Posts

Showing posts from May, 2020

ધૂળ ખાતી કીટોના અહેવાલ બાદ મીડિયાને કલેકટર કચેરી માં કવરેજ ઉપર પ્રતિબંધ....

Image
ભરૂચ ની કલેકટર કચેરી ના ગ્રાઉન્ડ ફ્લોર ની ઓફિસો માં સેવાભાવી સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ એ આપેલી જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો ધૂળ ખાતી હોવાના અહેવાલ મીડિયા માં પ્રકાશિત થતા જ કીટો નો નિકાલ કરવા અંગે મીડિયા કવરેજ કરવા પહોંચતા કલેકટર કચેરી ની અંદર કવરેજ કરવા ઉપર પ્રતિબંધ છે.ત્યારે તંત્ર પણ પોતાની ભૂલ દબાવવા માટે મીડિયા ને પણ હવે આ સમાચાર કવરેજ ન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતા મીડિયા ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા પત્રકાર આલમ માં રોષ ભભૂકી ઉઠ્યો છે....

મીડિયા ના અહેવાલ બાદ ભરૂચનું તંત્ર હરકત માં, સરકારી કચેરી ની ઓફિસો માં ધૂળ ખાતી કીટો નો નિકાલ.....

Image
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે.ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદો ને જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો રૂબરૂ નહિ પહોંચાડી શકે નિર્ણય બાદ ભરૂચ ની જીલ્લા ની ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો તૈય્યાર કરી ભરૂચ ની સરકારી કચેરી માં જમા કરાવી જરૂરીયાતમંદો સુધી પહોંચે તે માટે આપી હતી.પરંતુ જરૂરીયાતમંદ સુધી આ કીટો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય અને હજારો ની સંખ્યા માં કીટો ઓફિસો માં ધૂળ ખાતી હોવાના અહેવાલ મીડિયા માં ચગદોરે ચઢતા સફાળા જાગેલા તંત્ર એ તાબરતોબ ભરૂચ જીલ્લા માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાની સંખ્યા ૧૦૦૯ હોવાથી તેઓ તે તાબરતોબ બોલાવી આપી હતી.ત્યાર બાદ ભરૂચ નગર પાલિકા ના સતત બીજી વખત ૭૦૦ જેટલી કીટો આપી તંત્ર ગમે તે ભોગે કીટો નો નિકાલ કરવા લાગતા સાચા અર્થ માં જરૂરીયાતમંદ લોકો કીટો થી વંચિત રહેતા હાલ તેઓ ની સ્થિતિ દયનીય બની છે.એટલું જ નહિ મહંમદપુરા ની એપીએમસી બંધ થતા ૫૦૦ મજૂરો બેરોજગાર બનતા તેઓ ના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે ફાંફા પડી રહ્યા છે.ત્યારે આ કીટો ખરેખર જરૂરીયાતમંદો સુધી પહોંચે તે જરૂરી છે.. ભરૂચ

ભરૂચના સરકારી અનાજના ગોડાઉનમાંથી ૪ હજાર કિલો ઘઉં ચોખા નો જથ્થો મળ્યો, શું અધિકારીઓ ની મદદ થી ચાલતું હતું કૌભાંડ...? ચર્ચા નો વિષય

