Posts

ભરૂચની મહિલા PI એ પોલીસ કોન્સ્ટેબલ તથા તેની પ્રેમિકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી.....

Image
બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 7/10/2020 ના રોજ મહિલા પોલીસ મથકે અરજદાર રિયા બેન નિતેશભાઇ વાઘેલા ની પત્ની અને કાળુભાઈ રાજાભાઈ કટારીયાની દીકરીને તથા નિતેશભાઇ ઘનશ્યામભાઈ વાઘેલા તથા તેની પ્રેમિકા નયનાબેન શંભુભાઈ લક્ષ્મણ પટેલ ને 181 અભયમમાં પોલીસ મથકે લવાયા હતા તે દરમિયાન રિયાબેનની પૂછપરછ દરમિયાન કાઉન્સિલિંગ ચાલી રહ્યું હતું તે વખતે નીતેશભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાને બહાર બેસવાનું કહેતા તેણે નયનાબેન શંભુભાઈ લક્ષ્મણભાઈ પટેલ ની સાથે ઊભા રહેવાની જીદ કરેલી જેથી નીતીશભાઈને સમજાવેલ કે મારે નયનાબેનને એકલા ને પૂછપરછ કરવી છે તમે બહાર બેસો તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગઇ અને મહિલા પીઆઇ નયનાબેન વસાવાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી જેથી તેઓને ફરીથી શાંતિપૂર્વક બહાર બેસવાનું કહેવા છતાં તેઓ માનેલા નહીં અને મહિલા પીઆઇ સાથે મહિલા પોલીસ મથકમાં જ શાબ્દિક બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગે અને તે દરમિયાન નીતેશભાઈ એ મહિલા પીએસઆઇનો હાથ પકડી કહેવા લાગેલા કે મને સસ્પેન્ડ કરવો હોય તો કરી નાખો રિયા ને હું મારી પત્ની તરીકે રાખવાનો નથી નીતેશ તેમ કહેતા નયના પટેલ પણ એકદમ ઉશ્કેરાઈ ગમે તેમ બોલવા લાગેલ અને નયના પટેલે મહિલા પીએસઆઈને ...

પીડિત પરિવારને મળવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયતને લઇ ભરૂચમાં કોંગ્રેસીઓ રસ્તા ઉપર, પોલીસે અટકાયત કરી...

Image
  ઉત્તરપ્રદેશ માં આદિવાસી સગીરા ના પરિવાર ને સાથવના આપવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ને પોલીસ દ્વારા રોકવામાં આવતા સમગ્ર ગુજરાત માં કોંગ્રેસીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા માં પણ ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી આદિત્યનાથ ના પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ની તાના શાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ૨જી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી અને ભારત દેશ ની વિભૂતિ લાલા બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી પણ મનાવવામાં આવે છે.ત્યારે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની આગેવાની માં ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ઉત્તર પ્રદેશ માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની ધરપકડ ના મુદ્દે ધરણા પ્રદર્શન કરવા માટે મંડપ લગાવ્યો હતો.જે ધરણા પ્રદર્શન યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યો હોવા છતાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો એ વિરોધ પ્રદર્શન કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત મહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રી  ની જન્મ જ્યંતી નિમિત્તે તેઓની તસ્વીર ને ફુલહાર કરી પુષ્પાંજલી પાઠવી ઘરણા પ્રદર્શન ના શ્રી ગણે...

ભરૂચના ખેડૂતે પોતાની જમીન પાછી મેળવવા વકીલની ફી એકત્ર કરવા ભીખ માંગવા મજબૂર, ખેડૂતની ઈચ્છા મૃત્યુની માંગ...

Image
  ભરૂચ ના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ વિશ્વનાથ ટાઉનશીપ માં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ચંદુભાઈ રોજાહરા ની ૧૧ વીંઘા જમીન સુરત ના કામરેજ તાલુકા માં આવેલી છે અને આ જમીન સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી,સરપંચો,મામલતદાર કચેરી ના અધિકારીઓએ ખેડૂત ને અંધારામાં રાખી જમીન કોઈ ટ્રસ્ટ ને પધરાવી દેતા પોતાની જમીન પરત મેળવવા ચંદુભાઈ રોજાહરા એ રાજ્યપાલ,વડાપ્રધાન,મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવા છતાં તેઓની જમીન તેઓ ને પછી નહિ મળતા આજે ગાંધી જ્યંતીના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની જમીન પરત મેળવવા અને સુપ્રિમ કોર્ટના દ્વારે જવા માટે વકીલ ની ફી ની રકમ એકત્ર કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગળામાં  સૂત્રો વાળું બોર્ડ લગાવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ન્યાય મેળવવા ભીખ માંગવા હાથ માં કટોરો લઈ જાહેર માર્ગ ઉપર બેસી જતા માર્ગો ઉપર થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ કટોરામાં રૂપિયા નાંખતા નજરે પડ્યા હતા અને લગભગ એક કલાક જાહેરમાર્ગ ઉપર ભીખ માંગી રહેલા ખેડૂત ચંદુભાઈ રોજાહરાની પોલીસે ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને ભીખ માંગી રહેલ...

ભરૂચનું વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું "ઓસારા મંદિર" કોરોનાની મહામારીના કારણે હજુ પણ બંધ : ગેટની બહાર ભક્તો કરી રહ્યા છે દર્શન....

