નેત્રંગ તાલુકામાં ગામે-ગામ પીવાના પાણીની તંગીથી ગરીબ પ્રજા બેહાલ, બોર,કુવા,તળાવ,ચેકડેમમાં પાણી ભુગભૅમાં ઉતળ્યા....
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજયની જીવાદોરી સમાન નમૅદા ડેમમાંથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખચૅ કરીને છેક સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યુ,અને તાપી ડેમમાંથી પણ કરોડો રૂપિયાના ખચૅ સાગબારા-ડેડીયાપાડા,સોનગઢ તાલુકામાં ઘરે સુધી પાણી પહોંચાડવાની યોજનાની કામગીરી ચાલી રહી છે,પરંતુ કમનસીબે નમૅદા-તાપી ડેમના મધ્યમાં નેત્રંગ તાલુકો હોવા છતાં આજદિન સુધી પાણીનું એક ટીપું મળ્યું નથી,જેના સાચા હકદાર આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં લોકો છે,બે-ત્રણ પેઢી પીવા-સિંચાઇના પાણી માટે જમીનમાં ખપી ગઇ,પરંતુ આજદિન સુધી પાણીના પ્રશ્નનો કોઇ નિકાલ જણાઇ રહ્યો નથી...
ઉનાળાની સિઝનમાં ભારે ગરમીના પ્રકોપના કારણે બોર,કુવા,તળાવ,ચેકડેમમાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતરી ગયા છે,ગામે-ગામ પીવાના પાણીની અછત જણાઇ રહી છે,પરંતુ ગરીબ પ્રજાને પુરતું પાણી મળતું નથી,નેત્રંગ તાલુકાના બેડોલી ગામે તો પીવાના પાણી આપતા ટેન્કર પાછળ ગામના બાળકો,મહિલાઓ,પુરુષઓ લાંબી-લાંબી કતાર લાગી હતી,તેવી જ પરિસ્થિતિ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ જણાઇ રહી છે,પરંતુ જવાબદાર લોકોને ગરીબ પ્રજાની કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,તેવા સંજોગોમાં પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓ તાત્કાલીક ધોરણે ગામે-ગામે સવૅ કરાવીને ગરીબ પ્રજાને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠી છે.
Comments
Post a Comment