સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ..
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ..
સાપ કરડ્યા બાદ બાળકને ભુવા પાસે લઇ જવાયો હતો...સમયસર સારવાર ન મળતા બાળકનું નિપજ્યું હતું મોત
પોલીસે બાળકના પિતા અને કાકા સામે ગુનો દાખલ કર્યો...બાળકના કાકા જ ભુવા હોવાનું બહાર આવ્યું
ઝેર ઉતારવા પિતા અને કાકાએ મળી તાંત્રિક વિધિ કરી હોવાનો ખુલાસો
મૃતકના બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરાય
દિનેશ મકવાણા ભરૂચ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામેથી એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝેરી સાપે બાળકને ડંખ મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના બદલે કાકા અને સગા બાપે તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકને સમયસર સારવાર ન મળતા મોત થયું હોવાના વાયરલ વીડિયો મામલે આખરે પોલીસે પુષ્ટિ કરી કાકા અને મરનારના પિતા સામે પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે
એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહયા છે,અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદમાંથી પ્રકાશમાં આવ્યો છે.જેમાં બન્યું કંઈક એવું હતું કે આમોદ ખાતે રહેતા કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર રમણ રાઠોડને ઝેરી સાપે ડંખ મારી દીધો હતો.
સાપે ડંખ મારતા ઝેરની અસરથી રમણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો,જે અંગેની જાણ તેના પરિવારને થતા પિતા કાંતિ રાઠોડ માસુમ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવાના બદલે ગામમાં આવેલ ભાથીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે લઇ ગયા હતા,જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડીયા મારી રહ્યો હતો,અને અંતમાં 11 વર્ષીય રમણે અંતિમ શ્વાસ લીધા હતો અને ઘટનામાં ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં અને મીડિયાના ચગડોળે ચડતા આમોદ જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વડા પી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખુબ જ ગંભીર બેદરકારી છે,તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે તેમજ મામલતદારની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
બોક્સ
બાળકને જો સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત :- પી.એલ.ચૌધરી ડીવાયએસપી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામે 2 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના 10:30 કલાકની આજુબાજુ 11 વર્ષીય બાળક બાથરૂમ કરવા ઉભો થયો હતો અને વાડામાં જતા તેને ઝેરી સાપે કરડી લેતા તેની હાલત ગંભીર બની હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાના બદલે તાંત્રિક તેના કાકા પાસે ભાથુજીના મંદિરે લઈ જતા પિતા અને કાકા એ તાંત્રિક વિધિ કરી હતી પરંતુ તે વિધિ કામ ન લાગતા અને આખરે 11 વર્ષીય બાળક તડફડીયા મારી જીવ ગુમાવતા તેની દફનવિધિ પણ કરી નાખી હતી અને બાળકને સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયું હોવાનો વિડીયો વાયરલ થતા મીડિયાના ચગડોળે ચડેલો મુદ્દો આખરે પોલીસ મથકે પોલીસ ફરિયાદી ગુનો દાખલ કર્યો છે
બોકસ
અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર લાવવા માટે સરકાર નવા કડક કાયદા અમલમાં લાવી રહી છે છતાં લોકો અંધશ્રદ્ધામાંથી નથી આવતા બહાર
તાજેતરમાં જ વિધાનસભાના ટૂંકા સત્રમાં તાંત્રિક વિદ્યા ઉપર સરકારે કડક કાયદો બનાવવા માટે બિલ રજૂ કર્યું હતું અને છતાં પણ હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં ગળા ડૂબ બની રહ્યા છે ત્યારે વધુ એક ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 11 વર્ષીય કિશોરને તાંત્રિક વિધિના રવાડે લઈ જતા આખરે બાળક એ જીવ ગુમાવતા પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે અને સરકારના નવા નિયમ મુજબ ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરી હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે
બોક્સ
મીડિયાના ચગડોળે ચડેલા અહેવાલો બાદ તંત્ર જેસીબી સાથે સ્મશાનમાં પહોંચી બાળકનું મૃતદેહ બહાર કાઢ્યો.. પીએમ અને પેનલ પીએમ કરાશે..
બાળકનું સાફ કરી લેવાના કારણે મોત થયા બાદ તેને સમયસર સારવાર ન મળી અને તેના સગા પિતા અને કાકાએ તાંત્રિક વિદ્યા કરતા બાળકનું મોત થયું હોય અને તેની દફનવિધિ પણ કરી દેતા આખરે બાળકને જ્યારે તાંત્રિક વિદ્યા માટે લાવવામાં આવ્યો હતો તેનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના ચગડો ચડતા આખરે પોલીસ તંત્રએ તાત્કાલિક દોડી સંપૂર્ણ ઘટનાનું નિરીક્ષણ કરી કડક પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે જેને લઈને મળનાર ના પિતા અને તેના કાકા સામે કાર્યવાહી કરવા સાથે જ્યાં મૃતદેહ દફનાવ્યો હતો ત્યાં જેસીબી લઈ તંત્ર એ મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અને પેનલ પીએમ અર્થે ખસેડવાની કવાયત કરી છે
બોક્સ
બાળકના મૃતદેહને દફનાવી દેતા પુરાવાનો નાશ કરવા અંગે પણ બની શકે છે ગુનો..
ઘણી વખત પુરાવાના નાશ કરવા માટે અનેક નુસખા અપનાવતા હોય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતા અને કાકા ની બેદરકારીના કારણે એક બાળકે જીવ ગુમાવ્યો છે તેને સમયસર સારવાર ન આપી તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકનું મોત થયું હતું અને પરિવારે પણ તાત્કાલિક બાળકના અંતિમ સંસ્કાર એટલે કે દફનવિધિ કરી નાખતા અને વિડીયો વાયરલ થતા મોડે મોડે પણ પોલીસ અને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે જોકે સમગ્ર મામલે પુરાવાનું નાશ કરવા અંતિમ સંસ્કાર કરી દેવા અને પુરાવાનો નાશ કરવો અંગે પણ ગુનો બનતો હોય તો કાર્યવાહી થનાર હોવાની માહિતી મળી રહી છે
Comments
Post a Comment