ભરૂચમાં ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી Online પૈસા ઉપાડી ફ્રોડનુ નેટવર્ક ચલાવતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા.....
ટેકનીકલ એવીડન્સ મેળવી તપાસ કરતા જાણવા મળેલ કે, આરોપી મિલન સુરાણી પોતાના લેપટોપ માં સ્ક્રેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લીંક બનાવી તેને મોબાઇલ ધારકના મોબાઇલ માં નોટીફીકેશન મોકલી મેસેજ કરી તેઓની સાથે ઓનલાઇન ફ્રોડ કરી પોતાના ડમી ફોન પે એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરી પોતાના મિત્રોના પે.ટી.એમ તથા બેંક એકાઉન્ટ માં પૈસા જમા કરાવી આ પૈસા કેશ વિડ્ડો કરાવતો હોવાની હકીકતના આધારે પ્રથમ આરોપી નં (૧) પ્રતિકભાઇ જયસુખભાઇ ધડુક ઉ.વ ર૩ રહે, એમ - ૪૦૩ વિક્ટોરીયા ટાઉનશીપ પાસોદરા પાટીયા કામરેજ સુરત, મુળ રહે, ગામ દાતરડી તા રાજુલા જી અમરેલી (૨) પીયુશ અશોકભાઇ ગજેરા ઉ.વ ૨૧ રહે, ૧૩૮ શ્યામ રો હાઉસ વેલણજા સુરત, મુળ રહે, રૂપાવટી તા મહુવા જી ભાવનગર (૩) રવિ વલ્લભભાઇ પટોડીયા ઉ.વ ૨૩ રહે, મ.નં ૮૪ એચ.આર.પી બંગ્લોઝ કેનાલ રોડ કામરેજ સુરત. મુળ રહે, ચાંન્દ્રાવાણી તા મેંદરડા જી જુનાગઢ નાઓને અટક કરવામાં આવેલ હતા જેઓની પુછપરછ દરમ્યાન આરોપી તરીકે (૧) મિલન સંજયભાઇ સુરાણી રહે, શેરી નં ૧ શક્તી સોસાયટી પ્રેડક રોડ રાજકોટ જી રાજકોટ (૨) વિવેક મનસુખભાઇ વરસાણી રહે, શેરી નં ૩3 ગાયત્રી સોસાયટી ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ રાજકોટ નાઓના નામ ખુલતા સદર બંને આરોપીઓને રાજકોટ ખાતે થી લાવી ગુનાના કામે તા.૦૫/૦૯/૨૦૨૦ ના કલાક ૧૬/૦૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે, આરોપી મિલન પાસેથી રોકડા રૂપિયા ૯,૦૦,૦૦૦/- તથા પૈસા ગણવાનુ મશીન, લેપટોપ તથા મોબાઇલ ફોન તથા જુદી જુદી કંપનીના ૪૮ સીમકાર્ડ કબ્જે કરવામાં આવેલ છે તેમજ આરોપી વિવેક પાસેથી રોકડા રૂપિયા ૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન તથા ગુનાના કામે ઉપયોગ માં લેવાયેલ સ્વીફ્ટ ગાડી કબ્જે કરવામાં આવેલ છે. આમ મુખ્ય આરોપી મિલન સુરાણી રહે, રાજકોટ વાળૉ ઓનલાઇન ફોડનુ નેટવર્ક ચલાવતો હોય વધુ ગુનાઓ ડીટેક્ટ થવાની શક્યતા છે...
Comments
Post a Comment