ભરૂચના ખેડૂતે પોતાની જમીન પાછી મેળવવા વકીલની ફી એકત્ર કરવા ભીખ માંગવા મજબૂર, ખેડૂતની ઈચ્છા મૃત્યુની માંગ...
ભરૂચ ના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ વિશ્વનાથ ટાઉનશીપ માં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ચંદુભાઈ રોજાહરા ની ૧૧ વીંઘા જમીન સુરત ના કામરેજ તાલુકા માં આવેલી છે અને આ જમીન સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી,સરપંચો,મામલતદાર કચેરી ના અધિકારીઓએ ખેડૂત ને અંધારામાં રાખી જમીન કોઈ ટ્રસ્ટ ને પધરાવી દેતા પોતાની જમીન પરત મેળવવા ચંદુભાઈ રોજાહરા એ રાજ્યપાલ,વડાપ્રધાન,મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવા છતાં તેઓની જમીન તેઓ ને પછી નહિ મળતા આજે ગાંધી જ્યંતીના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની જમીન પરત મેળવવા અને સુપ્રિમ કોર્ટના દ્વારે જવા માટે વકીલ ની ફી ની રકમ એકત્ર કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગળામાં સૂત્રો વાળું બોર્ડ લગાવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ન્યાય મેળવવા ભીખ માંગવા હાથ માં કટોરો લઈ જાહેર માર્ગ ઉપર બેસી જતા માર્ગો ઉપર થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ કટોરામાં રૂપિયા નાંખતા નજરે પડ્યા હતા અને લગભગ એક કલાક જાહેરમાર્ગ ઉપર ભીખ માંગી રહેલા ખેડૂત ચંદુભાઈ રોજાહરાની પોલીસે ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને ભીખ માંગી રહેલા ખેડૂતે મીડિયા સમક્ષ સ્વૈચ્છિક ઈચ્છા મૃત્યુ ની પરવાનગી માંગવામાં આવશે તેમ તેઓએ પોતાની વેદના વર્ણવી હતી.
Comments
Post a Comment