પાલેજની કાર્બન કંપનીની ચમચાગીરી કરનારો ભાજપનો તાલુકા ઉપપ્રમુખ ભૂગર્ભમાં ઉતર્યો, મોબાઈલ સ્વીચ ઓફ....


ભરૂચના ભાજપ તાલુકા ઉપપ્રમુખ મીડિયાને ખરીદવા નીકળ્યા હતા મીડિયાએ પણ પોતાનો પાવર બતાવી તાલુકા ઉપપ્રમુખ ને તેની ઓકાત  બતાવી જેના પગલે ઉપપ્રમુખે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેવાની ફરજ પડી અને ભાજપ ઉપ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા પરંતુ કંપની સત્તાધીશો રઘવાયા બન્યા કંપની બંધ થવાની બીકે મજૂરોને આગળ કરી સાંસદ પાસે રજૂઆત કરવા મોકલ્યા હતા...

પાલેજ ની કાર્બન કંપની માંથી  ઉડી રહેલા  પાવડરથી ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થયું હતું ગ્રામજનો મીડિયાના શરણે આવ્યા હતા મીડિયાએ પણ સમગ્ર ઘટનાને લોકો સુધી મુકતાની સાથે જ ભાજપના તાલુકા ઉપપ્રમુખ ચમચાગીરી કરવા ઉતરી આવ્યા અને મીડિયા વિશે અપશબ્દ બોલતો ઓડિયો વાયરલ થતાં મીડિયાએ પણ ભાજપના તાલુકા ઉપપ્રમુખ ને તેની ઓકાત બતાવી દેતા કંપની સત્તાધીશોને પોતાની કંપની બંધ થવાની બીકે કંપનીમાં કામ  કરી રહેલા મજુર વર્ગને આગળ કર્યો છે જોકે તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તો ભૂગર્ભમાં ઉતરી ગયા પરંતુ કંપની સત્તાધીશો ની ઊંઘ હરામ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે...

 ગત માર્ચ મહિનાથી કોવિડ-19 કોરોના વાયરસ ની મહામારી ના કારણે પાલેજથી પાનોલી સુધીમાં અનેક કંપનીઓ બંધ થઇ જવા પામી છે. જેના લીધે સ્થાનિક લોકોએ બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે. અને ભણેલા ગણેલા છોકરાઓ આજે રોજગારી માટે દર દર ભટકી રહ્યા છે તેવા સમયે પાલેજ ની/ પી સી બી એલ / કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર ફરજ બજાવતા પાલેજ અને તેની આસપાસના યુવાનો 8 સપ્ટેમ્બરના રોજ સવારે કંપનીના ઝાંપા આગળ  એકત્રિત થઈ કંપનીનાં સ્થાપકો અને અધિકારીઓની  દુહાઈ આપી હતી.  અને પાલેજની PCBL કંપની બંધ નહિ થાય અને આ કંપનીમાંથી રોજગારી મળતી રહેશે એવો વિશ્વાસ કામદારોનાં સંગઠિત યુવાનો એ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ કંપનીનો કે એન જી માં દાખલ થાય તો કંપનીને તાળાં વાગી શકે તેવી દહેશત પણ કંપની સત્તાધીશોને લાગી રહી છે જેના પગલે કંપનીના કામદાર વર્ગોને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે....


 

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....