Posts

Showing posts from August, 2024

વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના બાદ અન્નકૂટ સાથે સમૂહ આરતી..

Image
સાતમથી દશમ ચાર દિવસ સુધી મેઘમેળામાં ઉમટશે માનવ મહેરામણ મેઘરાજાને અન્નકૂટ ધરાવવા સાથે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન દિનેશ મકવાણા ભરૂચ  વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ભોઈ પંચ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં સ્થાપિત મેઘરાજા ને ઉત્સાહ અને ઉમંગ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે અને સાતમથી દશમ સુધી મેઘ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેને લઈને હાલ અન્નકૂટ સહિત આરતીના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં છપ્પનિયા દુકાળથી ભોઈ પંચ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને રંગ રોગાન સાથે મેઘરાજાને નવા રૂપ રંગ સાથે નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે અને મેઘ ઉત્સવ ઉત્સાહ ઉમંગ સાથે મનાવવામાં આવે છે મેઘરાજાને નયનરમ્યો સ્વરૂપ આપ્યા બાદ મેઘરાજાને અન્નકૂટ સહિત આરતી સાથે ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શ્રાવણી સાતમથી શ્રાવણી દશમ સુધી મેઘરાજાના સ્થાપના સ્થળેથી માંડી પાંચ બત્તી સુધી મેઘમેળાનું આયોજન થનાર છે જેને લઇ મેઘમેળા ને તંત્ર સાથે આયોજોગો પણ સજજ થઈ રહ

બલિરાજાને ભાઈ બનાવી લક્ષ્મીજીએ દ્વારપાળ બનેલા પતિને મુક્ત કરાવ્યા ત્યારથી રક્ષાબંધન પર્વ ઉજવાતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ..

Image
ભૃગુકચ્છમાં મહાબલી પાસેથી વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી બલીરાજાએ ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જ્યાં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી 3 ડગલામાં સર્વસ્વ માંગી લીધું હતું વામન ભગવાનને પાતાળમાં ચોકીદાર બનાવતા લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પાતાળમાંથી વૈકુંઠમાં લઇ જવા બલીરાજાને રાખડી બાંધી હતી સંસ્કૃતિના શિરોમણી આજના દિવસને 5 નામથી સંબોધવામાં આવે છે, રક્ષા બંધન, શ્રાવણી, બળેવ, નાળીયેરી પૂનમ અને સંસ્કૃતિ દિન દિનેશ મકવાણા ભરૂચ, વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે અને એટલા જ માટે નાળિયેરી પૂનમ દિવસે રક્ષાબંધન સ્વરૂપે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવે છે.  વામન સ્વરૂપ પતિ વિષ્ણુને છોડાવવા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મ

છપ્પનિયા દુકાળથી ભરૂચમાં જ થાય છે ઇન્દ્ર દેવ તરીકે મેઘરાજાની સ્થાપના..

Image
ગુજરાતમાં માત્ર નર્મદા નદી ની પવિત્ર માટીમાંથી થાય છે ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના  પ્રથમ વખત મેઘરાજા ભક્તોને દર્શન આપી શ્રાવણી દશમે નગરચર્યાએ નીકળ્યા બાદ વિસર્જન યાત્રાએ નીકળશે  ભરૂચમાં મેઘરાજા સાથે ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી પંચ દ્વારા છડી ઉત્સવ પણ હોય છે આકર્ષણનું કેન્દ્ર  ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની નદીની માટીમાંથી સ્થાપના કરી રંગરોગાન સાથે તહેવારો મુજબ મેઘરાજાને પરિધાન સાથે નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે  દિનેશ મકવાણા ભરૂચ, વિશ્વમાં અને ગુજરાતમાં માત્ર ભરૂચ જીલ્લામાં જ છપ્પનિયા દુકાળથી છેલ્લા વર્ષોથી ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની પરંપરા મુજબ સ્થાપના કરી મેઘ ઉત્સવની પ્રથાને યથાવત રાખી છે અને મેઘ ઉત્સવ દિવાળી કરતા પણ વધુ મોટો તહેવાર ભરૂચ જીલ્લા વાસીઓ માટે બની રહ્યો છે. એક મહિના સુધી મેઘરાજા ભક્તો વચ્ચે દર્શન અર્થે રહેતા તહેવાર મુજબ મેઘરાજાને વસ્ત્ર સાથે વિવિધ નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે અને ભક્તોમાં મેઘરાજા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ છપ્પનિયા દુકાળ વખતની પરંપરાને ભરૂચ ભોઈ પંચ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને અષાઢી અમાસના દિવસે ભર

કેમ ભરૂચ લોકસભામાં ભાજપના ગઢમાં આમ આદમીને મળ્યા હતા મત..?

