ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય વિકાસના કામો મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન કરશે..?
ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય એ ચાલુ મિટિંગમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતારવાની આપી ચીમકી..
વિકાસની વાતો વચ્ચે ઉમરાજ ગામના મેહુલ જોશી તાલુકા પંચાયતના સભ્યએ સોશિયલ મીડિયા ઉપર વિકાસની પોલ ખોલી..
ભરૂચ તાલુકા પંચાયતમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે પ્રમુખ ઉપપ્રમુખ અને ધારાસભ્યને જાણ કરી હોવાના પોસ્ટમાં આક્ષેપ
દિનેશ મકવાણા ભરૂચ
વિકાસની વાતો વચ્ચે હવે તાલુકા પંચાયતની હદમાં તાલુકા પંચાયતના સભ્યો જ સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢવા માટે મેદાનમાં ઉતાર્યા છે ચૂંટાયેલી પાંખોના જ વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતની મિટિંગમાં તાલુકા પંચાયતનો સભ્ય જ પ્રતિક ઉપવાસની આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવતા તાલુકા પંચાયત જ ખુદ કચેરી વિનાની સાબિત થઈ રહી છે
ભરૂચ તાલુકા પંચાયત સ્ટેશન રોડ ઉપર આવેલી છે અત્યંત જર્જરીત બની જતા તેને તાત્કાલિક ખાલી કરી અયોધ્યા નગર નજીક એક સરકારી જ કચેરીમાં હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવી છે અને ઘણા લોકોને તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી હોય તો તાલુકા પંચાયતની કચેરી ક્યાં તેવા સવાલો ઊભા થતા હોય છે હાલમાં તાલુકા પંચાયતના ઉમરાજ બેઠકના ચૂંટાયેલા સભ્ય મેહુલ જોશીએ ગંભીર પ્રકારની વિકાસની પોલ ખોલતી પોસ્ટ મૂકી છે આવતીકાલે યોજનારી તાલુકા પંચાયતની મિટિંગમાં જો તાલુકા સભ્ય ના વિકાસ ની વાતો સાંભળવામાં નહીં આવે અને નજર અંદાજ કરવામાં આવે તો મીટીંગ માંથી જ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરનાર હોવાની પોસ્ટે ભારે હાહાકાર મચાવી દીધો છે
એક તરફ વિકાસની વાતો ઉપર જન પ્રતિનિધિઓ ચૂંટાઈ રહ્યા છે અને જન પ્રતિનિધિઓ ના ઘણા વિસ્તારોના વિકાસના કામો જ ન થતા હોય તો જન પ્રતિનિધિઓ મીડિયા કે સોશિયલ મીડિયા સમક્ષ આવતા હોય છે અને જો ખુલ્લામાં બળવો કરે તો તેમના વિકાસના કામો પણ થતા હોય છે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો વચ્ચે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ જતા હતા અને પાણીનો નિકાલ ન હોવાના કારણે ઇલેક્ટ્રીક મોટર મૂકીને પણ લોકો પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા. આવા તો અનેક પ્રશ્નો છે પરંતુ વિકાસની વાતો વચ્ચે મત મેળવતા લોકો માટે હાલના તાલુકા પંચાયતના સભ્યએ જે પોસ્ટ મૂકી છે તે ગંભીર સાબિત થઈ રહી છે
ઉમરાજ બેઠકના તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશીએ જે સોશિયલ મીડિયા ઉપર ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો છે તેના ઉપરથી ફલિત થઈ રહ્યું છે કે તાલુકા પંચાયત વિકાસ વિનાની રહી છે આવતીકાલે તાલુકા પંચાયતની મિટિંગમાં મેહુલ જોશીની સમસ્યાનો અંત આવશે કે પછી તેઓ પ્રતિક ઉપવાસ આંદોલન કરશે તે જોવું રહ્યું..?
Comments
Post a Comment