Image
ભરૂચ ની સરકારી અનાજ ની દુકાનો માં પહોંચાડવામાં આવતો અનાજ નો જથ્થો ઓછો મળતો હોવાની ફરીયાદ ના પગલે મોડે મોડે પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે સરકારી ગોડાઉન માં આકસ્મિક ચેકીંગ કરતા ગુણો માંથી અનાજ કાઢવાનું કૌભાંડ સામે આવતા ગાંધીનગર ના મદદનીશ નિયામક સહીત ના અધિકારીઓ એ સરકારી ગોડાઉનમાં રહેલા સ્ટોક નો સર્વે શરૂ કરી તપાસ શરૂ કરી હતી.જેના પગલે કૌભાંડીઓ માં ફફડાટ મચી જવા પામ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેર તથા આસપાસ ના ગામો માં સસ્તા અનાજ ની દુકાન ઉપર પહોંચાડવામાં આવતો સરકારી અનાજ નો જથ્થો ગુણ દીઠ ૫૦૦ થી ૬૦૦ ગ્રામ ઓછો મળતો હોવાની ફરીયાદો દુકાન સંચાલકો એ ધારાસભ્ય દુષ્યંત પટેલ ને કરી હતી.ધારાસભ્ય એ પણ આ અંગે ભરૂચ ના અધિકારીઓ ને ફરીયાદ કરી હતી.પરંતુ અધિકારીઓ આંખ આડા કાં કરતા ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલે નવી વસાહત ના લાહૌરી ગોડાઉન માં સસ્તા અનાજ ના જથ્થા ની ગુણો નું વજન કરાવતા કૌભાંડ ની ગંધ આવી હતી.જેના પગલે ગોડાઉન માં જ ગુણો માંથી અનાજ ઓછું કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.તેનો પર્દાફાશ થયો હતો.જેમાં ત્રણ હજાર જેટલી ગુણો માં ૫૦૦ થી ૬૦૦ ગ્રામ અનાજ ઓછું મળ્યું હતું।જયારે અન્ય ૧૦ હજાર જેટલી

ભરૂચના બહુચરાજી નર્મદા ઓવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો....

Image
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બહુચરાજી નર્મદાઓવારે માછીમારોની નાવડી પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે... અંકલેશ્વર સી.ટી. પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ ભરૂચ તરફ ના બહુચરાજી ઓવારા પાસે થી એક અજાણ્યા યુવાન નો ડી કંપોઝ હાલત માં મૃતદેહ મળી આવતા અંકલેશ્વર સી.ટી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ આદરી....

ભરૂચમાં ટયુશન કલાસ ચલાવનાર મહિલા સામે ગુનો દાખલ કરી ભરૂચ એ-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....

Image
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અતંર્ગત કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારીની લેખિત પુર્વ મંજુરી સિવાય શૈક્ષણિક ટ્રેનીગ - કોચીંગ સંસ્થાઓ ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા  તરફથી સુચના મળતા  ભરૂચ શહેર એ -ડીવીઝન પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી દરમ્યાન ભરૂચના સિદ્ધનાથ નગર સોસાયટીમાં  રહેતા  નિલમબેન અલેશભાઈ  મિસ્ત્રી  કોઇપણ સક્ષમ અધિકારીની પાસ પરમીટ લીધા વગર પોતાના રહેણાક ધરમાં નાના છોકરાઓને ટયુશન કલાસ માટે બોલાવી ટયુશન કલાસ ચલાવી રહ્યાનું જણાયુ હતું. તેવોએ જાહેરનામા અમલવારીનો ભંગ કરેલ હોય તેમના વિરૂધ્ધમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ પ૧ ( બી ) તથા એપેડેમીક ડીઝીઝ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નેત્રંગ તાલુકામાં ગામે-ગામ પીવાના પાણીની તંગીથી ગરીબ પ્રજા બેહાલ, બોર,કુવા,તળાવ,ચેકડેમમાં પાણી ભુગભૅમાં ઉતળ્યા....

Image
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજયની જીવાદોરી સમાન નમૅદા ડેમમાંથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખચૅ કરીને છેક સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યુ,અને તાપી ડેમમાંથી પણ કરોડો રૂપિયાના ખચૅ સાગબારા-ડેડીયાપાડા,સોનગઢ તાલુકામાં ઘરે સુધી પાણી પહોંચાડવાની યોજનાની કામગીરી ચાલી રહી છે,પરંતુ કમનસીબે નમૅદા-તાપી ડેમના મધ્યમાં નેત્રંગ તાલુકો હોવા છતાં આજદિન સુધી પાણીનું એક ટીપું મળ્યું નથી,જેના સાચા હકદાર આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં લોકો છે,બે-ત્રણ પેઢી પીવા-સિંચાઇના પાણી માટે જમીનમાં ખપી ગઇ,પરંતુ આજદિન સુધી પાણીના પ્રશ્નનો કોઇ નિકાલ જણાઇ રહ્યો નથી...  ઉનાળાની સિઝનમાં ભારે ગરમીના પ્રકોપના કારણે બોર,કુવા,તળાવ,ચેકડેમમાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતરી ગયા છે,ગામે-ગામ પીવાના પાણીની અછત જણાઇ રહી છે,પરંતુ ગરીબ પ્રજાને પુરતું પાણી મળતું નથી,નેત્રંગ તાલુકાના બેડોલી ગામે તો પીવાના પાણી આપતા ટેન્કર પાછળ ગામના બાળકો,મહિલાઓ,પુરુષઓ લાંબી-લાંબી કતાર લાગી હતી,તેવી જ પરિસ્થિતિ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ જણાઇ રહી છે,પરંતુ જવાબદાર લોકોને ગરીબ પ્રજાની કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્

હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રૂપિયા ૮ લાખના ખર્ચે લગાવાયેલ ચાર હાઈ માસ્ટ લાઈટનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.....

Image
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના પ્રયાસથી  પ્રજાસત્તાક પર્વ પર ૧૦૦ ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટનું રાષ્ટ્રાઅર્પણ કરાયા બાદ ભરૂચના મદયમાં આવેલ રમતગમત ના વિશાળ સરકારી હોસ્ટેલ ગ્રાઉન્ડને સુંદર અને સુરક્ષિત બનાવવાના અભિયાનના એક ભાગ રૂપે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલની  રૂપિયા 8 લાખની ગ્રાન્ટ દ્વારા ગ્રાઉન્ડના ચારે ખૂણે ચાર હાઈમાસ્ટ લાઈટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ગુરુવારના રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ ગ્રાઉન્ડમાં વાવવામાં આવેલા અસંખ્ય વૃક્ષઓને લીલાછમ રાખવા બોરિંગ સાથે ડ્રિપ ઇરીગેસન સિસ્ટમની કામગીરીનું ભૂમિપૂજન કરાયું હતું.આ તમામ કામગીરી ભરૂચના નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.શોશ્યલ ડીસ્ટન્સના તમામ જીયામોના પાલન સાથે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા,ઉપ પ્રમુખ ભરત શાહ,લાઈટ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ,ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટનાં ચેરમેન નરે

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ...

Image
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ.. અંકલેશ્વરના તીર્થ નગરમાં 6 વર્ષના બાળકને કોરોના પોઝીટીવ... લોકડાઉનમાં અમદાવાદમાં ફસાયા બાદ પરત આવતા સંક્રમણ લાગ્યું.. શરદી ખાંસીના લક્ષણો સાથે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.. સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરાઇ... હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ત્યારે ભરૂચ જિલ્લા માં અત્યાર સુધીમાં 36 જેટલા કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે જેમાંથી આમોદના વૃદ્ધનું મોત નિપજ્યા બાદ હજુ પણ ચાર સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી રહી છે અત્યારે અંકલેશ્વર ખાતે વધુ એક પોઝિટિવ મળી આવતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના અંક 37 ઉપર પહોંચ્યો છે ભરૂચ જિલ્લામાં ચોથા તબક્કાના  લોકડાઉન માં પણ ભરૂચ શહેરના વિવિધ માર્ગો લોકોથી ઉભરાઇ ઉઠયા છે ત્યારે ચોથા તબક્કાના  લોકડાઉન નું કડકાઇથી અમલ કરાવવાની જરૂર જણાઈ રહી છે...

અંકલેશ્વર ના અમરતપુરા ગામ ની સીમ માં બિનઅધિકૃત માટી નું વહન કરતી બે ટ્રક ઝડપાય ....

