ભરૂચની મહિલા PI એ પોલીસ કોન્સ્ટેબલ તથા તેની પ્રેમિકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી.....
બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 7/10/2020 ના રોજ મહિલા પોલીસ મથકે અરજદાર રિયા બેન નિતેશભાઇ વાઘેલા ની પત્ની અને કાળુભાઈ રાજાભાઈ કટારીયાની દીકરીને તથા નિતેશભાઇ ઘનશ્યામભાઈ વાઘેલા તથા તેની પ્રેમિકા નયનાબેન શંભુભાઈ લક્ષ્મણ પટેલ ને 181 અભયમમાં પોલીસ મથકે લવાયા હતા તે દરમિયાન રિયાબેનની પૂછપરછ દરમિયાન કાઉન્સિલિંગ ચાલી રહ્યું હતું તે વખતે નીતેશભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાને બહાર બેસવાનું કહેતા તેણે નયનાબેન શંભુભાઈ લક્ષ્મણભાઈ પટેલ ની સાથે ઊભા રહેવાની જીદ કરેલી જેથી નીતીશભાઈને સમજાવેલ કે મારે નયનાબેનને એકલા ને પૂછપરછ કરવી છે તમે બહાર બેસો તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગઇ અને મહિલા પીઆઇ નયનાબેન વસાવાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી જેથી તેઓને ફરીથી શાંતિપૂર્વક બહાર બેસવાનું કહેવા છતાં તેઓ માનેલા નહીં અને મહિલા પીઆઇ સાથે મહિલા પોલીસ મથકમાં જ શાબ્દિક બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગે અને તે દરમિયાન નીતેશભાઈ એ મહિલા પીએસઆઇનો હાથ પકડી કહેવા લાગેલા કે મને સસ્પેન્ડ કરવો હોય તો કરી નાખો રિયા ને હું મારી પત્ની તરીકે રાખવાનો નથી નીતેશ તેમ કહેતા નયના પટેલ પણ એકદમ ઉશ્કેરાઈ ગમે તેમ બોલવા લાગેલ અને નયના પટેલે મહિલા પીએસઆઈને જાતિવિષયક ગાળો ભાંડી અભદ્ર વર્તન કરતા મહિલા પીઆઇએ નયનાબેન શંભુભાઈ લક્ષ્મણભાઈ પટેલ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી...
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ મથકમાં જ પ્રેમી પંખીડાઓ ના આવા અભદ્ર વર્તન અને પોલીસ કોન્સ્ટેબલની મહિલા પીઆઇ સાથે આવી દબંગગીરી ના પગલે પોલીસની પણ છબી ખરડાઇ રહી છે ત્યારે હાલ તો ભરૂચ એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી નિતેશ વાઘેલા અને પ્રેમિકા નયનાબેન પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે....
Comments
Post a Comment