ભરૂચના covid - 19 સ્મશાનમાં 45 દિવસમાં કોરોના અને શંકાસ્પદ 170 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા...
ભરૂચ માં નર્મદા નદીમાં પૂર વચ્ચે પણ કોરોના વાયરસ નું સંક્રમણ પણ વકરી રહ્યું છે અને સારવાર લઈ રહેલા દર્દીઓ હોસ્પીટલ માં દમ પણ તોડી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર ખુલ્લા માં કરવાની ફરજ પડી રહી છે..
ભરૂચ જીલ્લામાં કોરોના ની સંખ્યા માં વધારો થવા સાથે મૃતકો ની સંખ્યા માં પણ વધારો થઈ રહ્યો છે.ત્યારે કોવિદ-19 સ્મશાન ખાતે કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરાવનાર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ રોજના 5 થી 8 મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરાઈ છે અને 45 દિવસ માં કોવિદ-19 સ્મશાન માં 170 જેટલા કોરોના અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે લોકો માં સાવચેતી આવે તે જરૂરી છે.....
Comments
Post a Comment