Image
ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા અંકલેશ્વર ના  અમરતપુરા ગામની ની સીમ માં બિનઅધિકૃત માટી નું વહન કરતી બે ટ્રકો ને ઝડપી પાડી અંદાજિત 3 લાખ 50 હજાર  નો દંડ ફટકારી માટી ભરેલ બે ટ્રક કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે... અંકલેશ્વર તાલુકાના અમરતપુરા  ગામની ની સીમ માં બિનઅધિકૃત માટી નું વહન થઇ રહ્યું હોવાની થયેલ  ફરિયાદ ના આધારે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતા બિનઅધિકૃત માટી નું વાહન કરતી બે ટ્રકો ને ઝડપી પાડી હતી ખાણ અને ખનીજ વિભાગની ટીમ  દ્વારા આશરે 3 લાખ 50 હજાર નો દંડ ફટકારી બન્ને ટ્રક કબ્જે કરી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ અંગે શહેર પોલીસ મથક માં જાણ કરી હતી...

ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ....

Image
ભરૂચ જીલ્લા માંથી શ્રમિકોને ઉત્તર પ્રદેશ- બિહાર- ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવી રહ્યાં છે.પશ્ચીમ બંગાળ - હાવડા જવા માંગતા શ્રમિકો માટે પ્રથમ ટ્રેન મારફતે ૧૬૫૦ શ્રમિકોનું ભરૂચ પાલિકાએ રજિસ્ટ્રેશન કરીને સ્ક્રિનિંગ કરીને રાત્રીના ૮ વાગ્યે સ્પેશિયલ ટ્રેન મારફતે માદરે વતન રવાના કરાયા હતા.જો કે ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પણ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભરૂચ જીલ્લામાં વસતા પશ્ચિમ બંગાળ ના અને લોકડાઉનનાં પગલે બેરોજગાર બનેલા પશ્ચિમ બંગાળના શ્રમિકો પોતાના વતન જવાની માંગ કરી હતી અને ફુરજા ચાર રસ્તા સ્થિત મોટી સંખ્યા માં એકત્ર થઈ હોબાળો મચાવ્યા બાદ તંત્ર દ્વારા તેમના માટે સ્પેશિયલ ટ્રેનોની ફાળવણી કરાઈ હતી.જેમાં ભરૂચ જીલ્લામાં વસતા અને પોતાના માદરે વતન જવા ઈચ્છતા લોકો માટે વહીવટી તંત્રએ પંડિત ઠાકુર ઓમકારનાથ ભવન ખાતે નગરપાલિકા,આરોગ્ય વિભાગ દ્વારા પશ્ચીમ બંગાળ - હાવડા જવા માંગતા શ્રમિકો માટે રજીસ્ટ્રેશન અને આરોગ્ય તપાસ સ્ક્રિનિંગની કામગીરી કરાઈ હતી.જીલ્લા માંથી શ્રમિકો અને દારુલ ઉલુમના વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૬૫૦ લોકોને રાત્રીના ૮ વાગ્યે પ્રથમ પશ્ચીમ બંગાળની ટ્રેનમા

ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ પહોંચાડતા ગોડાઉન ઉપર ધારાસભ્ય ની રેડ....

Image
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેના કારણે લોક ડાઉન જાહેર કરાયું હતું જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી જેના પગલે સરકારે પણ બીપીએલ ધારક અને એપીએલ - 1 માં આવતા તમામ લોકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો પહોંચાડવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે સરકાર દ્વારા અનાજનો જથ્થો ભરૂચ તાલુકા પંચાયત ની પાછળ સરકારી અનાજના ગોડાઉનમાં પહોંચાડવામાં આવતો હતો અને આ અનાજનો જથ્થો ભરૂચના વિવિધ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અનાજની ગૂણોમાં અનાજ ઓછું નીકળતું હોવાની ફરિયાદ દુકાનદારોએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કરી હતી દુકાનદારોની વારંવાર ની ફરિયાદ બાદ ધારાસભ્યએ સમગ્ર ઘટનામાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી જેમાં સરકારી અનાજના ગોડાઉનમાં થી જ અનાજ ઓછુ નીકળતું હોવાની ઘટના સામે આવતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલે પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી સરકારી અનાજના ગોડાઉનમાં રેડ પાડી હતી જેમાં 3000 જેટલી ગુણો નું વજન કરવામાં આવતા તમામ ગુણોમાં 300 થી 350 જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને ગુણો માંથી અનાજ કાઢવાનું ક