Image
  ભરૂચ જીલ્લામાં કોરોનાની મહામારી છેલ્લા ૭ મહિનાથી ચાલી રહી છે અને આ મહામારી ભયંકર હોવાના કારણે તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવાયા હતા.પરંતુ કોરોના થી ક્યાં સુધી ડરી ને રહીશું તેવા નિર્ણયને લઈ સરકારે પણ ધાર્મિક સ્થળો ખોલવા માટેની પરવાનગી સાથે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે.છતાં પણ ભરૂચના ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે તેમજ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ દર્શન અર્થે ખુલતા મંદિરોમાં ભક્તોનો ધસારો થતો હોવાના કારણે સરકાર ના નીતિ નિયમોનું પાલન ન થાય તેવી દહેશત ના પગલે મંદિરો હજુ પણ બંધ રાખ્યા છે.જેના કારણે ભક્તો મંદિરના ગેટની બહાર દર્શન કરી વિલા મોઢે ફરી રહ્યા છે.  પરંતુ ભરૂચ જીલ્લામાં વિશ્વ શાંતિ ઓસારા મહાકાળી માતાજીનું મંદિર જે માત્ર દર મંગળવારે જ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવતા મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ ઉમતા હોવાના પગલે મંદિર સંકુલ ભક્તો થી ઉભરાઈ ઉઠતું હોય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ તેવી દહેશતના પગલે હજુ પણ માતાજીનું મંદિર બંધ રાખવામાં આવતા દર મંગળવારે ઓસારા મંદિરે દર્શન અર્થે ગુજરાતભર માંથી દર્શનાર્થીઓ આવતા હોવાના કારણે મં...

કોરોના વોરિયર્સ / ભરૂચના મુસ્લિમ યુવાનની અનોખી માનવતા, 217 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા....

Image
કોરોનાના કેર વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મૃત્યુનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભરૂચમાં કોરોનાની મહામારીને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલ સ્મશાન ગૃહોમાં આજુ બાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવેલ ત્યાર બાદ તંત્ર દ્વારા એક અલગ સ્મશાન અંકલેશ્વર તરફ ના છેડે ગોલ્ડન બ્રિજની બાજુ આવેલ નવા બ્રીજ નીચે ઉભુ કરવામાં આવ્યું હતું.... જે તારીખ 20/07/2020 થી ભરૂચ નગર  પાલિકા દ્વારા કોવિડથી મરણ પામતા મૃતદેહો માટે અગ્નિસંસ્કાર કરવા માટે પાંચ સ્વયંસેવસકોની ટીમ સાથે સામાજિક ક્ષેત્રે જોડાયેલ ધર્મેશ સોલંકી સાથે કોન્ટ્રાકટ કરી કરાર કરવામાં આવેલ આ પાંચ સ્વયંસેવકો ની ટીમમાં એક ડ્રાઈવર પણ સામેલ કરવાનો પ્રશ્ન આવ્યો ડ્રાઈવર કોણ તે સમયે એકાએક એક ઈરફાન નામનો યુવાન કે જે ડ્રાઇવિંગ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ધર્મેશ સોલંકી ઈરફાન પાસે જઈ તેને જણાવેલ કે આ રીતે કોરોનાના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે એક ડ્રાઈવર ની જરૂરત છે તમને ફાવશે ઇરફાને કોઈ પણ જાતના વિચાર કર્યા વિના હા પાડી દીધેલ અને જણાવેલ કે હું મુસ્લિમ હોઈ પણ હીન્દ જ્ઞાતિવાદમાં માનતો નથી હું ફક્ત ને ફક્ત માનવત...

સરદાર સરોવર ડેમ ઓવરફ્લો કરી પ્રધાનમંત્રીને તેમના જન્મદિન નિમિત્તે ભેટ અર્પણ કરી...

Image
  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૭ મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય.  નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જર...

ભરૂચનું કોંવિંડ-19 સ્મશાન પણ નાનું પડ્યું : 3 દિવસમાં 17 દર્દીના મોત જ્યારે 67 પોઝિટિવ નોંધાયા....

Image
  ભરૂચ જિલ્લામાં કોરોના હાહાકાર મચાવ્યો છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓ દિવસેને દિવસે દમ તોડી રહ્યા છે જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર કોરોનાવાયરસ ને નાથવા સદંતર નિષ્ફળ નિવડયું છે અને જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવે છે તે વિસ્તારને પણ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાં બાદ પણ સીલ કરવામાં આવતા નથી જેના કારણે પણ કોરોના સતત વધી રહ્યો છે તો ભરૂચ જિલ્લામાં માત્ર ત્રણ દિવસમાં ૬૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે... ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં ૧૭ દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં (૧) પટેલ હોસ્પિટલ માં મંગલતીર્થ સોસાયટીના ૬૬ વર્ષીય મહિલા દર્દીનું શંકાસ્પદ મોત નિપજયુ હતુ (૨) આજ પટેલ હોસ્પિટલમાં સમીર ઇલેક્ટ્રોનિક નવા બજાર કોસંબા ના ૮૧ વર્ષીય દર્દીની પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું (૩) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંગા જમના સોસાયટી આદર્શ સ્કૂલ પાછળ અંકલેશ્વરના પણ કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું (૪) ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા શુભમ સોસાયટી ના ૮૯ વર્ષીય પણ મોત નીપજ્યું હતું (૫) પટેલ વેલફેર હોસ્પિટલમાં લખી ગામ વાગરા માતા ફડ્યાના ૫૯ ...