અંતિમ સંસ્કાર માટે માત્ર 1 જ શાંતિવન સ્મશાન : અંતિમ સંસ્કાર માટે સ્વજનો મૃતદેહ સાથે વેટીંગમાં, ઘાટ નજીકના સ્મશાનો પાણીમાં ગરકાવ....
ઉપરવાસમાં ભારે વરસાદ ના પગલે સરદાર સરોવર ડેમમાં સતત પાણી ની આવક થતા સરદાર સરોવર ડેમ માંથી સતત પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જેના પગલે નર્મદા નદી માં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા પૂર ના પાણી ખેતરો તથા નિચાણવાળા વિસ્તારો માં ફરી વળ્યાં છે. તો ભરૂચ ના પૂર્વ પટ્ટી ના ગ્રામ્ય વિસ્તારો ના નર્મદા નદી ના ઘાટો ઉપર આવેલા સ્મશાનો તથા અંકલેશ્વર,ઝઘડિયા,બોરભાઠા સહીત ભરૂચ ના ઝાડેશ્વર તેમજ પશ્ચિમ વિસ્તાર ના બહુચરાજી ઓવારા,કુકરવાડા સહીત ના નર્મદા નદી ના ઘાટો ઉપર આવેલા સ્મશાનો નર્મદા નદીમાં પૂર ના પાણી માં ગરકાવ થઈ ગયા છે. જેના પગલે ભરૂચ માં કુદરતી કે આકસ્મિક મૃત્યુ પામતા મૃતદેહો ને અંતિમ સંસ્કાર માટે પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.ત્યારે ભરૂચ ની એક માત્ર શાંતિવન સ્મશાન નર્મદા નદી ના ઘાટ થી 500 મીટર દૂર અને અંદાજીત 40 ફૂટ ઊંચાઈએ આવેલું હોવાના કારણે પૂરના પાણી સ્મશાન માં પ્રવેશતા નથી જેના કારણે એક માત્ર શાંતિવન સ્મશાન ખાતે મૃતદેહો ની અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમ પણ અંતિમ સંસ્કાર કરવા માટે સ્વજનો એ મૃતદેહ સાથે વેટીંગ માં બેસવાનો વાળો આવ્યો છે. ત્યારે જીવતા જીવ કતાર માં ઉભું રહેવું પડે છે અને મૃત્યુ બાદ પણ હવે લાઈન માં રહેવાનો વારો આવ્યો છે.....
Comments
Post a Comment