મીડિયા ના અહેવાલ બાદ ભરૂચનું તંત્ર હરકત માં, સરકારી કચેરી ની ઓફિસો માં ધૂળ ખાતી કીટો નો નિકાલ.....
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે.ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદો ને જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો રૂબરૂ નહિ પહોંચાડી શકે નિર્ણય બાદ ભરૂચ ની જીલ્લા ની ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જરૂરીયાત સામગ્રી ની કીટો તૈય્યાર કરી ભરૂચ ની સરકારી કચેરી માં જમા કરાવી જરૂરીયાતમંદો સુધી પહોંચે તે માટે આપી હતી.પરંતુ જરૂરીયાતમંદ સુધી આ કીટો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય અને હજારો ની સંખ્યા માં કીટો ઓફિસો માં ધૂળ ખાતી હોવાના અહેવાલ મીડિયા માં ચગદોરે ચઢતા સફાળા જાગેલા તંત્ર એ તાબરતોબ ભરૂચ જીલ્લા માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાની સંખ્યા ૧૦૦૯ હોવાથી તેઓ તે તાબરતોબ બોલાવી આપી હતી.ત્યાર બાદ ભરૂચ નગર પાલિકા ના સતત બીજી વખત ૭૦૦ જેટલી કીટો આપી તંત્ર ગમે તે ભોગે કીટો નો નિકાલ કરવા લાગતા સાચા અર્થ માં જરૂરીયાતમંદ લોકો કીટો થી વંચિત રહેતા હાલ તેઓ ની સ્થિતિ દયનીય બની છે.એટલું જ નહિ મહંમદપુરા ની એપીએમસી બંધ થતા ૫૦૦ મજૂરો બેરોજગાર બનતા તેઓ ના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે ફાંફા પડી રહ્યા છે.ત્યારે આ કીટો ખરેખર જરૂરીયાતમંદો સુધી પહોંચે તે જરૂરી છે..
ભરૂચમાં સ્લમ વિસ્તાર ની યાદી ભરૂચ નગર પાલિકા પાસે ઉપલબ્ધ છે.માત્ર તંત્ર એ યાદી મેળવી કીટો પહોંચાડવાના પ્રયાસો કરવાની જરૂર છે.....
Comments
Post a Comment