી શેરપુરા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને વલખા, 5000 પરિવારોની હાલત કફોડી.....
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બે દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાની 5000 પરિવારોને પીવાના પાણીનો પુરવઠો પૂરૂ પાડતી જર્જરિત પાણીની ટાંકી ડુંગળી શેરપુરા ની ધસી પડી હતી જેમાં પશુઓના મોત થયા હતા પરંતુ મોટી હોનારત મળી હતી કાટમાળ દૂર કર્યા બાદ 5000 પરિવારોને પીવાના પાણીનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકાને નગરસેવકોએ ઉગ્ર રજૂઆત કરતાં નગરપાલિકા દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કર સુવિધા શરૂ કરી છે રાતદિવસ નગરપાલિકાનું પાણી ભરેલું ટેન્કર આવતાની સાથે જ લોકો પાણી ભરવા માટે લાંબી કતારો જમાવી પડાપડી કરી રહ્યા છે છતાં પણ કેટલાય લોકોના હાથે પીવાનું પાણી ન આવતા વિલા મોઢે પરત ફરવાનો વારો પણ આવી રહ્યો છે...
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજેતરમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી ના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ફરજિયાત થઇ ગયું છે પરંતુ ભરૂચ નગરપાલિકા નું ટેન્કર આવતાની સાથે જ લોકો પીવાના પાણી માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલીને પણ પાણી ભરવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે આવા સમયે કોરોના વકરશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે....
ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પૂરતો પાણીનો પુરવઠો મળી રહે તેવા પ્રયાસો કરવાની જરૂર છે....
Comments
Post a Comment