Image
ભરૂચ નગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ કેટલાક લોકો પાલિકાને સમજી બેઠા છે પોતાના બાપની પેઢી..? વીતેલા અઢી વર્ષમાં તો નગરપાલિકાનું નખોદ વળ્યું હાલના અઢી વર્ષમાં પણ જો આવું જ થાય તો સત્તા પક્ષને થઈ શકે છે આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં નુકસાન.. નગરપાલિકાના અધિકારીઓને ચૂકવાતા પગારની રકમ શહેરીજનોના ટેક્સની.. બ્લોગ :- દિનેશ મકવાણા ભરૂચ  કહેવાય છે ને કે સત્તાનો નશો દારૂના નશા કરતા વધુ હોઈ શકે છે બસ હાલમાં ભરૂચ નગરપાલિકામાં કંઈક આવું જ ચાલી રહ્યું છે નગરપાલિકાનો અધિનિયમ શું તે પદાધિકારીઓને કેટલું નોલેજ..? નગરપાલિકાના ડોર ટુ ડોરના વાહનો કેમ અમુક જ વિસ્તારમાં પહોંચે અને તે વાહનો અમુક વિસ્તારમાં ન જવા દેવા માટે પદા અધિકારીઓને પાવર છે ખરો..? જે હોય તે પણ નુકસાન સળવારે આવનાર સમયમાં થઈ શકે છે નગરપાલિકાને..? કારણ જે વોર્ડને પ્રમુખ ઉપપ્રમુખ મળ્યા છે તે વોર્ડ જ ગંદકીથી ખદબદતો રહ્યો છે  સામાન્ય રીતે કહેવાય છે કે સ્વચ્છ અભિયાન હવે નર્કાગાર અભિયાન બની રહ્યું છે કારણ કે પદા અધિકારીઓની અંદરો અંદર ટાટીયા ખેચ પદ્ધતિના કારણે નુકસાન નગરજનોને થઈ રહ્યું છે અને નગરજનો પણ માત્ર આ નુકસાન નો જવાબ ચૂંટણી ટાણે આપતા ખચકાતા નથી

સોશ્યલ મીડિયા ઉપર ભરૂચ જીલ્લાના 2 વ્યક્તિઓએ પોણા 2 કરોડ રૂપિયા ગુમાવ્યા

Image
ભરૂચમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે સોશ્યલ મીડિયા ઉપર અડધા લાખ સામે સવા કરોડ ગુમાવતા છેતરપિંડીની ફરિયાદ.. ટેલિગ્રામ અને વોટ્સએપ ઉપર ભેજાબાજો ના સકંજામાં આવેલા ભરૂચના ફરિયાદીએ ૧,૨૦,૩૪,૬૨૫ રૂપિયા તબ્બકા વાર ગુમાવતા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી  રૂપિયા ઈન્વેસ્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચે ડમી વેબસાઈટની લિંકમાં સાયબર ફ્રોડમાં ગુમાવવા પડયા સવા કરોડ   દિનેશ મકવાણા ભરૂચ, કહેવાય છે ને કે જ્યાં લોભયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મળે બેંકમાં ઈન્વેસ્ટ કરવાની લાલચે ભરૂચના દહેગામના ફરિયાદીએ વધુ વળતર મેળવવાની લાલચે અજાણ્યા ભેજાબાજોની ડમી વેબસાઈટની લિંકમાં ફસાઈ જતા ૧૧,૨૦,૩૪,૬૨૫ રૂપિયાની છેતરપિંડી નો ભોગ બન્યા હોવાના કારણે તાત્કાલિક ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડો સામે છેતરપિંડી,સાયબર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જીલ્લાના દહેગામના હાફેજી ફળિયામાં રહેતા નુમેર મુસ્તાકઅલી મોહમ્મદ ઈસ્માઈલ પટેલ નાઓ એ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અજાણયા મોબાઈલના વોટ્સઅપ નંબર 8904681910 ઉપરથી અર્શિતા શર્મા નામની અજાણી વ્યક્તિ ઉપરથી એક લિંક વળી

સ્કુલ વાન ચાલક ડ્રગ સાથે ઝડપાયો શું તે આપ સાથે જોડાયેલો છે ખરો..? કેમ જિલ્લા પ્રમુખે લેટરપેડ પર કરવો પડ્યો ખુલાસો..

Image
 સ્કુલ વાન ચાલક ડ્રગ સાથે ઝડપાયો શું તે આપ સાથે જોડાયેલો છે ખરો..? કેમ જિલ્લા પ્રમુખે લેટરપેડ પર કરવો પડ્યો ખુલાસો.. ભરૂચમાં સ્કુલ વાનમાં વર્ધી મારનાર 62 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો તપાસ દરમિયાન તેનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો અને તેમાંથી આમ આદમી પાર્ટીના ગ્રુપ મળી આવ્યા અને તે પાર્ટી સાથે સંકળાયેલો હોય તેવું નિવેદન પોલીસ તરફથી મીડિયા સમક્ષ આપવામાં આવતા જ આપના જિલ્લા પ્રમુખ ભડક્યા હોય તે પ્રકારે તાબડતોબ એક લેટર બહાર પાડી દીધો અને ડ્રગ સાથે ઝડપાયેલો વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો ન હોવાનો રદીયો આપી દીધો છે સામાન્ય રીતે જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય અને જો તે કોઈ ગુનામાં આવે તો તેની હિસ્ટ્રી બહાર આવતી હોય છે આવું જ 2 દિવસ અગાઉ એસઓજી પોલીસે રહાડપોરના પ્રકાશ અંબાલાલ પટેલ સ્કૂલ વર્ધીની આડમાં ડ્રગ્સની પડીકીઓનું વેચાણ કરી રહ્યો હોવાની બાકીના આધારે ગાડીમાં તપાસ કરતા તેમાંથી 62 ગ્રામ ડ્રગ્સ તથા 20 જેટલી ડ્રગ પેક કરવાની નાનકડી પ્લાસ્ટિકની પેકિંગ વાળી કોથળીઓ અને એક વજન કાંટો મળી આવ્યો હતો પોલીસે તાબડતોબ આરોપીની ધડપકડ કરી તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી આમ આ