વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના બાદ અન્નકૂટ સાથે સમૂહ આરતી..
સાતમથી દશમ ચાર દિવસ સુધી મેઘમેળામાં ઉમટશે માનવ મહેરામણ
મેઘરાજાને અન્નકૂટ ધરાવવા સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન
દિનેશ મકવાણા ભરૂચ
વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ભોઈ પંચ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં સ્થાપિત મેઘરાજા ને ઉત્સાહ અને ઉમંગ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે અને સાતમથી દશમ સુધી મેઘ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેને લઈને હાલ અન્નકૂટ સહિત આરતીના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં છપ્પનિયા દુકાળથી ભોઈ પંચ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને રંગ રોગાન સાથે મેઘરાજાને નવા રૂપ રંગ સાથે નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે અને મેઘ ઉત્સવ ઉત્સાહ ઉમંગ સાથે મનાવવામાં આવે છે મેઘરાજાને નયનરમ્યો સ્વરૂપ આપ્યા બાદ મેઘરાજાને અન્નકૂટ સહિત આરતી સાથે ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શ્રાવણી સાતમથી શ્રાવણી દશમ સુધી મેઘરાજાના સ્થાપના સ્થળેથી માંડી પાંચ બત્તી સુધી મેઘમેળાનું આયોજન થનાર છે જેને લઇ મેઘમેળા ને તંત્ર સાથે આયોજોગો પણ સજજ થઈ રહ્યા છે
Comments
Post a Comment