Posts

ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય વિકાસના કામો મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન કરશે..?

Image
ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય એ ચાલુ મિટિંગમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતારવાની આપી ચીમકી.. વિકાસની વાતો વચ્ચે ઉમરાજ ગામના મેહુલ જોશી તાલુકા પંચાયતના સભ્યએ સોશિયલ મીડિયા ઉપર વિકાસની પોલ ખોલી.. ભરૂચ તાલુકા પંચાયતમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે પ્રમુખ ઉપપ્રમુખ અને ધારાસભ્યને જાણ કરી હોવાના પોસ્ટમાં આક્ષેપ  દિનેશ મકવાણા ભરૂચ  વિકાસની વાતો વચ્ચે હવે તાલુકા પંચાયતની હદમાં તાલુકા પંચાયતના સભ્યો જ સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢવા માટે મેદાનમાં ઉતાર્યા છે ચૂંટાયેલી પાંખોના જ વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતની મિટિંગમાં તાલુકા પંચાયતનો સભ્ય જ પ્રતિક ઉપવાસની આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવતા તાલુકા પંચાયત જ ખુદ કચેરી વિનાની સાબિત થઈ રહી છે  ભરૂચ તાલુકા પંચાયત સ્ટેશન રોડ ઉપર આવેલી છે અત્યંત જર્જરીત બની જતા તેને તાત્કાલિક ખાલી કરી અયોધ્યા નગર નજીક એક સરકારી જ કચેરીમાં હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવી છે અને ઘણા લોકોને તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી હોય તો તાલુકા પંચાયતની કચેરી ક્યાં તેવા સવાલો ઊભા થતા હોય છે હાલમાં તાલુકા પંચાયતના ઉમરાજ ...

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

Image
ભરૂચમાં હોમગાર્ડ જવાન અને બે સંતાનનો બાપ ભાન ભુલ્યો..  15 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરી ગુપ્તાંગ મોઢામાં મૂકી તેના ગંભીર પ્રકારનું કૃત્ય કરતા આખરે ફરિયાદ દાખલ... દિનેશ મકવાણા ભરૂચ, ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ નિભાવતો અને બે સંતાનના પિતાએ 15 વર્ષની સગીરાને છડીનોમના દિવસે ભોગ બનનાર સગીરાને વોશરૂમમાં લઈ જઈ નાસતો કરાવવાના બહાને સગીરાના કપડાં ઉતારી દુષ્કર્મ કરવા સાથે શારીરિક અડપલાં કરી નરાધમે પોતાનું ગુપ્તાંગ મોઢામાં મુકાવી તેણીના ફોટા અને વિડીયો કરી બ્લેક મેલ કરવા સાથે સગીરાને મોકલતા સગીરાના પરિવારના હાથમાં મોબાઈલ આવી જતા આખરે પરિવારજનોએ લંપટ હોમગાર્ડ જવાન સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સગીર વયની દીકરી ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બે ત્રણ દિવસ પછી અંદાજે 23-07-2024 થી આરોપી અવાર નવાર પીછો કરતો અને તારીખ 27-07-2024ના રોજ છડીનોમના દિવસે બપોરના આશરે 3 વાગ્યા ના અરસામાં ભોગ બનાનર સગીરા તેની દાદીના ઘરે વોશરૂમ માટે ગઈ અને ત્યાં વોશરૂમ કરી નાસતો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે દરમ્યા...

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

Image
ભરૂચમાં એક એવા પત્રકારે દુનિયાને કરી અલવિદા  કે માત્ર પત્રકારત્વ નહીં પરંતુ જરૂરિયાત મંદ લોકો માટે પણ હતા આર્શીવાદરૂપ.. ભરૂચમાં નર્મદાના નીર વર્તમાન પત્રના પત્રકાર અને સામાજિક અગ્રણી સાથે સાદગી સ્વભાવ ધરાવતા પત્રકારે દુનિયાને કરી અલવિદા.. દિનેશ મકવાણા ભરૂચ  કહેવાય છે ને કે કોણ ક્યારે દુનિયાને અલવિદા કરે તેનો હવે કોઈ સમય નક્કી નથી આવો જ એક દુનિયાને અલવિદા એક પત્રકારે કરી છે જેમાં ભરૂચમાં વર્તમાન પત્ર ધરાવતા અને મારી સાથે વર્ષો અગાઉ એક સાથે નોકરી કરતા મકબુત પટેલ કે જેઓએ આજે આ દુનિયાને અલવિદા કરી છે અને પત્રકારત્વ સાથે તેઓએ સામાજિક સેવાઓ પણ કરી છે અને એટલા માટે જ પત્રકાર જગત સાથે જરૂરિયાત મંદ લોકોએ પણ એક સમાજસેવક ગુમાવ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે ભરૂચમાં પત્રકાર જગત સાથે સંકળાયેલા અને હંમેશા સામાજિક કાર્યો સાથે જરૂરિયાત મંદ લોકોને પગભર કરવા હંમેશા તત્પર રહેતા અને મારા ગુરુ સાથે એક મિત્ર તરીકે હંમેશા રહેતા અને ભૂતકાળમાં એક જ ઓફિસમાં એક સાથે નોકરીમાં રહી ચૂકેલા અને હંમેશા સલાહ સુચન આપનારા અને ભરૂચની ગુજરાત સમાચારની ઓફિસમાં ફરજ નિભાવતા મકબુલભાઈ પટેલ નબીપુરના રહીશ અને છેલ્લા ઘણા સમય...

સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ..

Image
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ.. સાપ કરડ્યા બાદ બાળકને ભુવા પાસે લઇ જવાયો હતો...સમયસર સારવાર ન મળતા બાળકનું નિપજ્યું હતું મોત પોલીસે બાળકના પિતા અને કાકા સામે ગુનો દાખલ કર્યો...બાળકના કાકા જ ભુવા હોવાનું બહાર આવ્યું ઝેર ઉતારવા પિતા અને કાકાએ મળી તાંત્રિક વિધિ કરી હોવાનો ખુલાસો મૃતકના બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરાય દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામેથી એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝેરી સાપે બાળકને ડંખ મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના બદલે કાકા અને સગા બાપે તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકને સમયસર સારવાર ન મળતા મોત થયું હોવાના વાયરલ વીડિયો મામલે આખરે પોલીસે પુષ્ટિ કરી કાકા અને મરનારના પિતા સામે પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોક...

વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના બાદ અન્નકૂટ સાથે સમૂહ આરતી..

Image
સાતમથી દશમ ચાર દિવસ સુધી મેઘમેળામાં ઉમટશે માનવ મહેરામણ મેઘરાજાને અન્નકૂટ ધરાવવા સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન દિનેશ મકવાણા ભરૂચ  વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ભોઈ પંચ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં સ્થાપિત મેઘરાજા ને ઉત્સાહ અને ઉમંગ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે અને સાતમથી દશમ સુધી મેઘ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેને લઈને હાલ અન્નકૂટ સહિત આરતીના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં છપ્પનિયા દુકાળથી ભોઈ પંચ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને રંગ રોગાન સાથે મેઘરાજાને નવા રૂપ રંગ સાથે નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે અને મેઘ ઉત્સવ ઉત્સાહ ઉમંગ સાથે મનાવવામાં આવે છે મેઘરાજાને નયનરમ્યો સ્વરૂપ આપ્યા બાદ મેઘરાજાને અન્નકૂટ સહિત આરતી સાથે ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શ્રાવણી સાતમથી શ્રાવણી દશમ સુધી મેઘરાજાના સ્થાપના સ્થળેથી માંડી પાંચ બત્તી સુધી મેઘમેળાનું આયોજન થનાર છે જેને લઇ મેઘમેળા ને તંત્ર સાથે આયોજોગો પણ સજજ થ...

બલિરાજાને ભાઈ બનાવી લક્ષ્મીજીએ દ્વારપાળ બનેલા પતિને મુક્ત કરાવ્યા ત્યારથી રક્ષાબંધન પર્વ ઉજવાતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ..

Image
ભૃગુકચ્છમાં મહાબલી પાસેથી વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી બલીરાજાએ ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જ્યાં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી 3 ડગલામાં સર્વસ્વ માંગી લીધું હતું વામન ભગવાનને પાતાળમાં ચોકીદાર બનાવતા લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પાતાળમાંથી વૈકુંઠમાં લઇ જવા બલીરાજાને રાખડી બાંધી હતી સંસ્કૃતિના શિરોમણી આજના દિવસને 5 નામથી સંબોધવામાં આવે છે, રક્ષા બંધન, શ્રાવણી, બળેવ, નાળીયેરી પૂનમ અને સંસ્કૃતિ દિન દિનેશ મકવાણા ભરૂચ, વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે અને એટલા જ માટે નાળિયેરી પૂનમ દિવસે રક્ષાબંધન સ્વરૂપે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવે છે.  વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેન...

છપ્પનિયા દુકાળથી ભરૂચમાં જ થાય છે ઇન્દ્ર દેવ તરીકે મેઘરાજાની સ્થાપના..

Image
ગુજરાતમાં માત્ર નર્મદા નદી ની પવિત્ર માટીમાંથી થાય છે ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના  પ્રથમ વખત મેઘરાજા ભક્તોને દર્શન આપી શ્રાવણી દશમે નગરચર્યાએ નીકળ્યા બાદ વિસર્જન યાત્રાએ નીકળશે  ભરૂચમાં મેઘરાજા સાથે ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી પંચ દ્વારા છડી ઉત્સવ પણ હોય છે આકર્ષણનું કેન્દ્ર  ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની નદીની માટીમાંથી સ્થાપના કરી રંગરોગાન સાથે તહેવારો મુજબ મેઘરાજાને પરિધાન સાથે નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે  દિનેશ મકવાણા ભરૂચ, વિશ્વમાં અને ગુજરાતમાં માત્ર ભરૂચ જીલ્લામાં જ છપ્પનિયા દુકાળથી છેલ્લા વર્ષોથી ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની પરંપરા મુજબ સ્થાપના કરી મેઘ ઉત્સવની પ્રથાને યથાવત રાખી છે અને મેઘ ઉત્સવ દિવાળી કરતા પણ વધુ મોટો તહેવાર ભરૂચ જીલ્લા વાસીઓ માટે બની રહ્યો છે. એક મહિના સુધી મેઘરાજા ભક્તો વચ્ચે દર્શન અર્થે રહેતા તહેવાર મુજબ મેઘરાજાને વસ્ત્ર સાથે વિવિધ નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે અને ભક્તોમાં મેઘરાજા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ છપ્પનિયા દુકાળ વખતની પરંપરાને ભરૂચ ભોઈ પંચ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને અષ...