ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ પહોંચાડતા ગોડાઉન ઉપર ધારાસભ્ય ની રેડ....
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેના કારણે લોક ડાઉન જાહેર કરાયું હતું જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી જેના પગલે સરકારે પણ બીપીએલ ધારક અને એપીએલ - 1 માં આવતા તમામ લોકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો પહોંચાડવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે સરકાર દ્વારા અનાજનો જથ્થો ભરૂચ તાલુકા પંચાયત ની પાછળ સરકારી અનાજના ગોડાઉનમાં પહોંચાડવામાં આવતો હતો અને આ અનાજનો જથ્થો ભરૂચના વિવિધ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અનાજની ગૂણોમાં અનાજ ઓછું નીકળતું હોવાની ફરિયાદ દુકાનદારોએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કરી હતી દુકાનદારોની વારંવાર ની ફરિયાદ બાદ ધારાસભ્યએ સમગ્ર ઘટનામાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી જેમાં સરકારી અનાજના ગોડાઉનમાં થી જ અનાજ ઓછુ નીકળતું હોવાની ઘટના સામે આવતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલે પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી સરકારી અનાજના ગોડાઉનમાં રેડ પાડી હતી જેમાં 3000 જેટલી ગુણો નું વજન કરવામાં આવતા તમામ ગુણોમાં 300 થી 350 જેટલું અનાજ ઓછું હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને ગુણો માંથી અનાજ કાઢવાનું કૌભાંડ ગોડાઉન માં ચાલતું હોવાનું ફલિત થતાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો....
સરકારી અનાજના ગોડાઉનમાં રહેલી ૧૦,૦૦૦ જેટલી ગુણોનું વજન કરવામાં આવતા તમામ ગુણોનું વજન ૫૦ કિલો ૫૦૦ ગ્રામ હતું જ્યારે કટ મારેલી ગુણોનું વજન કરવામાં આવતા ત્રણ હજાર જેટલી ગુણોમાં 300 થી 350 જેટલું અનાજ કાઢી લેવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું અને હજુ દસ હજાર જેટલી ગુણો માંથી આવી રીતે કટ મારવાનું કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થતા પુરવઠા અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હોય તેમ લાગી રહ્યું છે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો...
Good
ReplyDelete