ભરૂચના સરકારી અનાજના ગોડાઉનમાંથી ૪ હજાર કિલો ઘઉં ચોખા નો જથ્થો મળ્યો, શું અધિકારીઓ ની મદદ થી ચાલતું હતું કૌભાંડ...? ચર્ચા નો વિષય
ભરૂચ ની સરકારી અનાજ ની દુકાનો માં પહોંચાડવામાં આવતો અનાજ નો જથ્થો ઓછો મળતો હોવાની ફરીયાદ ના પગલે મોડે મોડે પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે સરકારી ગોડાઉન માં આકસ્મિક ચેકીંગ કરતા ગુણો માંથી અનાજ કાઢવાનું કૌભાંડ સામે આવતા ગાંધીનગર ના મદદનીશ નિયામક સહીત ના અધિકારીઓ એ સરકારી ગોડાઉનમાં રહેલા સ્ટોક નો સર્વે શરૂ કરી તપાસ શરૂ કરી હતી.જેના પગલે કૌભાંડીઓ માં ફફડાટ મચી જવા પામ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેર તથા આસપાસ ના ગામો માં સસ્તા અનાજ ની દુકાન ઉપર પહોંચાડવામાં આવતો સરકારી અનાજ નો જથ્થો ગુણ દીઠ ૫૦૦ થી ૬૦૦ ગ્રામ ઓછો મળતો હોવાની ફરીયાદો દુકાન સંચાલકો એ ધારાસભ્ય દુષ્યંત પટેલ ને કરી હતી.ધારાસભ્ય એ પણ આ અંગે ભરૂચ ના અધિકારીઓ ને ફરીયાદ કરી હતી.પરંતુ અધિકારીઓ આંખ આડા કાં કરતા ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલે નવી વસાહત ના લાહૌરી ગોડાઉન માં સસ્તા અનાજ ના જથ્થા ની ગુણો નું વજન કરાવતા કૌભાંડ ની ગંધ આવી હતી.જેના પગલે ગોડાઉન માં જ ગુણો માંથી અનાજ ઓછું કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.તેનો પર્દાફાશ થયો હતો.જેમાં ત્રણ હજાર જેટલી ગુણો માં ૫૦૦ થી ૬૦૦ ગ્રામ અનાજ ઓછું મળ્યું હતું।જયારે અન્ય ૧૦ હજાર જેટલી ગુણો નું વજન ૫૦.૫૮૦ ગ્રામ હતું.સમગ્ર ઘટના અંગે ગોડાઉન મેનેજર તથા અધિકારીઓ એ યોગ્ય ખુલાસો ન કરતા કૌભાંડ સામે આવ્યું હતું અને ધારાસભ્ય એ ફરીયાદ ગાંધીનગર અનાજ પુરવઠા વિભાગ ને કરવામાં આવતા ગાંધીનગર ના મદદનીશ નિયામક સહિત ના અધિકારીઓ નો કાફલો સવારે સરકારી ગોડાઉન ઉપર દોડી આવી સર્વે શરૂ કર્યો હતો અને સમગ્ર સ્ટોક નો સર્વે કરી કોમ્પ્યુટર માં રહેલી એન્ટ્રી મુજબ ચકાસણી કરવામાં આવશે તેમ અધિકારીઓ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
Comments
Post a Comment