ભરૂચમાં ટયુશન કલાસ ચલાવનાર મહિલા સામે ગુનો દાખલ કરી ભરૂચ એ-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....



હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અતંર્ગત કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારીની લેખિત પુર્વ મંજુરી સિવાય શૈક્ષણિક ટ્રેનીગ - કોચીંગ સંસ્થાઓ ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા  તરફથી સુચના મળતા  ભરૂચ શહેર એ -ડીવીઝન પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી દરમ્યાન ભરૂચના સિદ્ધનાથ નગર સોસાયટીમાં  રહેતા  નિલમબેન અલેશભાઈ  મિસ્ત્રી  કોઇપણ સક્ષમ અધિકારીની પાસ પરમીટ લીધા વગર પોતાના રહેણાક ધરમાં નાના છોકરાઓને ટયુશન કલાસ માટે બોલાવી ટયુશન કલાસ ચલાવી રહ્યાનું જણાયુ હતું. તેવોએ જાહેરનામા અમલવારીનો ભંગ કરેલ હોય તેમના વિરૂધ્ધમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ પ૧ ( બી ) તથા એપેડેમીક ડીઝીઝ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....