પીડિત પરિવારને મળવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયતને લઇ ભરૂચમાં કોંગ્રેસીઓ રસ્તા ઉપર, પોલીસે અટકાયત કરી...

 


ઉત્તરપ્રદેશ માં આદિવાસી સગીરા ના પરિવાર ને સાથવના આપવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ને પોલીસ દ્વારા રોકવામાં આવતા સમગ્ર ગુજરાત માં કોંગ્રેસીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા માં પણ ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી આદિત્યનાથ ના પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ની તાના શાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તો ૨જી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી અને ભારત દેશ ની વિભૂતિ લાલા બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી પણ મનાવવામાં આવે છે.ત્યારે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની આગેવાની માં ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ઉત્તર પ્રદેશ માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની ધરપકડ ના મુદ્દે ધરણા પ્રદર્શન કરવા માટે મંડપ લગાવ્યો હતો.જે ધરણા પ્રદર્શન યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યો હોવા છતાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો એ વિરોધ પ્રદર્શન કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત મહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રી  ની જન્મ જ્યંતી નિમિત્તે તેઓની તસ્વીર ને ફુલહાર કરી પુષ્પાંજલી પાઠવી ઘરણા પ્રદર્શન ના શ્રી ગણેશ કરી રોડ ઉપર બેસી ખેડૂત વિરોધી એ સરકાર,પોલીસ તેરી તાનાશાહી નહિ ચલેગી જેવા સૂત્રો વાળા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા એક કલાક કર્યા બાદ પોલીસે પણ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો ની ટીંગાટોળી કરી અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા.


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....