બલિરાજાને ભાઈ બનાવી લક્ષ્મીજીએ દ્વારપાળ બનેલા પતિને મુક્ત કરાવ્યા ત્યારથી રક્ષાબંધન પર્વ ઉજવાતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ..
ભૃગુકચ્છમાં મહાબલી પાસેથી વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી
બલીરાજાએ ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જ્યાં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી 3 ડગલામાં સર્વસ્વ માંગી લીધું હતું
વામન ભગવાનને પાતાળમાં ચોકીદાર બનાવતા લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પાતાળમાંથી વૈકુંઠમાં લઇ જવા બલીરાજાને રાખડી બાંધી હતી
સંસ્કૃતિના શિરોમણી આજના દિવસને 5 નામથી સંબોધવામાં આવે છે, રક્ષા બંધન, શ્રાવણી, બળેવ, નાળીયેરી પૂનમ અને સંસ્કૃતિ દિન
દિનેશ મકવાણા ભરૂચ,
વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે અને એટલા જ માટે નાળિયેરી પૂનમ દિવસે રક્ષાબંધન સ્વરૂપે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવે છે.
વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે.વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ.ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઈ -બહેનની પ્રીતના પ્રતીક સમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે.એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ,શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે.આ દિવસે બહેન પોતાના ભાઇને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવે છે.ભાઈ બદલામાં યથાયોગ્ય ભેટ આપીને બહેનને તેનું રક્ષણ કરવાનું વચન આપે છે.આજે પણ ભારતમાં જે કુટુંબવ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઈ - બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભૃગુકચ્છ હાલના ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યાં હોય છે. જ્યાં ભગવાન વિષ્ણુ તેમના દશાવતાર પૈકીનો વામન અવતારમાં આવે છે.બલિરાજા વામન સ્વરૂપમાં બટુકને વરદાન માંગવા કહે છે ત્યારે પ્રભુ માત્ર 3 ડગલાં ભૂમિની ઈચ્છા પ્રગટ કરે છે.પહેલા ડગલમાં વામન સ્વરૂપે રહેલા વિષ્ણુ પૃથ્વી,બીજામાં આકાશ માપી લે છે.ત્યારે ત્રીજો પગ પોતાના મસ્તિક ઉપર મુકવા બલી કહે છે અને સાથે જ બલિરાજા પાતાળમાં જતા રહે છે.વામન માંથી વિષ્ણુના વિરાટ સ્વરૂપના બલીને દર્શન થાય છે ત્યારે વિષ્ણુ પ્રસન્ન થઈ બલિરાજાને વરદાન માંગવા કહે છે અને બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માંગેલ હતું.
બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે.લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે.વિષ્ણુના પાતળથી વૈકુંઠ ગમનનો એ દિવસ શ્રાવણી પૂનમ હતી.બસ ત્યારથી જ રક્ષાબંધન પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે.રક્ષાબંધન બહેન ભાઈને રાખડી બાંધી, કપાળે તિલક કરી શુભેચ્છાઓ પાઠવે છે.રાખડી એ ભાઈબહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે.રાખડીના સુતરરુપી રાખડી પ્રેમ સ્વરૂપે છે,હૃદયની ઉર્મિઓ છે. બહેન ભાઈનું દીર્ધાયુ ઈચ્છે છે.ભાઈનો સંસાર સુખ અને સમૃધ્ધ બને એ અભિલાષા પ્રગટ કરે છે.બહેન પોતાના ભાઈને આ પ્રસંગે જીવનધ્યેય સર કરવા આગ્રહ કરે છે.શ્રાવણી નક્ષત્ર પ્રધાન આ માસનું નામ શ્રાવણ પડયું છે.ૠગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો આ શુભ યોગ બન્યો છે તેથી તેને શ્રાવણી પણ કહે છે.સમસ્ત દ્વિજબંધુઓ પોતાના વેદ,શાખા,પ્રવર,ગોત્ર પ્રમાણે ચારેય વેદો માંથી મંત્રોનું ધ્યાન નિષ્ઠાપૂર્વક મનન અને પઠન કરી આચાર્યની ઉપસ્થિતિમાં યજ્ઞોપવિત ધારણ કરે છે.
શ્રાવણી એટલે ધર્મશાસ્ત્રના નીતિ-નિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો દિવસ.બળેવ શબ્દ કાને પડતાં જ બ્રહ્મત્વના ઉપાસક બ્રાહ્મણો આપણી આંખ સામે આવે છે.દર વર્ષની પ્રણાલિકા મુજબ નૂતન યજ્ઞપવિત ધારણ કરે છે.સ્નાન કરી પૂજાપાઠ કરી શરીર અને મનથી શુધ્ધ થઈ જનોઈ ધારણ કરનારા દ્વિજો ખરા અર્થમાં બીજો જન્મ પામે છે.જન્મે બ્રાહ્મણ એ પહેલો બ્રાહ્મણ અને જનોઈ ધારણ કરતાં બીજા જન્મ જેવો સંસારે બ્રાહ્મણ બને,એ સાચો બ્રાહ્મણ.રૂદ્રાક્ષની માળા તિલક અને ભસ્મનું ત્રિપુંડ ધારણ કરનાર આ દ્વિજ ભગવાન સૂર્યનારાયણ બ્રહ્મતેજની ઉપાસના કરે છે.ત્રિકાળ સંધ્યા,ગાયત્રીમંત્ર,જાપ વગેરે બ્રહ્મતેજને વધારનારા છે. આમ તપસ્વી, જ્ઞાની અને પવિત્ર એવા બ્રાહ્મણો સમગ્ર સમાજના ગુરૂ છે.તેઓ સમાજ અને સંસ્કૃતિની કરોડરજ્જુ છે.માનવી દેવૠણ, પિતૃૠણ અને ૠષિૠણ એમ ત્રણ પ્રકારના ૠણથી બંધાયેલો હોય છે.આ ૠણ અદા કરી તે પોતાની ફરજ સરસ રીતે બજાવી સંતોષરૂપી મુકિત પામે છે.
ભગવાન પ્રસન્ન થયા અને રાજા બલિને વરદાન માંગવા માટે કહ્યું. બલિ રાજાએ ભગવાન વિષ્ણુને કહ્યું,આપ પ્રભુ મારા દ્વારપાળ બનો. ભગવાન વિષ્ણુ રાજા બલિના દ્વારપાળ બની ગયા. પૌરાણિક માન્યતા છે કે, સમયાંતરે શ્રાવણ માસમાં પૂનમ નિમિત્તે ભગવાન વિષ્ણુને મુકત કરવા માટે માતા લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રક્ષાસુત્ર- રાખડી બાંધી હતી અને ભાઈ તરફથી ઉપકારરૂપે પોતાના પતિ વિષ્ણુને છોડાવ્યા હતા.આ રીતે રક્ષાબંધનની પર્વની પણ શરૂઆત થઈ હતી. ત્યારથી જ ભરૂચને લક્ષ્મી માતાજીનું પિયર ગણવામાં આવે છે. નર્મદા પુરાણમાં પણ આનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નર્મદા ક્ષેત્રનો વિકાસ અધૂરો છે. દશાશ્વમેઘ ઘાટ ઉપર ભૂતકાળમાં હજારો લોકો આવતા હતા અને દેશ વિદેશમાંથી ઘણા પર્યટકો જોવા માટે આવે છે.કેટલાક રાજ્યમાંથી લોકો વિધિ કરવા માટે પણ આવે છે. અહી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ એક મહાન તીર્થ છે, તેનો વિકાસ થઈ શકશે.
Comments
Post a Comment