ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ....
ભરૂચ જીલ્લા માંથી શ્રમિકોને ઉત્તર પ્રદેશ- બિહાર- ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવી રહ્યાં છે.પશ્ચીમ બંગાળ - હાવડા જવા માંગતા શ્રમિકો માટે પ્રથમ ટ્રેન મારફતે ૧૬૫૦ શ્રમિકોનું ભરૂચ પાલિકાએ રજિસ્ટ્રેશન કરીને સ્ક્રિનિંગ કરીને રાત્રીના ૮ વાગ્યે સ્પેશિયલ ટ્રેન મારફતે માદરે વતન રવાના કરાયા હતા.જો કે ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પણ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
ભરૂચ જીલ્લામાં વસતા પશ્ચિમ બંગાળ ના અને લોકડાઉનનાં પગલે બેરોજગાર બનેલા પશ્ચિમ બંગાળના શ્રમિકો પોતાના વતન જવાની માંગ કરી હતી અને ફુરજા ચાર રસ્તા સ્થિત મોટી સંખ્યા માં એકત્ર થઈ હોબાળો મચાવ્યા બાદ તંત્ર દ્વારા તેમના માટે સ્પેશિયલ ટ્રેનોની ફાળવણી કરાઈ હતી.જેમાં ભરૂચ જીલ્લામાં વસતા અને પોતાના માદરે વતન જવા ઈચ્છતા લોકો માટે વહીવટી તંત્રએ પંડિત ઠાકુર ઓમકારનાથ ભવન ખાતે નગરપાલિકા,આરોગ્ય વિભાગ દ્વારા પશ્ચીમ બંગાળ - હાવડા જવા માંગતા શ્રમિકો માટે રજીસ્ટ્રેશન અને આરોગ્ય તપાસ સ્ક્રિનિંગની કામગીરી કરાઈ હતી.જીલ્લા માંથી શ્રમિકો અને દારુલ ઉલુમના વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૬૫૦ લોકોને રાત્રીના ૮ વાગ્યે પ્રથમ પશ્ચીમ બંગાળની ટ્રેનમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર થી સોશિયલ ડીસ્ટન્ટ જાળવી આધાર પુરાવા ચેક કરીને તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરાયા હતા.જો કે પોતાના વતન જવા અધીરીયા બનેલા શ્રમિકો પણ ગમે તે ભોગે પોતાના વતન જવા માટે ધમપછાડા કરી રહ્યા છે.ત્યારે શ્રમિકો એ પોતાના વતન જવાની વાત પકડતા ભરૂચ જીલ્લા ના વેપાર ધંધા ઉદ્યોગો ઠપ્પ થઈ જતા આવનાર સમય માં લોકો ને ભારે હાલાકી ભોગવવી પડશે તે નિશ્ચિત છે.
Comments
Post a Comment