કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફના અભાવે દર્દીઓ સારવાર માટે જમીન પર....
ભરૂચ સિવિલ હોસ્પીટલ વીજ પુરવઠો,જનરેટર સહીતના અનેક મુદ્દે વિવાદ માં રહી છે અને દર્દીઓ ને પીવાના પાણી સુધ્ધા ન મળતું હોય તેવી ફરિયાદો પણ વારંવાર ઉઠવા પામી હતી.ત્યારે કોરોના ની મહામારી ના સમયે ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સ સ્ટાફના અભાવે પુનઃ વિવાદ માં આવી છે.સિવિલ હોસ્પીટલ માં માત્ર 3 નર્સ હોવાના કારણે તમામ વોર્ડ માં નર્સો પહોંચી શકતી નથી જેના કારણે કેટલાક દર્દીઓ ને એક જ વોર્ડ માં રાખવામાં આવી રહ્યા છે.જેના પગલે એક જ વોર્ડ વધુ પ્રમાણ માં દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે.જેના કારણે એકબીજા ના સંર્પક માં આવવાના કારણે દર્દીઓ ને પણ કોરોના નો ભય સતાવી રહ્યો છે.તો કેટલાક દર્દીઓને બેડના અભાવે જમીન ઉપર સારવાર લેવાની ફરજ પડી રહી છે.જેમાં ફરી એકવાર સિવિલ હોસ્પીટલ ની ઘોરબેદરકારી સામે આવી છે.
ભરૂચ જીલ્લા ની એકમાત્ર સિવિલ હોસ્પીટલ ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો માટે આશીર્વાદરૂપ ગણવામાં આવે છે.પરંતુ સિવિલ સત્તાધીશો ની ઘોરબેદરકારી અને નર્સ સ્ટાફના અભાવે દર્દીઓ ની નિયમિત પ્રમાણે સારવાર થતી નથી જેના કારણે પણ દર્દીઓ જીવ ગુમાવતા હોય છે.ભરૂચ સિવિલ હોસ્પીટલ કરોડો ના ખર્ચે નિર્માણ પાણી છે.પરંતુ નર્સ સ્ટાફના અભાવે અને દર્દીઓ ને સારી સારવાર ન મળતી હોય તેમજ અન્ય સુવિધાઓ પણ ન મળતી હોવાના કારણે દર્દીઓ માં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
લોકચર્ચા મુજબ ભરૂચ સિવિલ હોસ્પીટલની મુલાકાતે સાંસદ સભ્ય અને ધારાસભ્ય આવતા હોય છે ત્યારે સિવિલ સત્તાધીશો આવા વોર્ડ ની મુલાકાતથી દૂર રાખતા હોય છે.જેના કારણે સિવિલ હોસ્પીટલ ની બેદરકારીની પોળ છતી ન થાય તે માટે જનપ્રતિનિધિઓને પણ સિવિલ સત્તાધીશો ઉલ્લુ બનાવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર માટે કોવિડ વોર્ડ પણ ધમધમી રહ્યો છે અને એક જ બિલ્ડીંગ માં દર્દીઓ અને સગાસંબંધીઓ ની અવરજવર જોવા મળી રહી છે.જેના કારણે પણ લોકો એકબીજા ના સંપર્ક માં આવવાના કારણે કોરોના નો ભય સતાવી રહ્યો છે.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ દર્દીઓ થી ઉભરાઈ રહી છે.ત્યારે સામાન્ય રોગના દર્દીઓ ની હાલત કફોડી બની છે.તો કોરોના પોઝિટિવ દર્દીઓ ને કેવી સારવાર મળતી હશે તેવા પ્રશ્નો ઉભા થયા છે.
Comments
Post a Comment